DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે ત્યારે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી તથા વાઘાણી પરિવારના પ્રમુખ શ્રી બાબુભાઈ ભગવાનભાઇ વાઘાણી માલપરાવાળા, બેન્કોક ખાતે યોજાઈ ગયેલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝીબીશનમાં એશિયાના જુદા જુદા દેશોમાંથી પધારેલા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સત્કારી રહ્યા છે. આ એક્ઝીબીશનમાં આમંત્રણને માન આપીને તમામ દેશોમાંથી પધારેલા ડેલિગેટને આવકારી રહ્યાં છે.
આ કાર્યક્રમ આપણા સમગ્ર હીરા ઉદ્યોગ માટે ગૌરવની બાબત ગણવામાં આવે છે. આગામી મે મહીનામાં તારીખ 3, 4, અને 5ના રોજ સુરતમાં સૌ પ્રથમવાર લેબગ્રોન ડાયમંડ બિઝનેસ એક્સ્પો-2024નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે શ્રી બાબુભાઈ વાઘાણી તમામ દેશમાંથી આવેલા ડેલિગેટને તથા બાયરોને સુરત ખાતે યોજાનાર એક્સ્પો-2024માં પધારવા માટેનું આમંત્રણ આપી રહ્યા છે તેમજ સમગ્ર દુનિયામાંથી વધારેમાં વધારે બાયરો સુરત ખાતે પધારે તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
બાબુભાઈ વાઘાણી પોતાની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્તમ પ્રકારની પ્રગતિ કરે અને દેશ તેમજ દુનિયામાં ડાયમંડ બિઝનેસ પ્રસ્થાપિત કરે તથા પોતાનું અને સમગ્ર હીરા ઉદ્યોગનું નામ રોશન કરો તેવી અપેક્ષા.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM