તાજેતરમાં હોંગકોંગ ખાતે સોથેબીમાં જ્વેલરી ઓક્શનમાં હીરાની પઘડીને સૌથી વધુ કિંમત મળી, જ્યારે પાંચ સૌથી ઉત્તમ જ્વેલરીને કોઈ ખરીદદાર મળ્યા નહીં.
બેલે ઈપોકના પીસમાં અલગ અલગ આકારના હીરા સામેલ છે, જેમાં અલગ કરી શકાય તેવા સેગમેન્ટમાં પિઅર આકારના ડ્રોપનો સમાવેશ થાય છે. જે બ્રોચ તરીકે બમણી કિંમતે વેચાય છે. અંદાજે 1.3 મિલિયન ડોલરની કિંમત આ લોટની અંદાજવામાં આવી હતી. કુલ મળીને 12 જુલાઈના મહત્ત્વના દિવસે સેલ્સ 11.1 મિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. જોકે, સૌથી વધુ અંદાજીત કિંમત ધરાવતા પાંચ લોટને કોઈ ખરીદદાર મળ્યા નહોતા.
જેમાં જડેઈટ, ડાયમંડ અને રૂબી નેકલેસનો સમાવશે થાય છે. આ નેકલેસની 2.3 મિલિયન ડોલર કિંમત અંદાજવામાં આવી હતી. એક બર્મીઝ રૂબી અને હીરાનો હાર અને 21.35 કેરેટના યલો ડાયમંડની વીંટી સામેલ હતી. આ બંનેની 1.5 મિલિયન ડોલર કિંમત અંદાજવામાં આવી હતી. આ ઉપરાંત બે અંગુઠીઓ ઓક્શન બ્લોકમાં હતી, તે બંનેની 1.4 મિલિયન ડોલરની કિંમત અંદાજવામાં આવી હતી. જેમાં એક 3.70 કેરેટના ગ્રીન ડાયમંડ અને બીજી 11.69 કેરેટના ડી ફ્લોલેસ ડાયમંડના શાનદાર કટમાંથી બનાવાઈ હતી.
આ ખૂબ જ સુંદર જ્વેલરીને કોઈ ખરીદદાર મળ્યા નહીં તો બીજી તરફ ઓક્શનમાં ચાર જ્વેલરી એવી પણ હતી જેને સારી કિંમત મળી છે.
પિઅર-આકારની 2.58-કેરેટ ફૅન્સી ગાઢ જાંબલી-ગુલાબી રંગની VS2-ક્લૅરિટી હીરા દર્શાવતી આ કાર્ટિયર રિંગે HKD 9.8 મિલિયન એટલે કે 1.2 મિલિયન ડોલર નીલામીમાં મેળવ્યા છે, જે તેના HKD 6.3 મિલિયન ($804,777) ઊંચા અંદાજ કરતાં વધુ છે.
ડિઝાઈનર મુસી દ્વારા કુદરતી મોતી અને કુશનની મદદથી ગોળાકાર અને સિંગલ કટ ડાયમંડનો 19મી સદીનો ટીયારા બનાવાયો હતો, જે તેની અપેક્ષિત કિંમત HKD 9 મિલિયન ($1.2 મિલિયન)માં વેચાયો છે.
4.22 અને 4.08 કેરેટ વજનની બ્રિલિયન્ટ-કટ, D-ફ્લોલેસ હીરાની બુટ્ટીઓની એક જોડી અંદાજ મુજબ HKD 3.4 મિલિયન ($438,029) માં વેચાઈ હતી.
સોથેબીએ આ નીલામીમાં બાઉશેરોન રિંગ વેંચી હતી. આ વીંટીમાં માર્ક્વિઝ અને પિઅર આકારના હીરા એક સ્ટેપ-કટ, 8.18-કેરેટ કોલમ્બિયન રૂબી જડવામાં આવ્યા છે. આ વીંટી HKD 3 મિલિયન એટલે કે 389,359 ડોલરમાં વેચાઈ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM