The Central Government's decision on demonetisation is right. Big relief from Supreme Court to Modi government
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY,

સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. મોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરી હતી.

નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો, ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ હતું કે નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ત્રુટિ નહોતી. આ સાથે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેન્દ્ર સરકારને મોટી રાહત આપી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે આર્થિક નિર્ણયો બદલી શકાય નહીં.

પાંચ જજોની બેન્ચની પાંચ દિવસની ચર્ચા

અગાઉ, જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે પાંચ દિવસની ચર્ચા પછી 7 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત કર્યો હતો.

આ સુનાવણીમાં જસ્ટિસ અબ્દુલ નઝીર સાથે જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ. બોપન્ના, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નાગરત્ન સામેલ હતા.

RBI સાથે થઈ હતી ચર્ચા

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ‘RBI પાસે નોટબંધી કે નોટબંધી જેવા મોટા મુદ્દાઓ પર નિર્ણય લેવાની સ્વતંત્ર સત્તા નથી.’ એટલે કે, તે સમજી શકાય છે કે કેન્દ્રીય બેંક આ સંબંધમાં સરકારને પોતાની સલાહ આપી શકે છે, પરંતુ આ સંબંધમાં કોઈપણ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત કેન્દ્રને જ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને RBI વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી, તે રદ કરવાની કોઈ જરૂર નથી. ઉપરાંત આર્થિક નિર્ણય બદલી શકાતા નથી એવું પણ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું.
____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -Siddharth Hair Transplant