સુરત સેઝની કંપનીનું 200 કરોડનું ઓવર વેલ્યુએશન કૌભાંડ કસ્ટમે ઝડપી પાડ્યું

SIIB કસ્ટમ યુનિટ દ્વારા આ કેસમાં કંપનીના સંચાલક આરોપીઓ આશિષ જયરાજ ભેડા તથા જયરાજ રમણીકલાલ ભેડાની ધરપકડ કરવામાં આવી છે.

Surat SEZ Companys 200 crores overvaluation scam expedited by customs
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સુરત શહેરના સચિન ખાતે આવેલા સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરિંગ કંપની દ્વારા  સરકાર સાથે આશરે 200 કરોડના કૌભાંડ બહાર આવ્યું છે. SIIB કસ્ટમ યુનિટ દ્વારા આ કેસમાં કંપનીના સંચાલક આરોપીઓ આશિષ જયરાજ ભેડા તથા જયરાજ રમણીકલાલ ભેડાની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમના અધિકારીઓએ કંપનીમાં દરોડા પાડી સરકારની તિજોરીને નુકસાન કરવાના મામલે કેસ નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આ બહુચર્ચિત કેસની વિગત એ રીતની છે કે, આરોપીઓ કે જેઓ સચીન સેઝ ખાતે હીરા, કટિંગ પોલીશીંગ તથા હીરા ઇમ્પોર્ટ – એક્સપોર્ટ કરવામાંનું કામકાજ કરતા હતા. આ કંપનીમાં ટ્રાન્જેક્શનમાં ગોટાળાઓ સામે આવ્યા પછી એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટે ડ્યુટી ડ્રોબેક તથા અન્ય સરકારની યોજનાઓના લાભો લેવા ઓવરવેલ્યુએશન કૌભાંડ આચરી સરકારને 200નું નુકસાન પહોંચાડ્યું હતું.

સેઝમાં વેપારના સંપૂર્ણ ટ્રાન્જેક્શન ઓનલાઈન અને બેન્કિંગ ચેનલના માધ્યમ દ્વારા કરવાનું હોય છે. તેમાં ગેરરિતીઓ સામે આવતા કસ્ટમ વિભાગ દ્વારા આરોપીની પેઢી પર ઈન્ક્વાયરી કરવામાં આવી હતી અને તે અનુસંધાને કસ્ટમ વિભાગ દ્વારા આરોપીઓ પાસે તેઓના ઇમ્પોર્ટ – એક્સપોર્ટના હિસાબોની ચકાસણી કરતા તેઓના હિસાબોમાં વિસંગતતા આવતા તેમજ તે અંગે ચકાસણી કરતા આરોપીઓએ સરકાર સાથે આશરે બસો કરોડ જેટલી માતબર રકમનો ગફલો બહાર આવ્યો હતો.

સરકાર સાથે છેતરપિંડી થયાનું બહાર આવતા કસ્ટમ વિભાગ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ ઓવર વેલ્યુએશન અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ અનુસંધાને બંનેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS