લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ઝડપથી આગળ આવી રહેલી સુરતની ભંડેરી લેબગ્રોન ડાયમંડને લંડનમાં પ્રતિષ્ઠીત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભંડેરી લેબગ્રોન ડાયમંડને આ એવોર્ડ ડાયમંડ ઉદ્યોગમાં ‘બ્રેકથ્રૂ ઇનોવેશન ઇન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ’ માટે મળ્યો છે.
ભંડેરી લેબગ્રોન ડાયમંડને આ ગૌરવશાળી એવોર્ડ લંડનના વેસ્ટમિન્સ્ટર પેલેસના હાઉસ ઓફ લોર્ડઝ પાર્લામેન્ટમાં 6 ફેબ્રુઆરીએ આયોજિત ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ ગૌરવશાળી સમારોહમાં લોર્ડ રાજ લૂમ્બા, લેડી લૂમ્બા, લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ રેન્જર, લેડી રેન્જર, લોર્ડ નવનીત ધોળકિયા, લેડી ધોળકિયા, લોર્ડ ભીખુ પારેખ, વિરેન્દ્ર શર્મા MP, બોબ બ્લેકમેન MP અને UKના એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ (ABPL)ના ચેરમેન સીબી પટેલ જેવા નામાંક્તિ વ્યકિતઓ હાજર રહ્યા હતા.
ભંડેરી લેબગ્રોન ડાયમંડના ચેરમેન ઘનશ્યામ ભંડેરીએ કહ્યું હતું કે, “લંડનના હાઉસ ઓફ પાર્લમેન્ટમાં અમારી કંપનીને એવોર્ડ એનાયત થયો એ અમારા માટે ગૌરવની ક્ષણ છે.”
ભંડેરીએ કહ્યુ કે, “આ પુરસ્કાર એ માત્ર અમારી ટીમના પ્રયાસોની ઓળખ જ નથી પણ અમારા માટે ઇનોવેશનની સીમાઓને આગળ ધપાવવાની પ્રેરણા પણ છે. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગના ભાવિ માટે અમારા યોગદાનને માન્યતા મળવી એ અમારા માટે સન્માનની વાત છે. આ વાત અમને વધુ પ્રેરણા આપનારી છે અને સાથે અમારો એ દ્રઢ નિશ્ચય પણ છે કે અમે હીરા ઉદ્યોગમાં ઇનોવેશન અને સસ્ટેનિબીલિટી માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું.”
લંડન ખાતે યોજાયેલા સમારોહમાં ભંડેરી લેબગ્રોન ડાયમંડ કંપની તરફથી ચેરમેન ઘનશ્યામ ભંડેરી, તેજલ ભંડેરી, રૂતેન ભંડેરી, ડો. સ્નેહલ પટેલ અને પ્રવિણ લાખાણી આ ગૌરન્વિત ક્ષણના સમયે હાજર રહ્યા હતા.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM