સ્ટાર્ટઅપ કે IPO, વૅલ્યુએશન બ્રાન્ડનું થશે

બ્રાન્ડ ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા તરફ આકર્ષિત કરે છે. તમારી બ્રાન્ડ ખરીદતાં અથવા પસંદ કરતા લોકોની સંખ્યામાં વધારો કરે છે.

Start-up or IPO the valuation will be of the brand Sameer Joshi article diamond city 405
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સવારે ન્યૂઝ પેપર ખોલતા હમણાં થોડા સમયથી IPOની એડ જોવા મળે છે. IPOનો જમાનો પાછો આવ્યો છે. આપણે સ્ટાર્ટઅપના વૅલ્યુએશનની વાતો સાંભળતા હશું કે અમુક સ્ટાર્ટઅપ અમુક કિંમતમાં વેચાણ અથવા તેના અમુક વૅલ્યુએશન પર ઇન્વેસ્ટરોએ અમુક હિસ્સો ખરીદ્યો. આપણે ગુજરાતીઓ શેર માર્કેટને સમજીએ અને IPO પણ ઓછે વત્તે અંશે તે પ્રમાણે કામ કરે છે.

આપણને જાણ છે કે વૅલ્યુએશનમાં બ્રાન્ડ મોટો ભાગ ભજવે છે છતાં પણ આપણે આપણા વેપારમાં તેની અવગણના કરીએ છીએ. બીજી વાત આપણે જ્યારે વેપારની શરૂઆત કરીએ ત્યારે આપણી મનોવૃત્તિ કેટલો ફાયદો થયો કે ટર્નઓવર કેટલું થયું ત્યાં સુધી સીમિત હોય છે. વૅલ્યુએશન વધવાના શું ફાયદાઓ છે તે આપણે આગળ જોઈશું.

જે વેપારીઓએ બ્રાન્ડ બનાવવા પાછળ મહેનત કરી છે તેમનો અનુભવ કહે છે કે તેઓએ તેમની બ્રાન્ડમાં રોકાણ કર્યું તેથી તેઓ બજારને પાછળ રાખી આગળ વધ્યા છે. મૂલ્યવાન બ્રાન્ડ લોકોના જીવનમાં સકારાત્મક તફાવત લાવે છે અને તેથી તેઓ ભીડમાં અલગ તરી આવે છે.

મૂલ્યવાન બ્રાન્ડ કન્ઝ્યુમરની જરૂરિયાત પૂરી કરવાનું કામ કરે છે. તે જરૂરિયાત વિશ્વસનીય બેંકિંગ સેવા માટેની હોઈ શકે, સલામત અને આરામદાયક કારની હોઈ શકે, અથવા ડિટર્જન્ટ જે તમારા કપડા સાફ કરે છે તેની હોઈ શકે. અને આમ તમે કન્ઝ્યુમર સાથેનો કાયમી ભાવનાત્મક સંબંધ બાંધો છો અને બ્રાન્ડનો અર્થ આમાંથી ઉદ્દભવે છે.

ઉપર જણાવ્યા મુજબ બ્રાન્ડ વૅલ્યુએશનના શું ફાયદાઓ છે તે જાણીએ.

બ્રાન્ડ ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા તરફ આકર્ષિત કરે છે. તમારી બ્રાન્ડ ખરીદતાં અથવા પસંદ કરતા લોકોની સંખ્યામાં વધારો કરે છે અને આમ તમારા વૉલ્યુમ શેરને વધારે છે.

બ્રાન્ડ ઉત્પાદનોની ગુણવત્તાનો સ્તર ઘણો ઊંચો લઇ જાય છે અને જેથી ગ્રાહકો તે માટે બ્રાન્ડ ખરીદવા વધુ ચૂકવણી કરવા તૈયાર છે. આમ ઊંચી કિંમતો અથવા ઓછા પ્રમોશનલ રેટ તમારા મૂલ્યના શેર, માર્જિન અને નફામાં સુધારો કરે છે.

બ્રાન્ડ કર્મચારીઓ, ભાગીદારો અને સપ્લાયરોને આકર્ષે છે અને જાળવી રાખે છે. આ સંબંધોને સુધારવાથી બિઝનેસ ખર્ચ ઘટાડી શકાય છે અને નફો વધારી શકાય છે.

બ્રાન્ડ લોકોના મનમાં અસ્તિત્વ ધરાવે છે. મજબૂત, સારી રીતે બિલ્ટ, અને સારી રીતે જાળવવામાં આવેલી બ્રાન્ડ મેમરીમાં ટકી રહે છે અને સમય જતાં તેના મૂલ્યો વર્ષો સુધી યાદ રહે છે. તંદુરસ્ત વ્યવસાય  રોકાણકારોના માનસને અને સંબંધોને સુધારે છે, બજારમાંથી જો પૈસા ઉપાડવા હશે તો સરળતાથી તે કામ થઇ શકશે અને તમારી કૅપિટલ કોસ્ટ આમ જળવાઈ રહેશે. મૂલ્યવાન બ્રાન્ડનું આ જમા પાસું છે.

આજે ગ્રાહકો તેઓને બ્રાન્ડ પાસેથી શું જોઈએ છે તે વિશે વધુ જાગૃત છે. આજે બ્રાન્ડે જો વૅલ્યુએશન વધારવું હશે અને એક મૂલ્યવાન બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થવું હશે તો પોતે પરપઝફુલ બ્રાન્ડ બનવું પડશે. બ્રાન્ડે ઉકેલનો એક ભાગ બનવાની જરૂર છે.

