Sothebys to auction over 80 jewels from British singer Dame Shirley collection-1
ફોટો સૌજન્ય : શર્લી બાસી. (સોથેબીઝ)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

બ્રિટિશ ગાયક ડેમ શર્લી બાસીના કલેક્શનમાંથી 80થી વધુ ઝવેરાત આગામી સોથેબીઝની હરાજીમાં પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં એલ્ટન જ્હોને તેને ભેટમાં આપેલા હીરાનો પણ સમાવેશ થાય છે.

સોથેબીની આગામી હરાજી 10 ઓક્ટોબરે પેરિસમાં યોજશે, તેમાં બાસીના કેટલાક મનપસંદ ઝવેરાત રજૂ કરવામાં આવનાર છે, જેમાંથી ઘણા તેની કારકિર્દીમાં ખાસ સમય દર્શાવે છે. કાર્ટિયર અને વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ જેવા જાણીતા ડિઝાઇન હાઉસના ઝવેરાત તેમજ પિગેટ ઘડિયાળ બ્લૉક પર ચઢશે.

મારા માટે ઘરેણાં એકઠા કરવા એ યાદો એકત્રિત કરવા જેવું છે અને આ સંગ્રહ તેનાથી ભરપૂર છે,” એમ બાસીએ જણાવતા કહ્યું કે, તમામ ઝવેરાત મારા માટે મહત્ત્વના અને અર્થપૂર્ણ છે. દરેકની પાછળ એક સ્ટોરી છુપાયેલી છે. પછી ભલેને મેં તેને મારા માટે ખરીદ્યો હોય અથવા તે મને ભેટમાં આપવામાં મળ્યો હોય.

સફેદ હીરાથી ઢંકાયેલી આ સુંદર 1960ની વિન્ટેજ વેન ક્લીફ અને આર્પેલ્સ વીંટી છે જે એલ્ટન જ્હોને મને તેની એઇડ્સ ગાલા ઈવનિંગમાં પર્ફોમન્સ આપ્યા પછી મને મળી હતી અને જે મેં ઘણી વખત પહેરી છે. કદાચ સૌથી વિશેષમાંની એ આ એમરલ્ડ પાર્યુર છે જે મેં સ્વર્ગસ્થ રાણીની સામે મારા પ્રથમ રોયલ વેરાયટી પરફોર્મન્સને યાદ કરવા માટે જાતે ખરીદ્યું હતું.

સોથબીઝ વેચાણ પહેલાં મોનાકો, લંડન અને પેરિસમાં ઝવેરાતનું પ્રદર્શન કરશે.

અહીં વેચાણમાંથી કેટલીક હાઇલાઇટ્સ છે :

Sothebys to auction over 80 jewels from British singer Dame Shirley collection-2

આ હીરાના હારનો અંદાજ $290,243 થી $343,992 છે.

Sothebys to auction over 80 jewels from British singer Dame Shirley collection-3

હાર્ટ શેઈપના સફેદ હીરાથી ઘેરાયેલા પીળા હીરાને દર્શાવતી વીંટી $177,415 થી $215,049 મેળવવાની અપેક્ષા છે.

Sothebys to auction over 80 jewels from British singer Dame Shirley collection-4

સોથબીઝ આ વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ એમરલ્ડ અને હીરાનો હાર $64,518 થી $75,271માં વેચશે.

Sothebys to auction over 80 jewels from British singer Dame Shirley collection-5

ગળાનો હાર, કાનની બુટ્ટીઓ અને એક્વામેરિન, નીલમ અને હીરા સાથેના બ્રેસલેટનો સમૂહ $64,518 થી $75,271 સુધીનો અંદાજ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC