સોથેબી 94-કેરેટ Paraíba Tourmaline હરાજી કરશે

ધ બ્લુ લગૂનની પ્રભાવશાળી સાઈઝ, ઉત્કૃષ્ટ સ્પષ્ટતા અને મનમોહક પીરોજ રંગ આ બધું હીટ ટ્રીટમેન્ટની સહાય વિના પ્રાપ્ત થાય છે.

Sothebys to auction 94-carat Paraiba Tourmaline
ધ બ્લુ લગૂન. (ફોટો સૌજન્ય : સોથેબી)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

Sotheby’s 8 નવેમ્બરે જિનીવામાં તેના મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ વેચાણમાં હરાજી માટે અત્યાર સુધીની સૌથી મોટી ઉચ્ચ-ગુણવત્તાવાળી Paraiba Tourmaline ઓફર કરશે.

Paraiba Tourmaline એટલે સામાન્ય રીતે કાળા અથવા ઘેરા રંગનું ખનિજ જે ગ્રેનાઈટીક અને અન્ય ખડકોમાં પ્રિઝમેટિક સ્ફટિક તરીકે જોવા મળે છે. તે બોરોન એલ્યુમિનોસિલિકેટ ધરાવે છે અને તેમાં પાયરોઇલેક્ટ્રિક અને પીઝોઇલેક્ટ્રિક ગુણધર્મો છે.

“ધ બ્લુ લગૂન” નામનો 93.94-કેરેટ સ્ટોન 1.3 મિલિયન સ્વિસ ફ્રેંકથી 2.5 મિલિયન સ્વિસ ફ્રેંક, અથવા 1.4 મિલિયન અમેરિકન ડોલરથી 2.7 મિલિયન અમેરિકન ડોલરમાં વેચવાનો અંદાજ છે.

સોથેબીના જણાવ્યા અનુસાર આ સ્ટોન મોઝામ્બિકનો Cuprian tourmaline છે, જે માત્ર જેમ સ્ટોન માટે વિશ્વના સૌથી ઉત્પાદક દેશ તરીકે જ નહીં, પણ ઉચ્ચ ગુણવત્તાવાળા કલર સ્ટોન્સના અગ્રણી સ્ત્રોતોમાંના એક તરીકે પણ ઊભરી આવ્યો છે.

આ સમરમાં સોથેબીના ન્યૂયોર્ક ખાતે, દેશમાંથી 55.22-કેરેટ રૂબી 30 મિલિયન ડોલરથી વધુમાં વેચાયો હતો.

Paraíba tourmalines એ Cuprian tourmalinesની વેરાઈટી છે, તેનું નામ બ્રાઝિલના પરાઈબા પ્રદેશ પરથી પડ્યું છે, જ્યાં તે સૌપ્રથમ 1980ના દાયકામાં મળી આવ્યા હતા પરંતુ આ શબ્દ હવે સ્રોતને ધ્યાનમાં લીધા વિના, આબેહૂબથી ઊંડા સંતૃપ્તિના લીલા-વાદળી નમૂનાઓને આપવામાં આવે છે.

સોથેબીએ જણાવ્યું હતું કે આ વિવિધતા વિશ્વમાં સૌથી વધુ માંગવામાં આવતા જેમસ્ટોનમાંની એક બની ગઈ છે, જેની કિંમત ઘણીવાર સુંદર નીલમ, માણેક અને નીલમણિ માટે ચૂકવવામાં આવતી કિંમતો કરતાં વધી જાય છે.

ઉચ્ચ ગુણવત્તાના Paraíba Tourmaline અસાધારણ ઇલેક્ટ્રિક વાદળી રંગ દર્શાવે છે, પરંતુ સામાન્ય રીતે નાના હોય છે અને તેમાં આંતરિક અપૂર્ણતાની “નોંધપાત્ર ડિગ્રી” હોય છે.

સોથેબીએ કહ્યું, ધ બ્લુ લગૂનની પ્રભાવશાળી સાઈઝ, ઉત્કૃષ્ટ સ્પષ્ટતા અને મનમોહક પીરોજ રંગ આ બધું હીટ ટ્રીટમેન્ટની સહાય વિના પ્રાપ્ત થાય છે તે ઉષ્ણકટિબંધીય સ્વર્ગના સ્ફટિકીય પાણીની યાદ અપાવે છે.

સોથેબીએ જણાવ્યું હતું કે, આ સ્ટોન, જે Adler Joailliers, દ્વારા બનાવવામાં આવેલ ખાસ નેકલેસમાં સેટ કરવામાં આવ્યો છે, તે 8 નવેમ્બરે તેના મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ અને નોબલ જ્વેલ્સના વેચાણમાં સ્ટાર લોટમાંથી એક હશે, એવી અપેક્ષા છે કે તે 1.3 મિલિયન ડોલર થી 2.5 મિલિયન ડોલરની વચ્ચેની કિંમત મેળવશે.

કંપનીએ જણાવ્યું હતું કે, બ્લુ લગૂન નામના નેકલેસમાં રાઉન્ડ, માર્ક્વિઝ અને પિઅર-આકારના હીરાનો “કાસ્કેડ” છે, જેનું કુલ વજન 76 કેરેટથી વધુ છે,તે મૂળ સ્કેચ સાથે રજૂ કરવામાં આવશે. સોથેબીઓ જણાવ્યું હતું કે, આટલા મજબૂત સંતૃપ્તિ અને રંગ સાથે આ કદની પરાઇબા ટુરમાલાઇન શોધવી અત્યંત મુશ્કેલ છે.

Adler એક ફેમિલી બિઝનેસ છે, જે 1886 માં ઇસ્તંબુલમાં જેક્સ એડલર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તેમના પૌત્રો, ફ્રેન્કલિન અને કાર્લોએ 1972માં જીનીવામાં એક બુટિક ખોલ્યું હતું. 2015 થી, તે એડલર્સની આગામી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે. એલન, જે CEO છે, અને તેમની પત્ની, ડેઝી, જે ચીફ ઓપરેટિંગ ઓફિસર છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS