Strike signal at De Beers' Venetia mine
વેનેશિયા ડાયમંડ ખાણ, દક્ષિણ આફ્રિકા. સૌજન્ય : ડી બીયર્સ ગ્રુપ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

દક્ષિણ આફ્રિકાનું નેશનલ યુનિયન ઓફ માઈનવર્કર્સે ડી બિયર્સની વેનેશીયા ખાણમાં હડતાળની જાહેરાત કરી છે. યુનિયને જાહેર કર્યું કે વેતનના મામલે કંપની સાથેની વાટાઘાટો તૂટી પડી છે. તેથી યુનિયન વેનેશીયા ખાણમાં હડતાળ પાડવા અંગે પ્લાનિંગ કરી રહ્યું છે. જો વર્કર્સ હડતાળ પર ઉતરશે તો ડાયમંડ માઈનીંગ જાયન્ટ કંપની ડી બિયર્સની 2.3 બિલિયન ડોલરની અંડરગ્રાઉન્ડ સર્વિસની કામગીરી અવરોધાશે.

દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા માઇનવર્કર યુનિયનએ જણાવ્યું હતું કે યુનિયનના સભ્યો 9% વેતન વધારાની માંગ કરી રહ્યા હતા પરંતુ એંગ્લો અમેરિકન પીએલસી યુનિટ ડી બીયર્સ તે આપવા તૈયાર નથી. કંપની માત્ર 6% વધારાની ઓફર કરી રહી છે. તેથી વાટાઘાટો તૂટી પડી છે.

યુનિયને સ્પષ્ટતા કરી છે કે વિશ્વની અગ્રણી રફ ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સ સાથેની ચાર મહિનાની વેતન વાટાઘાટો પડી ભાંગી છે અને સમાધાન, મધ્યસ્થી અને આર્બિટ્રેશન (CCMA) કમિશનમાં વિવાદ જાહેર કરવામાં આવ્યો છે. CCMA એ દક્ષિણ આફ્રિકાની વૈધાનિક સંસ્થા છે જે લેબર વિવાદોના પરિણામોની મધ્યસ્થી અને સર્ટિફાઈડ કરે છે.

યુનિયને વધુમાં જણાવ્યું ન હતું કે તે હડતાલની તારીખ અંગે હજુ કંઈ નક્કી નથી. પરંતુ હાલમાં યુનિયન CCMA સાથે પિકેટિંગ નિયમો પર ચર્ચા કરી રહ્યું છે તેમજ યુનિયનના 1,500 થી વધુ સભ્યોને એકત્ર કરી રહ્યા છે, તેમને સુરક્ષિત અનિશ્ચિત હડતાલ માટે તૈયાર કરી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાના લેબર કાયદા અનુસાર કામદારોએ હડતાળ પર ઉતરતા પહેલા 48 કલાકની નોટિસ આપવી પડે છે. ડી બીયર્સ આ મામલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં ડી બિયર્સે ડિસેમ્બર 2022માં 30-વર્ષના ઓપન પિટ માઈનિંગ કામગીરી બંધ કર્યા પછી વેનેશિયા ખાતે નવી $2.3 બિલિયનની ભૂગર્ભ ખાણમાંથી ઉત્પાદન શરૂ કર્યું હતું. વેનેશિયા અંડરગ્રાઉન્ડ ખાણ વાર્ષિક આશરે 4 મિલિયન કેરેટ હીરાનું ઉત્પાદન કરશે, જે 2023 માટે તેના અનુમાન જૂથના ઉત્પાદનના 12% જેટલું છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC