DIAMOND CITY NEWS, SURAT
ઓસ્ટ્રેલિયન ક્રિસ્ટલ હાઉસ સ્વારોવસ્કીએ ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (આઈજીઆઈ) સાથેના સ્ટ્રેટિજીક કોલોબ્રેશનના ભાગરૂપે પોતાના ક્રિએટેડ ડાયમંડ કલેક્શનને ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જઈ રહ્યાં છે.
અમેરિકા અને કેનેડામાં કલેક્શનને મળેલી સફળતાના આધાર પર હવે આ બ્રાન્ડ પોતાના કલેક્શનને ચીન, ઈટાલી, કોરિયા, જાપાન, યુકે, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રિયા અને યુએઈ જેવા મુખ્ય બજારોમાં લઈ જવા માટે તૈયાર છે.
ડાયમંડ કલેક્શનના ગ્લોબલ રોલ આઉટના પહેલાં તબક્કાના આરંભની દિશામાં સ્વારોવસ્કીએ પગલું ઉઠાવ્યું છે તે આ મૂવમેન્ટ દર્શાવે છે. આ સિરિઝમાં પોતાની ઉપસ્થિતિનો વિસ્તાર વધારવા માટે કંપની પ્રતિબદ્ધ છે તે દર્શાવે છે.
સ્વારોવસ્કીના મુખ્ય કાર્યકારી અધિકારી એલેક્સિસ નસાર્ડે કહ્યું કે, લેબગ્રોન ડાયમંડની સિરિઝ ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સ્વારોવસ્કી માટે એક સ્ટ્રેટજીક ડેવલપમેન્ટ સિરિઝનું પ્રતિનિધિત્વ કરશે. આઈજીઆઈ સાથે અમારી ભાગીદારી અમારા આગામી સ્વારોવસ્કી ક્રિએટેડ ડાયમંડ્સ કલેક્શનના પ્રત્યેક સ્ટોનની ગુણવત્તાની ગેરેન્ટી આપશે. અમારા વૈશ્વિક રોલ આઉટ દરમિયાન ગ્રાહકોનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારશે.
આઈજીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રોલેન્ડ લૉરીએ કહ્યું કે, સ્વારોવસ્કી 1895થી પોતાની ચોક્કસ કટ, નવીનતા અને કલાત્મકતા માટે જાણીતી છે. અમને આનંદ છે કે અમારી નવી ભાગીદારી એ સુનિશ્ચિત કરશે કે દરેક સ્ટોનને 4 Cs હીરાને ગુણવત્તા અનુસાર ગ્રેડ અને સર્ટિફાઈડ કરવામાં આવે.
સ્વારોવસ્કીએ જણાવ્યું હતું કે, ફાઇન જ્વેલરી માર્કેટમાં સાહસ ખેડવું એ એક સમજી વિચારીને ઉઠાવેલું તાર્કિક પગલું છે. કારણ કે બ્રાન્ડ 2016થી તેના બીટુબી પોર્ટફોલિયોના ભાગરૂપે લેબગ્રોન ડાયમંડ ઓફર કરી રહી છે. નવું કલેક્શન ફ્લેગશિપ સહિત યુએસ અને કેનેડાના સ્ટોર્સને ટાર્ગેટ કરવા તૈયાર છે. સ્વારોવસ્કી સ્ટોર 5મી એવન્યુ પર 18મી સપ્ટેમ્બર 2023થી શરૂ થાય છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM