એક બિલિયન ડોલરથી વધુની વસુલાતને રોકવા માટે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગપતિ જતીન મહેતા યુકે કોર્ટના કેસને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, જતીન મહેતાએ 14 બેંકોમાંથી કથિત રીતે છેતરપિંડી કરી હતી. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી અને તેના સ્થાનિક ભારતીય એકમ દ્વારા સમર્થિત લિક્વિડેશન ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટન દ્વારા શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીને રોકવાની ભારતીય મેગ્નેટની વિનંતીને યુકેની ઉચ્ચ અદાલતે મંગળવારે ફગાવી દીધી હતી.
ન્યાયાધીશ એડવિન જોન્સને તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે,મહેતા એ દર્શાવવામાં નિષ્ફળ ગયા કે ભારત આ કેસની સુનાવણી માટે ઇંગ્લેન્ડ કરતાં સ્પષ્ટ રીતે વધુ યોગ્ય મંચ છે.
જતીન મહેતા, જેમની 932 મિલિયન ડોલરની સંપત્તિ ગયા વર્ષે યુકેની અદાલત દ્વારા ફ્રિઝ કરવામાં આવી હતી, તે ભારતના હીરા ઉદ્યોગમાં છેતરપિંડીના સૌથી હાઇ પ્રોફાઇલ કેસોમાંનો એક છે. છેલ્લા એક દાયકામાં છેતરપિંડી કૌભાંડોની શ્રેણીએ ભારતની બેંકિંગ સિસ્ટમમાં 8 બિલિયન ડોલરનું છેદ પાડી દીધું છે.
મહેતા અને તેમની બે કંપનીઓ વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિ. અને ફોરએવર પ્રીશિયસ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ પર આરોપ છે કે તેણે 2013માં ઇરાદાપૂર્વક લોનમાં ડિફોલ્ટ કર્યું હતું, નાણાની લોન્ડરિંગ કરી હતી અને તેને વિશ્વભરની શેલ કંપનીઓમાં છુપાવી દીધી હતી, જે મુજબ 15 ભારતીય બેંકોને ચૂકવણી કરવામાં આવતી નથી.
જતીન મહેતાની માલિકીની વિન્સમ જ્વેલરી કંપની (જુનું નામ સુ-રાજ ડાયમંડ) સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નંદુદોશીની વાડીમાં આવેલી હતી. જતીન મહેતાએ 14 જેટલી બેંકો પાસેથી 5,000 કરોડથી વધારેનું ધિરાણ મેળવીને નાદારી નોંધાવી હતી.
જતીન મહેતાએ મુંબઈ, એન્ટવર્પ, અમેરિકામાં પણ ઓફીસો શરૂ કરી હતી. ધંધો વિસ્તારીને પછી મુંબઈની પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, એકિઝમ, ઓરીએન્ટલ, બેંક ઓફ મહારાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ, વિજયા, યુનિયન, એકસીસ, આઇડીબીઆઈ અને બેંક ઓફ ઇન્ડિયા સહીતની ૧૪ બેંકો પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હતું, પણ નાણાં ભરવાને બદલે મહેતાએ ફ્રોડ કરીને નાદારી નોંધાવી હતી. જતીન મહેતા બેંકોના રૂપિયા ભરવાને બદલે સિંગાપોર શિફ્ટ થઇ ગયા હતા અને ત્યાં જઇને લેબગ્રોન ડાયમંડના મશીન બનાવવા માંડ્યા હતા.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM