State diamond trader looking to increase sourcing of rough diamonds outside of South Africas jurisdiction
ફોટો સૌજન્ય : સ્ટેટ ડાયમંડ ટ્રેડર
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક આર્થિક મંદીની નકારાત્મક અસરનો સામનો કરવા માટે દક્ષિણ આફ્રિકાના સ્ટેટ ડાયમંડ ટ્રેડર (SDT) દેશના અધિકારક્ષેત્રની બહાર રફ હીરાના સોર્સિંગમાં વધારો કરવાનું વિચારી રહ્યું છે એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.

31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા વર્ષ 2022-2023 માટેના કંપનીના નાણાકીય અહેવાલ સાથેના એક નિવેદનમાં બોર્ડ ચેરપર્સન Maletlatsa Monica Ledingwaneએ કહ્યું કે, ઊંચા ફુગાવાના દરો સાથે આર્થિક પડકારોએ SDT માટે પ્રતિકૂળ ઓપરેટિંગ વાતાવરણ ઊભું કર્યું છે.

SDT દક્ષિણ આફ્રિકાના તમામ ઉત્પાદકો પાસેથી રન-ઓફ-માઈન ઉત્પાદનના 10 ટકા સુધીની ખરીદી કરે છે. રફ હીરાના તેના મુખ્ય સપ્લાયર્સ ડી બીયર્સ અને પેટ્રા ડાયમંડ્સ છે.

SDT એ 2022-2023 નાણાકીય વર્ષમાં 492,118 કેરેટ્સની ખરીદી અને 488,718 કેરેટ 1.3 બિલિયન South African rand (ZAR) (68.3 મિલિયન ડોલર)માં વેચ્યા હતા, જે એક વર્ષ અગાઉના 1.4 બિલિયન South African rand (ZAR) (73.6 મિલિયન ડોલર) થી 8 ટકા ઓછા છે.

Maletlatsa Monica Ledingwaneએ કહ્યું કે, પોલિશ્ડ અને રફ ડાયમંડમાં વર્તમાન વધારો SDT માટે આવક અને નફાના માર્જિનમાં ઘટાડો કરી શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC