Surat tops in buying gold under Sovereign Gold Scheme
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ડિસેમ્બર 2023માં જાહેર આ યોજનામાં સુરતે 3.82 કરોડનું ગોલ્ડ ખરીધું છે. ગોલ્ડની વર્તમાન કિંમત સાથે વાર્ષિક 2.5 વ્યાજ મળતું હોવાથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનારાઓનો મોટો વર્ગ સુરતમાં જોવા મળી રહ્યો છે. સુરત બાદ અમદાવાદ, વડોદરા અને પછી મહેસાણાનો નંબર આવે છે.

મહેસાણામાં પણ ડિજિટલ ગોલ્ડ ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી 2024માં સરકારે એક ગ્રામ ડિજિટલ ગોલ્ડની કિંમત 6263 રાખી હતી. ભારતીય પોસ્ટ વિભાગે ગુજરાતમાં સોવેરિયન ગોલ્ડની સ્કીમમાં નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને સાઉથ ગુજરાત ડિવિઝન બનાવ્યા છે. જે અંતર્ગત નોર્થ ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે.

અહીં 7.32 કરોડની કિંમતનું 11.70 કિલો ગોલ્ડ ખરીદાયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર- કચ્છમાં 5.18 કરોડની કિંમતનું 8.27 કિલો અને દક્ષિણ ગુજરાતમાં 12.01 કરોડની કિંમતનું 19.18 કિલો સોનું વેચાયું હતું. એ રીતે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 12.01 કરોડનું ડિજિટલ ગોલ્ડ ખરીદાયું હતું.

સરકારની સોવેરિયન ગોલ્ડ સ્કીમમાં ડિજિટલ ગોલ્ડ ખરીદનારાઓને વાર્ષિક 2.5 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. તેમજ આઠ વર્ષ પછી રોકાણના નાણા પરત આપવામાં આવે ત્યારે બજારમાં ગોલ્ડની જે કિંમત હોય તે ચૂકવવામાં આવે છે.

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનારાઓના નાણા 6 વર્ષમાં ડબલ થતાં હોવાથી લોકો સંતાનના અભ્યાસની સાથે લગ્નમાં કામ આવશે તે હેતુથી સરકારની ડિજિટલ ગોલ્ડ યોજનામાં રોકાણ કરી રહ્યા છે.

6 યોજનામાં સુરતે 21.80 કરોડનું 36.771 કિલો સોનું ખરીધું

ડિસેમ્બર 2022માં 4664 ગ્રામ જેની કિંમત 2.52 કરોડ, માર્ચ 2023માં 4775 ગ્રામ કિંમત ૨.૬૭ કરોડ , જૂન 2023માં 6116 ગ્રામ કિંમત ૩.૬૨ કરોડ , સપ્ટેમ્બર 2023માં 7537 ગ્રામ કિંમત 4.46 કરોડ , ડિસેમ્બર 2023માં 4775 ગ્રામ કિંમત 3.82 કરોડ અને ફેબ્રુઆરી 2024માં 7513 ગ્રામ 4.70 કરોડનું સુરતીઓએ ગોલ્ડ ખરીદ્યું હતું.

ફેબ્રુઆરી 2024માં ગોલ્ડ ખરીદનારા શહેરોમાં સુરત નંબર 1 પર રહ્યું હતું. સુરતીઓએ 4.70 કરોડનું 7513 ગ્રામ સોનું ખરીદ્યું હતું. ત્યાર બાદ બીજા ક્રમે અમદાવાદ 3.84 કરોડનું 6145 ગ્રામ, વડોદરા 2.85 કરોડનું 4754 ગ્રામ, મહેસાણા 1.24 કરોડનું 1988 ગ્રામ અને આણંદના લોકોએ 1.17 કરોડનું 1884 ગ્રામ ગોલ્ડ ખરીદ્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH