Stephen managing director of Lucapa Diamonds step down, Nick Selby selected as interim CEO
નિક સેલ્બી (ડાબે) અને સ્ટીફન વેથરૉલ (જમણે). (લુકાપા ડાયમંડ કંપની)
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

નિક સેલ્બી લુકાપા ડાયમંડ કંપનીમાં વચગાળાના CEO તરીકેની ભૂમિકા નિભાવશે જ્યારે સ્ટીફન વેથરૉલ મહિનાના અંતમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે રાજીનામું આપશે.

સેલ્બી, જે 2017થી લુકાપા ડાયમંડ કંપની સાથે છે, હાલમાં ઓપરેશન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. લુકાપાએ સોમવારે કહ્યું કે, જ્યારે કંપની સ્ટીફન વેથરોલના વિકલ્પની શોધ કરી રહી છે ત્યાં સુધી નિક સેલ્બી કંપનીને લીડ કરશે.

કંપનીમાંથી રાજીનામું આપ્યા બાદ વેથરૉલ લુકાપા સાથે સ્વતંત્ર સલાહકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે, માઇનર્સ ડાયમંડ માર્કેટિંગ અને ડાઉનસ્ટ્રીમ પહેલને આગળ વધારવામાં મદદ કરશે. તે 2016માં કંપનીમાં જોડાયા હતા,જે અંગોલામાં લુલો ખાણ અને લેસોથોમાં મોથે ડિપોઝિટનું સંચાલન કરે છે. વેથરૉલે ગ્રાફ યુનિટ સેફડિકો સાથે મેન્યુફેક્ચરિંગ ડીલ અને ઑસ્ટ્રેલિયામાં લુકાપાના મર્લિન ડાયમંડ પ્રોજેક્ટના હસ્તાંતરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વેથરોલે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,બોર્ડ અને શેરધારકો દ્વારા મને આપવામાં આવેલા પડકારોમાં હું સફળ રહ્યો છું. અમે સાથે મળીને કંપનીને મુશ્કેલ મહામારીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી છે. તમામ વ્યાજ-ધારક પ્રોજેક્ટ દેવું ચૂકવી દીધું, બે માઇનિંગ કામગીરી સફળતાપૂર્વક પહોંચાડી અને વિસ્તૃત કરી જે હવે નક્કર માર્જિન પેદા કરી રહી છે, જેમાં મર્લિનનું ભાવિ ઉત્પાદન વૃદ્ધિ માટે તૈયાર છે, અને અમારો ધ કિમ્બરલાઇટ એક્સપ્લોરેશન પ્રોગ્રામ અદ્યતન અને ઉત્તેજક તબક્કે છે. મારા માટે અન્ય પડકારોનો સામનો કરવાનો સમય આવી ગયો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS