Sustainable Lab Grown from Burning Coal
ફોટો : રફ લેબગ્રોન્સ (સૌજન્ય: હુઆંગે વર્લવિન્ડ.)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ફોર્ચ્યુન ઇન્વેસ્ટીંગેશન મુજબ Gen Z અને મિલેનિયલ્સને ખ્યાલ નથી કે ચીન અને ભારતમાં બળતા કોલસામાંથી સસ્ટેનેબલ લેબગ્રોન્સ તૈયાર થાય છે.

1996 અને મધ્ય 2000ની વચ્ચે જન્મેલ વ્યક્તિને Gen Z કહેવામાં આવે છે, જ્યારે 1980 અને 1995ની વચ્ચે જન્મેલ વ્યક્તિને મિલેનિયલ્સ કહેવામાં આવે છે.

ગ્લોબલ બિઝનેસ મેગેઝિન કહે છે કે ઘણા ઉત્પાદકો ભારતમાં સ્થિત છે, જ્યાં 75 ટકા વીજળી બળતા કોલસામાંથી આવે છે, પરંતુ તેઓ હજુ પણ તેમની વેબસાઇટ્સ પર માલસામાનને પ્રોત્સાહન આપવા માટે “ટકાઉ” અને “એન્વારમેન્ટ ફ્રેન્ડલી” જેવા શબ્દોનો ઉપયોગ કરે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ક્યુપિડ ડાયમંડ્સ તેના સ્ટોન્સ “એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી” બનાવવાનો દાવો કરે છે, પરંતુ વિગતો માટેની વિનંતીનો જવાબ આપ્યો નથી.

2023માં ચીનની અડધાથી વધુ વીજળી કોલસામાંથી આવી હતી. ફોર્ચ્યુને દેશના કેટલાક મોટા ઉત્પાદકો – Henan Huanghe Whirlwind, Zhuhai Zhong Na Diamond, HeNan LiLiang Diamond, Starsgem Co. અને Ningbo Crysdiamને તેમના પાવર સ્ત્રોતો વિશે પૂછ્યું હતું,પરંતુ તેમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC