CEO બ્રાયન ડફીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, કલાયન્ટ રજિસ્ટ્રેશન ગ્રો સાથે, માંગ મજબૂત રહી છે અને સપ્લાય કરતાં વધી રહી છે.
29 જાન્યુઆરીએ પૂરા થયેલા ત્રીજા નાણાકીય ત્રિમાસિક ગાળા દરમિયાન UKમાં આવેલી રિટેલરની આવક વાર્ષિક ધોરણે 17 ટકા વધીને British Pound Sterling (GBP) 407 મિલિયન (489.9 મિલિયન ડોલર) થઈ છે. સમગ્ર UK અને યુરોપમાં વેચાણ 7 ટકા વધીને GBP 238 મિલિયન (286.5 મિલિયન ડોલર) થયું છે, જ્યારે અમેરિકામાં તે 36 ટકા વધીને GBP 169 મિલિયન (203.4 મિલિયન ડોલર) થયુ છે. આ સમયગાળા દરમિયાન લક્ઝરી જ્વેલરીનું વેચાણ 2 ટકા ઘટીને GBP 41 મિલિયન (49 મિલિયન ડોલર) થયું છે.
કંપનીએ પાછલા વર્ષે USમાં પાંચ શોરૂમ હસ્તગત કર્યા હતા, જેણે ત્રીજા ક્વાર્ટરમાં તેના પરિણામોને બૂસ્ટ કરવામાં મદદ કરી હતી. UKમાં, સ્થાનિક ખરીદી અને પ્રવાસી ખર્ચના મર્યાદિત વળતર વચ્ચે વૃદ્ધિને વેગ મળ્યો હતો, જ્યારે રિટેલરે યુરોપમાં વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રથમ નવ મહિનામાં વેચાણ 25 ટકા વધીને GBP 1.17 બિલિયન (1.41 બિલિયન ડોલર) થયા પછી Watches of Switzerlandએ GBP 1.5 બિલિયન (1.8 બિલિયન ડોલર) થી GBP 1.55 બિલિયન (1.87 બિલિયન ડોલર)નું આખા વર્ષનું રેવેન્યૂ ગાઇડન્સ જાળવી રાખ્યું છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે લક્ઝરી ઘડિયાળ અને જ્વેલરી કેટેગરીની મજબૂતાઈ, લક્ઝરી ઘડિયાળો અને ક્લાયન્ટ રજિસ્ટ્રેશન લિસ્ટની અનોખી સપ્લાય-ડિમાન્ડ ડાયનેમિક્સ, અગ્રણી બ્રાન્ડ ભાગીદારીનો અમારો પોર્ટફોલિયો અને અમારા મૉડલની સફળતા અને ચપળતા લાંબા ગાળાના વેચાણ વૃદ્ધિને સમર્થન આપવાનું ચાલુ રાખશે.”
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM