હીરા ઉદ્યોગ ક્ષેત્રની અગ્રણી પ્રતિષ્ઠિત કંપની જે વિશ્વભરમાં ડાયમંટ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ માટે જાણીતી છે તે સુરતની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રા. લિમિટેડ કંપનીને તાજેતરમાં મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસ ઓફ 2023ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. તાજેરમાં ટીમ માર્કમેન દ્વારા આયોજિત મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસની ત્રીજી આવૃત્તિમાં આ એવોર્ડ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ડિરેક્ટર્સને એનાયત કરાયો હતો.
હીરા ઉદ્યોગમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ અને તેના ફાઉન્ડર ગોવિંદ ધોળકીયાનું નામ સન્માનથી લેવામાં આવે છે. આ કંપની અને તેના માલિકો સિદ્ધાંતોના લીધે જાણીતા છે. ગોવિંદ ધોળકીયાના આદર્શો કંપનીની નવી પેઢીએ પણ અપનાવી છે, તેથી જ એસઆરકેની ફેક્ટરીમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળે છે. કંપનીએ તેના કર્મચારીઓના હિતોને કેન્દ્રમાં રાખીને ફેક્ટરીમાં વર્કકલ્ચર ડેવલપ કર્યું છે. કંપની કર્મચારીઓના વર્ક અને લાઈફ વચ્ચે સંતુલન જળવાઈ રહેવા સાથે તેઓ વિકાસ પણ કરે તે બાબતે પૂરતું ધ્યાન આપતી હોવાના લીધે આ પુરસ્કાર એસઆરકે કંપનીને એનાયત કરાયો છે.
મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં નિધિશ નારોલા વર્ટિકલ જ્વેલરી ગ્રુપના નિરવભાઈ નારોલા તેમજ એસઆરકેના ચીફ હ્યુમન કૅપિટલ ઓફિસર ડો. નિરવ મંદિરે આ એવોર્ટ સ્વીકાર્યો હતો. આ એવોર્ડ એસઆરકને બિઝનેસ લેન્ડસ્કેપમાં તેની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ એનાયત કરાયો છે. આ કંપની કર્મચારીઓની જરૂરિયાતોને પ્રાધાન્ય આપે છે. વ્યૂહાત્મક રીતે તેમના કર્મચારીઓની સંભાળ રાખવા, શીખવા અને કાર્યસ્થળને આકર્ષક બનાવી તેમાં સૌહાદપૂર્ણ વાતાવરણ બનાવ્યું છે, જે અર્થપૂર્ણ છે.
ડો. મંદિરે આ પ્રસંગે કહ્યું હતું કે, અમે માત્ર 4P એટલે કે પીપલ, પ્રોફિટ, પ્લેનેટ અને પર્પઝના સિદ્ધાંતો વર્કપ્લેસ પર અમલમાં મુક્યા છે પરંતુ તે સાથે અમે બોટમ લાઈન દ્રષ્ટિકોણ પ્રકટ કર્યો છે, જે કર્મચારીઓને વધુ સારું કાર્ય કરવા પ્રેરિત કરે છે. અમે દૈનિક કામોમાં પણ તેનો અમલ કરીએ છે. કદાચ એ જ કારણ છે કે એસઆરકે કંપનીમાં કર્મચારીઓને કર્મચારી નહીં પરંતુ પરિવારના સભ્યો તરીકે સંબોધવામાં આવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM