ઇઝરાયલના રમાતગાનમાં ૪૦મી વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સ યોજાઈ ગઈ

બુર્સના પ્રમુખ સહિત ૨૭ સભ્યોએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તે ઉપરાંત ડઝનેક જેટલાં યુવાન હીર ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.

The 40th World Diamond Conference held in Israel-1
સૌજન્ય : ફેસબુક - @TheWFDB
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઈઝરાયલના રમાતગાન ખાતે માર્ચ મહીનાના અંતમાં ખૂબ જ સફળતાપૂર્વક ધી વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સની ૪૦મી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ યોજાઈ ગઈ. ઇઝરાયલના ડાયમંડ વીક અંતર્ગત યોજાયેલી આ કોન્ફરન્સની થીમ ‘ચેન્જ એન્ડ ઈનોવેશન ઈન ધ ન્યૂ ડાયમંડ રિઆલટી’ની થીમ પર આધારિત હતી. બુર્સના પ્રમુખ સહિત ૨૭ સભ્યોએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તે ઉપરાંત ડઝનેક જેટલાં યુવાન હીર ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. ડબ્લ્યુએફડીબીની કોન્ફરન્સમાં મોશે સાલેમ અને ઇઝરાયલ ડાયમંડ વીકના ઉપપ્રમુખ યોરમ દ્વાશ ઉદ્દબોધન કર્યું હતું.

તે ઉપરાંત ઇઝરાયલ ડાયમંડ વીકના હોસ્ટ તરીકે બોઝ મોલ્ડાવસ્કીએ ભાષણ આપ્યું હતું. તેમજ ડી બિયર્સના કો ચૅરમૅન બ્રુસ ક્લીવર અને ડીઆરસી મિનિસ્ટર ઓફ માઈનના એચઈ એન્ટોઈનેટ એન સામ્બા કલમ્બેઈ વચ્ચે ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ કેલી, ડબ્લ્યુડીસીના પ્રેસિડેન્ટ એડવર્ડ એસ્ચર, કોનરોય ચેરન્ગના વાઈસ ચેરમેન શો તાઈ ફૂક, હીરા ઉદ્યોગકાર રશેલ સહર, સરીનના સીઈઓ ડેવીડ બ્લૉક અને ઝીમ્બાબ્વે સરકારના એલ્ટોન માકુમ્બેએ હાજરી આપી હતી. વિઝમન ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર એલોન ચેન અને યુએસના આર્યેહ લાઈટસ્ટોને પ્રવચન આપ્યું હતું.

  • The 40th World Diamond Conference held in Israel-2
  • The 40th World Diamond Conference held in Israel-3
  • The 40th World Diamond Conference held in Israel-4
  • The 40th World Diamond Conference held in Israel-5
  • The 40th World Diamond Conference held in Israel-6

ડબ્લ્યુડીબીના પ્રમુખ યોરામ દ્વાશે કહ્યું કે, આજે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. વેપારમાં વાતાવરણ બદલાયું છે. ગ્રાહકોની માનસિકતા બદલાઈ છે અને સ્પર્ધાની સ્થિતિ પણ બદલાઈ છે. આપણે ફેરફારોનો અભ્યાસ કરવો જોઈએ અને તેની સાથે અનુકૂલન સાધી વેપારમાં પ્રગતિની સફરને જાળવી રાખવાની દિશામાં યોગ્ય અને મક્કમ પગલાં લેવા જોઈએ. જો વિશ્વના હીરા ઉદ્યોગના નેતાઓ તરીકે આપણે અનુકૂલન નહીં કરીએ તો ઉદ્યોગ પાછળ રહી જશે. આપણે પાછળ રહી જઈશું. તેથી સમય સાથે કદમ મિલાવવા પડશે. ખાસ કરીને યુવાન ઉદ્યોગકારોના ડહાપણને તેઓની બુદ્ધિમતાને અપનાવવી પડશે. યુવાન હીરા ઉદ્યોગકારો હીરા ઉદ્યોગના ભાવિને યોગ્ય આકાર આપે તેવી અપીલ મંચ પરથી દ્વાશે કરી હતી.

આ કોન્ફરન્સમાં ડબ્લ્યુએફડીબીના પ્રમુખ તરીકે ફરી એકવાર યોરામ દ્વાશને ચૂંટવામાં આવ્યા હતા. ડબ્લ્યુએફડીબીના અધિકારીઓ અને એક્ઝિક્યુટીવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી, તેમાં વાઈસ પ્રેસિડન્ટ મોશેલ સાલેમ અને ફિલિપ બર્સામિયન, સેક્રેટરી જનરલ તરીકે રોની અનટર્મન, ટ્રેઝરર જનરલ મેહુલ શાહ તેમજ અહેમદ બિન સુલેમ, લિન ક્વિઆંગ, ઇલિયટ ક્રિશર, બોઝ મોલ્ડાવસ્કી, અનૂપ મહેતા, રામી બેરોન, એલન કોહેન, મોલેફી લેત્સિકી અને લોરેન્સ માનો એક્ઝિક્યુટિવ કમિટીમાં સમાવેશ કરાયો હતો.

આ કોન્ફરન્સમાં કોંગ્રેસે એવા વિષયોની સમીક્ષા કરી જે હાલમાં ઉદ્યોગને અસર પહોંચાડી રહ્યાં છે. કોન્ફરન્સમાં ભાગ લેનારા વિવિધ પ્રતિનિધિઓએ ડિજીટલ સર્ટિફિકેટ્સ અંગે જીઆઈએ દ્વારા લેવાયેલા પગલા વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. આ મિટીંગમાં એવું નક્કી કરાયું હતું કે ડબ્લ્યુએફડીબી આ મામલે જીઆઈએ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત આ કોન્ફરન્સમાં હીરાના માર્કેટિંગ વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડબ્લ્યુએફડીબી અને નેચરલ ડાયમંડ વચ્ચે આ મામલે સહિયારી કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તરે ડબ્લ્યુએફડીબીની પ્રતિષ્ઠાને વધુ ફેલાવવા માટે એક સમિતીની સ્થાપના કરવામાં આવી હતી. અંતે ડબ્લ્યુએફડીબીની સંસ્થાઓમાં યુવાન હીરા ઉદ્યોગકારોને સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. યુવાનોને નિર્ણયાત્મક હોદ્દાઓ આપવાનું પણ નક્કી કરાયું હતું, જેથી હીરા ઉદ્યોગના ભવિષ્યને વધુ બહેતર કરવાની દિશામાં કાર્ય કરી શકાય.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS