શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ (SRK) દ્વારા 23 ફેબ્રુઆરીને રવિવારના દિવસે મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગોપીન ગામ પાસે એક અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્યોર વિવાહના નામથી થતા સમૂહ લગ્નમાં આ વખતે મહાકુંભોત્સવની થીમ રાખવામાં આવી હતી.
75 દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને તેમના માટે ખાસ પ્રયાગરાજ મહાકુંભમાંથી 2000 લિટર ગંગા જળ મંગાવવામાં આવ્યું હતું અને કરિયાવર પેટે રીયલ ડાયમંડ-ગોલ્ડનું મંગળસૂત્ર પણ આપવામાં આવ્યું હતું. પ્રયાગરાજથી લાવવામાં આવેલી માટી પણ ભેટમાં આપવામાં આવી હતી.
સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયાની કંપની SRK ગ્રુપ દ્વારા વર્ષ 2015થી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ સમૂહ લગ્નને પ્યોર વિવાહ એવું નામ આપવામાં આવ્યું છે.
શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ દ્વારા 2023માં પ્યોર વિવાહ સમૂહ લગ્ન ગોપીન ગામ ખાતે ઉજવ્યો હતો. સ્વતંત્ર ભારતના ગૌરવશાળી 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં આ ઉજવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સાથે દીકરીઓને 3 લાખનો કરિયાવર આપવામાં આવ્યો હતો.
આ સમૂહ લગ્નમાં બિઝનેસ મેન ગોવિંદ ધોળકિયાનો સંપૂર્ણ પરિવાર, પાર્ટનર્સ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં આશરે 12,000 લોકોએ હાજરી આપી હતી. પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અપીલ કરી હતી. તે વખતે ગુજરાતી ફિલ્મના કલાકાર હિતેન કુમાર અને જાનકી બોડીવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.
એ સમુહ લગ્નમાં 10 દીકરીઓના માતા-પિતા એવા દેવરાજભાઈ અને શારદાબેન શેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ તાલુકાના તાજપર ગામના રહેવાસી લાભુભાઈ દેવરાજભાઈ સેલિયાને 10 દીકરીઓ છે જેમાંથી પ્રથમ છ દીકરીઓના ઘરેથી લગ્ન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાર દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવામાં આવી હતી. સમૂહ લગ્નમાં તેમની પલક અને ગોપી નામની બે દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. પલકના લગ્ન નૈતિક સાથે અને ગોપીના લગ્ન અભિષેક સાથે કરવામાં આવ્યા હતા.
ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે, અમે શેલીયા પરિવારનું વિશેષ સન્માન કર્યું કારણ કે બેટી બચાવો બેટી પઢાવોના નારા ચાલી રહ્યા છે ત્યારે આ શેલીયા પરિવાર દ્વારા દસ દીકરીઓને ઉછેરીને દસ પરિવારમાં આપવામાં આવી છે. 10 ઘર બંધાયા છે ત્યારે આ દીકરીઓવાળુ પરિવાર સન્માનને પાત્ર છે. કારણ કે આજે એક કે બે સંતાન ઉછેરવામાં પણ માતા-પિતાને તકલીફો અનુભવતાં હોય છે ત્યારે શેલીયા પરિવારે 10-10 દીકરીઓને ઉછેરીને કાબેલ બનાવી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube