DIAMOND CITY NEWS, SURAT
SRK અને SRKKF ના ફાઉન્ડર ચૅરમૅન ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.ના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એન્જિનિયર, સંશોધક, સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ સુધારક તથા સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ (SECMOL) ઓફ લદ્દાખના સ્થાપક-નિર્દેશક સોનમ વાંગચુકને પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઍવોર્ડ સેરેમની લદ્દાખ ખાતે SRKના એન્ટરપ્રિનીયોર શ્રી રાહુલભાઈ ધોળકિયાની સાથે સાથે ચીફ ગેસ્ટ તરીકે પધારેલ લદાખની ફર્સ્ટ લેડી નીલમ મિશ્રા (લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પત્ની)ના હસ્તે શ્રી વાંગચુકને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવોર્ડ સેરેમનીમાં ગેસ્ટ ઓફ ઓનર હર એક્સિલન્સી રાની સરલા ચેવાંગ, સોનમ વાંગચુકના ધર્મપત્ની તથા હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ (HIAL)ના કો-ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ગીતાંજલી જે એંગમો; અને એડવોકેટ થિનલેસ એંગમો (સોનમજીની મોટી બહેન) જેવા વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી. ઉપરાંત સોનમ વાંગચુકના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના ફેમિલી મેમ્બર્સ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન શ્રી સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, “આ માનવતાવાદી એવોર્ડ માતાના નામે શરૂ થયો છે એ જાણીને આનંદ સહ ગૌરવની લાગણીની અનુભૂતિ થાય છે. આ ઍવોર્ડ સેરેમની માતાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે અને તેથી જ હું મારા જીવનની સૌથી અગત્યની મહિલાઓ મારી મોટી બહેન અને મારી પત્ની ગીતાંજલી જેને કારણે મે અહિયાં સુધીની સફળતા પ્રાપ્ત કરી છે તેમને સાથે લઈને આવ્યો છું. મને આ એવોર્ડની જે રકમ મળી છે તેને અમે લદ્દાખની વિદ્યાર્થિનીઓ અને ત્યાંના લોકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જીવન જીવવાની વિવિધ તકો સુનિશ્ચિત કરવા માટે એક પાયાનું કામ કરશે.”
શ્રી ગોવિંદકાકાની સ્વર્ગસ્થ માતા સંતોકબાના ની:સ્વાર્થ કાર્યો અને માનવતાવાદી મૂલ્યોથી પ્રેરિત થઈ SRKKFને વિવિધ ક્ષેત્રોમાં માનવતાવાદી કાર્યો કરવાની પ્રેરણા મળી છે અને તેમની યાદમાં જ વર્ષ 2006માં સંતોકબા માનવ રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM