અયોધ્યાના રામમંદિરના આકારનો નેકલેસ બનાવી સુરતના ઝવેરીએ વાહ વાહી લૂંટી

આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂટ્ઝ એક્સ્પો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે.

Surat Jeweller designed necklace on Ayodhya Ram Mandir theme-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો  પોતાની રીતે કાંઈક ને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે.

અયોધ્યામાં રામ મંદિરનું  નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને આગામી મહિને તેનું ઉદ્દઘાટન થનાર છે, ત્યારે દેશભરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના એક જ્વેલર્સે તો અયોધ્યાના રામમંદિરનો પ્રેમ પ્રદર્શિત કરવાના હેતુથી હારમાં આખુંય રામ મંદિર મઢ્યું છે. આ જ્વેલર્સે 30 દિવસમાં 40 કારીગરો સાથે મળી અનોખો હાર બનાવ્યો છે. આ હાર અયોધ્યાના રામ મંદિરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

સુરતમાં રસેશ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે. આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂટ્ઝ એક્સ્પો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ રામમંદિર, રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનના મુકાયા છે.જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

સુરતના જ્વેલર્સે રામમંદિરનો અનોખો નેકલેસ તૈયાર કર્યો છે. હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. સુરતમાં જ્વેલર્સ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કર્યો છે.

હાર બનાવનાર ઝવેરી રોનક ધોડિયાએ કહ્યું કે, અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર પરથી પ્રેરણા લઈ નેકલેસ બનાવવાનું નક્કી કર્યું હતું. રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો હતો. હારમાં આબેહૂબ અયોધ્યાનું રામ મંદિર મઢવામાં આવ્યું. રામ લક્ષ્મણ અને જાનકી ની પ્રતિમા તૈયાર કરી છે. રામાયણને અધ્યાય નો સૌથી મહત્વનો ભાગ હરણ હતું તે સોનાના હરણ પણ તૈયાર કર્યું છે. આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે.

રોનકભાઈએ વધુમાં કહ્યું કે, આ હાર સાથેનો રામ દરબાર બે કિલોથી વધુ વજનનો છે. આ નેકલેસમાં સોના, ચાંદી અને અમેરિકન ડાયમંડ જડવામાં આવ્યા છે. 5000થી વધુ અમેરિકન ડાયમન્ડ્સનો ઉપયોગ કરાયો છે. નેકલેસ બનાવવા માટે 30 દિવસનો સમય લાગ્યો છે. લગભગ 40 કારીગરોની મેહનત બાદ આ હાર તૈયાર થયો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનો નેકલેસ સાથેનો રામ દરબારનો સેટ લોકોને વેચવા માટે મૂકવામાં આવ્યો નથી કે બનાવવામાં આવ્યો નથી. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા જઈ તેને રામ મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS