ડ્રીમ સિટી ખાતે તૈયાર થયેલા ડાયમંડ બુર્સમાં મહાઆરતીનો કાર્યક્રમ કરાયો… 10,000 દિવડાની આરતી કરવામાં આવી.. 562 હેકટરમાં ડ્રિમસિટીમાં અન્ય ઉદ્યોગો માટે પણ વિપુલ તકો ઊભી થશે
સુરતના ડાયમંડ ઉધોગનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ અંતે પૂર્ણ થયો છે. આજે ડાયમંડ બુર્સ ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગણેશ સ્થાપના કરવામાં આવી હતી હજારો દીવાઓથી ડાયમંડ બુર્સ ઝળહળી ઉઠ્યું હતું.
દિવાળી જેવા માહોલ ડાયમંડ બુર્સ ખાતે જોવા મળ્યો હતો. 4200 ઓફિસના માલિકો અને તેમના પરિવારજનો મળી કુલ 10 હજાર કરતાં વધારે લોકો હાજર રહ્યા હતા. તમામ લોકોએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કર્યા બાદ મહાઆરતીમાં ભાગ લીધો હતો.
પરિવારના લોકોએ ડાયમંડ બુર્સને જોયો ન હતો તે જોઈને આનંદીત થયા હતા. તમામ વેપારીઓએ ભગવાન ગણપતિ ને પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વ માટે હીરા ઉદ્યોગ નું સૌથી મોટું કેન્દ્ર ડાયમંડ્સ બને તેવી સફળતા આપજો.
ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણીએ જણાવ્યું કે આજે ઘણા વર્ષોથી જે ક્ષણની રાહ જોવાતી હતી તે પૂર્ણ થઈ છે. ભગવાન વિઘ્નહર્તાની પૂજા કરીને મહા આરતીનું ભવ્ય આયોજન કરી ડાયમંડ બુર્સની શરૂઆત કરી છે.
આ કાર્યક્રમમાં જેટલા પણ ઓફિસના માલિકો છે તેઓ અને તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમ જ ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
આ તો માત્ર ડાયમંડ બુર્સ છે પરંતુ આગામી દિવસોમાં 562 હેકટરમાં ડ્રીમ સિટીનો ખૂબ મોટા પ્રમાણમાં ની અંદર વિકાસ થવાનો છે. રાજ્ય સરકારે જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
તેમાં સરથાણા થી સીધા ડાયમંડ બુર્સ સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સ પાસે જે મેટ્રો ટ્રેનનું સ્ટેશન આવશે તેને ડાયમંડ સ્ટેશન નામ આપવામાં આવશે.
હિતેશ પટેલ ધર્મનંદન ડાયમંડના માલિકે જણાવ્યું કે આ ડાયમંડ બુર્સને કારણે હીરા ઉદ્યોગને ખૂબ મોટો લાભ થવાનો છે.
ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય દેશોના તમામ ભાઈઓ માટે આ સૌથી મહત્વનું કેન્દ્ર બની રહે છે. તમામ રફ અને પોલીસ ડાયમંડ ટ્રેડિંગ અહીંથી શરૂ રહેશે.
ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું કે અહીં રોજના હજારો લાખો લોકો વેપાર માટે આવશે. અહીં જે મેટ્રો સ્ટેશન બનવાનું છે તેને ડાયમંડ સ્ટેશન તરીકે નામ આપવામાં આવશે.
લાખોની સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકોને રોજગારી મળવાની છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિશ્વના ફલક ઉપર નવા શિખરો સર કરવા જઈ રહ્યું છે.