ભારત-ગુજરાત માટે ગૌરવરૂપ ક્ષણ – સુરત સ્થિત STPL કંપનીનાં બે સીમાચિન્હો

એસટીપીએલ કંપનીને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ની વર્ષ 2022ની ‘50 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઝ’ યાદીમાં સ્થાન મળ્યું છે.

A proud moment for Indo-Gujarat - Two milestones for Surat-based STPL Company-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરત શહેરના હીરાઉદ્યોગ તથા ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશ માટે ગૌરવરૂપ બે ઐતિહાસિક સીમાચિહ્ન સુરતના નામે લખાયાં છે. સુરત સ્થિત, ડાયમંડ પ્રોસેસિંગનાં સોલ્યુશન્સ માટે વિશ્વઅગ્રણી એસટીપીએલ કંપનીને ફાળે આ બે ગૌરવપૂર્ણ સીમાચિહ્ન નોંધાયાં છે.

એસટીપીએલ કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ શ્રી મુંજાલ ગજ્જરને વિશ્વપ્રસિદ્ધ પ્રકાશન દ્વારા ફોટોનિક્સ ઇન્ડસ્ટ્રીના ટોચના 100, મોસ્ટ ઇનોવેટિવ લોકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ‘ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ’ નામનું પ્રકાશન જૂથ યુરોપમાં અને સમગ્ર વિશ્વમાં ફોટોનિક્સ ઉદ્યોગને સંબંધિત વિશ્વસનીય અને સચોટ માહિતી તથા વિશ્લેષણ પૂરું પાડવા માટે વિખ્યાત છે. આ મેગેઝિન દ્વારા ‘ધ ફોટોનિક્સ ૧૦૦’  નામે એક વાર્ષિક યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં જેમાં વિશ્વના ફક્ત 100 વ્યક્તિઓ સ્થાન પામતા હોય છે જેમને વિશ્વસ્તરે વિશિષ્ઠ અને નોંધપાત્ર કામગીરી આપનારા લોકોને સન્માનિત કરવામાં આવે છે.

A proud moment for Indo-Gujarat - Two milestones for Surat-based STPL Company-2

ફોટોનિક્સ એ પ્રકાશનાં કિરણોના ભૌતિક વિજ્ઞાનની શાખા છે. પ્રકાશ અને ખાસ કરીને લેસર કિરણોનો વિવિધ પ્રકારે જીવન ઉપયોગી બાબતોમાં ઉપયોગ કરવાના વિજ્ઞાન અને ઉદ્યોગમાં ફોટોનિક્સ બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે. અહીં ગર્વની વાત એ છે કે શ્રી મુંજાલ આપણા પાક્કા સુરતી અને મૂળ ગુજરાતી વ્યક્તિ છે અને જે હવે વિશ્વના 100 ઇનોવેટિવ વ્યક્તિઓમાંના એક છે.

એસટીપીએલ કંપનીના શ્રી મુંજાલ ગજ્જરે ફોટોનિક્સ, ખાસ કરીને લેસર ટેક્નોલોજીના ક્ષેત્રે નીતનવાં સંશોધનો દ્વારા દેશના સમગ્ર હીરાઉદ્યોગની કાયાપલટ કરવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. તેમણે આ જ ટેક્નોલોજીના ઉપયોગથી ભારતમાં મેડિકલ સ્ટેન્ટનું ઉત્પાદન શક્ય બનાવવામાં પણ વિશેષ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, આ પહલથી ભારત મેડિકલ સ્ટેન્ટના ઉત્પાદન થકી આત્મનિર્ભર બન્યો છે.

A proud moment for Indo-Gujarat - Two milestones for Surat-based STPL Company-3

બીજા એક વિશેષ ઉલ્લેખપાત્ર સીમાચિહ્ન તરીકે, એસટીપીએલ કંપનીને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ની વર્ષ 2022ની 50 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઝ’ યાદીમાં સ્થાન મળ્યું છે. એસટીપીએલ કંપની સતત નવાં નવાં સંશોધનો અને સોલ્યુશન્સ દ્વારા હીરાઉદ્યોગને નવો વેગ આપી રહી છે. કંપનીએ લેસર ટેક્નોલોજી ઉપરાંત, નવા સમય અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ આધારિત ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સ પણ વિક્સાવ્યાં છે. આ કારણે કંપનીને આ પ્રતિષ્ઠિત યાદીમાં ગૌરવભર્યું સ્થાન મળ્યું છે.

1993માં સ્થાપિત STPL હીરા ઉદ્યોગ માટે અત્યાધુનિક ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ ડેવલપ કરે છે. આજે સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં STPL એક માત્ર એવી કંપની છે જે ડાયમંડ એનાલિસિસ અને પ્લાનિંગ, ડાયમંડ કટિંગ, બ્લોકિંગ અને સેફ ડાયમંડ ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ માટે ટોટલ ટેક્નોલોજી સોલ્યુશન્સ વિક્સાવે છે. સાથે જ 3D પ્રિન્ટર્સ અને લેસર આધારિત મેટલ કટિંગ અને ટ્યૂબ કટિંગ મશીનની જરૂરિયાતો MAKE IN INDIA ને અનુસરીને પુરી પાડે છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant