તેલ અવીવ મ્યુઝિયમે ક્રિસ્ટીઝના વિરોધમાં હોલોકોસ્ટ ઇવેન્ટ રદ કરી

બ્રિટિશ ઓક્શન હાઉસે સ્વર્ગસ્થ ઑસ્ટ્રિયન વારસદારની માલિકીની 700થી વધુ વસ્તુઓના વેચાણમાં મુકતા તેલ અવીવ ગુસ્સે ભરાયું છે.

Tel Aviv Museum cancels Holocaust event in protest of Christie
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તેલ અવીવ મ્યુઝિયમ ઓફ આર્ટે મે મહિનામાં નાઝી પક્ષના સભ્યની વિધવા હેઈદી હોર્ટેનની લગભગ 200 મિલિયન ડોલરની જ્વેલરીના વેચાણના વિરોધમાં ક્રિસ્ટીઝ દ્વારા આયોજિત હોલોકોસ્ટ કોન્ફરન્સની યજમાનીમાંથી હાથ પાછો ખેંચી લીધો છે.

બ્રિટિશ ઓક્શન હાઉસે સ્વર્ગસ્થ ઑસ્ટ્રિયન વારસદારની માલિકીની 700 થી વધુ વસ્તુઓના વેચાણમાં મુકતા તેલ અવીવ ગુસ્સે ભરાયું છે. આ અગાઉ હેઈદીના પતિ હેલમુટ હોર્ટેને યહૂદીઓના વ્યવસાયોમાંથી એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર સામ્રાજ્ય બનાવ્યું હતું, જેમને 1930 ના દાયકામાં જર્મનીમાં વેચવાની ફરજ પડી હતી.

આ મ્યુઝિયમ વોશિંગ્ટન સિદ્ધાંતોની 25મી વર્ષગાંઠ નિમિત્તે રિફ્લેક્ટિંગ ઓન રિસ્ટિટ્યુશન કોન્ફરન્સનું આયોજન કરવાનું હતું. કલા લુપ્ત થતી હોય આંતરરાષ્ટ્રીય કરાર નાઝી શાસન હેઠળ ચોરી થયો હતો. જેમાં હોલોકોસ્ટથી બચી ગયેલા પરિવારો, ઇતિહાસકારો અને કાનૂની નિષ્ણાતો સામેલ થયા હતા. પરંતુ તે હવે એવું કહીને આ ઈવેન્ટની યજમાનીમાંથી પાછળ ખસી ગયું છે કે ટીકાઓ ધ્યાન આપવા લાયક છે. તે જાહેર પ્રજાની ભાવનાઓથી જોડાયેલા છે.

એક નિવેદનમાં ક્રિસ્ટીઝે કહ્યું કે તે મ્યુઝિયમના નિર્ણયનું સન્માન કરે છે. ક્રિસ્ટીઝે જણાવ્યું હતું કે તેણે એક વર્ષનો કાર્યક્રમ ગોઠવ્યો છે જે નાઝી દ્વારા લૂંટાયેલી કલાની પુનઃસ્થાપના અને આ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા આવશ્યક કાર્યને લગતા જટિલ મુદ્દાઓની વધુ જાગૃતિ અને સમજને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ છે. તે કાર્યક્રમો ચાલતા રહશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS