DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં હોંગકોંગ ખાતે સોથેબીઝ દ્વારા યોજાયેલી લક્ઝરી વોચીસની હરાજીમાં બે નવા રેકોર્ડ બન્યા છે. અહીં લગભગ અડધા લોટ તેમના ઊંચા અંદાજથી વધુ કિંમતે વેચાયા હતા.
પેટેક ફિલિપ રેફ 2526, કલેક્ટર જેબી ચૅમ્પિયનની પ્રથમ સેલ્ફ વાઈન્ડિંગ કાંડા ઘડિયાળ તેની અંદાજીત રેન્જમાં 7,29,977માં વેચાઈ હતી. દરમિયાન કાર્ટિયર પેરિસ ક્લોઝ નં. 1/1 2,10,882 ડોલરમાં વેચાઈ હતી જે તેના ઊંચા અંદાજ કરતા ચાર ગણી વધારે કિંમત હતી. બંનેએ ચોક્કસ મોડેલ માટે સૌથી વધુ કિંમત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
7 એપ્રિલના રોજ હોંગકોંગ ખાતે યોજાયેલી આ હરાજીમાં કુલ મળીને સોથેબીઝને 16.1 મિલિયન ડોલરની આવક થઈ હતી. ખરીદદારો પૈકી બે તૃતીયાંશથી વધુ બાયર્સ ચીન અને યુએસના હતા.
હરાજીની ટોચમાં એક પેટેક ફિલિપ રેફ. 2499 1960માં બનાવેલો હતો. રૂમમાં અને ફોન પર સહભાગીઓ વચ્ચે તેની ખરીદી માટે ઉગ્ર બોલી થતી જોવા મળી હતી. તે તેની અંદાજીત કિંમતે વેચાઈ હતી. લગભગ 20 બિડ પછી તે 1 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp