વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે જ્યારે મોટા મોટા જ્વેલરી ગ્રુપના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સ્વિસ લક્ઝરી ગ્રુપ રિચેમોન્ટના વેચાણમાં વધારો નોંધાયો છે. પહેલાં ત્રિમાસિક ગાળામાં કંપનીના જ્વેલરી કેટેગરીમાં વેચાણ 19 ટકા વધ્યું છે.
કંપનીના ત્રણ જ્વેલરી કલેક્શન મેઈસન્સ, બુકેલાટી, કાર્ટિયર અને વેન ક્લીપ એન્ડ આર્પેલ્સેની ડિમાન્ડ પહેલાં ક્વાર્ટરમાં સારી રહી છે, જેના પગલે 30 જૂન 2023ના રોજ પૂરા થયેલા પહેલાં ક્વાર્ટરમાં વેચાણ 19 ટકા વધીને 3.59 બિલિયન યુરો થયું છે. અસાધારણ પરિણામોએ સૌ કોઈને સુખદ આશ્ચર્ય આપ્યું છે.
રિચેમોન્ટની સફળતામાં જ્વેલરીના વેચાણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જે કંપનીની કુલ આવકમાં નોંધપાત્ર 68% હિસ્સો ધરાવે છે. પહેલાં ક્વાર્ટરમાં તે 14% વધીને 5.32 બિલિયન યુરો થઈ હતી. રિચેમોન્ટે જણાવ્યું હતું કે, આ સકારાત્મક કામગીરી લગભગ તમામ પ્રદેશો અને વિતરણ ચેનલોમાં ઊંચા વેચાણ દ્વારા પ્રેરિત છે, જેમાં જ્વેલરી મેઈસન્સ અગ્રણી છે.
જ્વેલરી મેઈસન્સે તમામ ચેનલો અને પ્રદેશોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, અમેરિકાના અપવાદ સિવાય, જ્યાં વેચાણ પ્રમાણમાં સપાટ રહ્યું. આ વૃદ્ધિને સમૃદ્ધ રિટેલ વેચાણ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જે બિઝનેસ વિસ્તારના વેચાણમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM