ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)ના ગ્લોબલ સીઈઓ રોલેન્ડ લોરીના પાંચ દાયકા લાંબા કાર્યકાળનો અંત આવ્યો છે. તેઓ એન્ટવર્પ સ્થિત જેમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટને છોડી રહ્યાં છે. તેમના સ્થાને તેહમાસ્પ પ્રિન્ટરની નિયુક્તિ કરવામાં આવશે. આગામી તા. 1 ઓક્ટબરના રોજ પ્રિન્ટર તેમનું પદ સંભાળશે.
આઈજીઆઈની સ્થાપના લોરી પરિવાર દ્વારા 1975માં કરવામાં આવી હતી. બાદમાં આ કંપનીની ઈક્વિટી બ્લેકસ્ટોન દ્વારા ખરીદવામાં આવી હતી. પ્રિન્ટર છેલ્લાં 24 વર્ષથી આઈજીઆઈ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં આઈજીઆઈ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે ભારતના જેમસ્ટોન અને જ્વેલરીના ગ્રેડિંગ અને સર્ટિફિકેશન પ્રેક્ટિસ લૉન્ચ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેહમાસ્પને આઈજીઆઈના નવા લીડર તરીકે પસંદ કરવાનું સંસ્થા માટે સરળ હતું. તેઓ બે દાયકા કરતા વધુ સમયથી આઈજીઆઈ સાથે સંકળાયેલા છે અને અંદર બહારના તમામ વ્યવસાયને જાણે છે. તે શ્રેષ્ઠતા અને નવીનતા લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. જે કંપનીને તેના નવા પ્રકરણમાં આગળ વધારવામાં મદદ કરી શકે છે એમ લોરીએ જણાવ્યું હતું. લોરીએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે નવા નેતૃત્વને જવાબદારી સોંપવાનો આ યોગ્ય સમય છે.
પ્રિન્ટરે જણાવ્યું હતું કે, આઈજીઆઈનું નેતૃત્વ મળવાથી તેઓ સન્માનિત હોવાની લાગણી અનુભવી રહ્યાં છે. લોરીના પદ્દચિન્હો પર ચાલવું મુશ્કેલ રહેશે પરંતુ ટેક્નોલૉજીની અપાર ક્ષમતાઓ અને વિકાસને સમર્થ આપવા માટે આઈજીઆઈ મેનેજમેન્ટ ટીમ અને બ્લેકસ્ટોન સાથે નજીકથી કામ કરીને આ નવી ભૂમિકા જવાબદારી પૂર્વક વહન કરવાનો પ્રયાસ કરીશ. રોલેન્ડ અને લોરી પરિવારે વ્યવસાય માટે કાયમી વારસો છોડ્યો છે. તે મોટી વાત છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM