કોરોનાની માર બાદ સેઝ ફરી બેઠું થઈ ગયુ છે. નાણાકિય વર્ષ 2021-22ની જેમ હવે 2022-23ની શરૂઆત સારી થઈ છે. ચાલુ વર્ષના પ્રથમ 3 માસમાં ગત વર્ષના શરૂઆતના 3 માસની સરખામણીમાં સેઝમાંથી 43 % વધુ નિકાસ થઈ છે. હાલ નિકાસનો આંક 7 હજાર કરોડ પાર કરી ગયો છે. ગત વર્ષ આ જ પિરિયડમાં 5 હજાર કરોડ હતો.
ગત વર્ષે નિકાસ 21 હજાર કરોડ રૂપિયા સુધી હતી
ગત નાણાકીય વર્ષની વાત કરીએ તો 31મી માર્ચ-2022 સુધી સચીન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નિકાસ રૂપિયા 21,600 કરોડ સુધી પહોંચી હતી. આ નિકાસ સતત વધી રહી છે. કોરોના કાળના બે વર્ષ અગાઉના નિકાસના આંકડાથી સરખાણી કરીએ તો તે 225 ટકાથી વધુ વધી છે.
ડાયમંડ જ્વેલરીની 7 હજાર કરોડની નિકાસ
સેઝમાંથી જુન સુધી ડાયમંડ અ્ને જ્વેલરીની નિકાસ 7 હજાર કરોડ નજીક છે. ગત વર્ષે આ જ પિરિયડમાં નિકાસ 4,660 કરોડ હતી. એટલે 46 ટકા વધારો થયો છે . મલ્ટીપ્રોડક્ટમાં જુન-2022 સુધી 406 કરોડની નિકાસ થઈ છે જ્યારે ગત વર્ષે આ પીરિયડમાં 353 કરોડની નિકાસ હતી. ગત વર્ષમાં ડાયમંડ – જ્વેલરીની નિકાસ 20,425 કરોડ હતી. મલ્ટી પ્રોડક્ટની નિકાસ 1,610 કરોડ હતી.