તેઓ આજની જે કોઈપણ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે પોતે તૈયાર છે ની બાંહેધરી ગ્રાહકોને આપવી પડશે. સસ્ટેનેબિલિટી કે પરપઝ ડ્રિવન બ્રાન્ડ આજનો કન્ઝ્યુમર પહેલા પસંદ કરે છે અને આ આજના જમાનાના નૈતિક મૂલ્યો માનવામાં આવે છે.

તેઓ ઇચ્છે છે કે બ્રાન્ડ તેમના જીવનમાં સુધારો કરે અને વ્યાપક સમાજ પર હકારાત્મક અસર કરે. તેઓ જો બ્રાન્ડને ‘યોગ્ય વસ્તુ કરી રહ્યાં છે’ તે તરીકે જોશે અને અપનાવશે તો તેવી બ્રાન્ડ માટે પોતાનું ગજવું ખાલી કરતા તેઓ અચકાશે નહિ. લાંબા ગાળાની બ્રાન્ડ બિલ્ડીંગ અને વૅલ્યુએબલ બ્રાન્ડ બની બિઝનેસ વૃદ્ધિને અનલોક કરવાની આ ગુરુ ચાવી છે.

વૅલ્યુ બેઝ્ડ બ્રાન્ડ અને વૅલ્યુ વગરની બ્રાન્ડનો ફરક સમજવાની કોશિશ કરીએ. બ્રાન્ડ વૅલ્યુ સાંભળતા જ આપણે તેને પૈસાની ગણતરીમાં સમજી લેશુ, બ્રાન્ડની કિંમત શું છે, પ્રાઇઝ શું છે તેમ સમજશુ. ફલાણી ફલાણી બ્રાન્ડ કેટલાની છે? આ પ્રશ્ન ઘણીવાર બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ પ્રોડક્ટ માટે પણ ઊભો થાય.

ધારો કે એક પ્રોડક્ટ જેને બ્રાન્ડ નેમ નથી તે 50 રૂપિયાની હોય પણ તેવુ જ પ્રોડક્ટ જો બ્રાન્ડ નેમ સાથે હશે તો કદાચ 500 રૂપિયાનું હશે. અહીં આપણે બ્રાન્ડ વૅલ્યુને સમજવાની કોશિશ કરીશું. બ્રાન્ડ વૅલ્યુનો મતલબ ફક્ત તે નથી કે બ્રાન્ડને પ્રાઇઝમાં એક્સટ્રા પ્રિમિયમ મળે છે પણ લોકો કેટલી વાર તે બ્રાન્ડને ખરીદે છે.

રિપીટ પર્ચેસ થાય છે તે બ્રાન્ડનું? જ્યારે આમ થાય ત્યારે કહી શકાય કે અમુક બ્રાન્ડની બ્રાન્ડ વૅલ્યુ વધી છે. વધુ પૈસા આપવા અને એકજવાર ખરીદી અમુક બ્રાન્ડની થાય તો બ્રાન્ડની વૅલ્યુ છે તેમ ન કહી શકાય. જેમ વૅલ્યુ બેઝ્ડ વ્યક્તિ પાસે લોકો વારંવાર જશે અને સંબંધ બાંધશે અને અમુક લોકો સાથે એક જ વાર કેમ છો, કેમ નહીનો સંબંધ; બસ આજ ફર્ક છે બ્રાન્ડ વૅલ્યુ સાથે રમતી બ્રાન્ડમાં અને વૅલ્યુ વગરની બ્રાન્ડમાં.

બ્રાન્ડની વૅલ્યુ રાતોરાત નથી બની જતી. તેના માટે સમય જોઈએ અને ક્લીયર વિઝન જોઈએ. તેના માટે પોતાને પ્રશ્નો પૂછો, તમે શેના દ્વારા ઓળખાવ છો? તમે શેને વધુ મહત્વ આપો છો?  એક કંપની તરીકે તમે શેમાં માનો છો? આવા પ્રશ્નોના જવાબોને રિફાઇન કરતા જશો તો તમારી વૅલ્યુએબલ બ્રાન્ડ બનવાની યાત્રા શરુ થઇ જશે. વૅલ્યુ એવી ક્રિએટ કરો કે તમારા સિવાય બીજું કોઈ તેનો દાવો ન કરી શકે. આનાથી તમારી બ્રાન્ડને ડીફ્રેન્સીએશન ઊભું કરવામાં ઘણી મદદ મળશે.

ફક્ત બ્રાન્ડની કિંમત વધારવાથી કશું નહી થાય, કદાચ તત્પુર્તો ફાયદો થશે, પણ જો બ્રાન્ડની વૅલ્યુ વધશે તો રિપીટ પર્ચેઝ થશે, કન્ઝ્યુમર બ્રાન્ડને વારંવાર ખરીદશે, અને આ પ્રોસેસ બ્રાન્ડની વૅલ્યુ વધારશે. તો, સ્ટાર્ટઅપ હોવ કે IPO લાવવો હશે ઈનટેન્જીબલ વૅલ્યુએશનમાં બ્રાન્ડ મહત્વનો ભાગ ભજવશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS