Kalpana-Gandhi
- Advertisement -MASSIVE TECH LAB

એ પ્રશ્નો જેના ઉત્તરો કોઈ ઉત્તરવહીમાં લખવાના નથી પરંતુ પોતાની જાતને જ તે સવાલો પૂછવાના છે અને પોતાની જાતને જ તેના સત્યનિષ્ઠ જવાબ આપવાના છે. આગળ પણ એવા જ અનેકવિધ પ્રકારના પ્રશ્નો છપાશે, જે સ્વમૂલ્યાંકનમાં અત્યંત ઉપયોગી નીવડશે, જેમાં વ્યક્તિત્વ નિખાર કે વિકાસ અંગે, સંબંધો વિશે, વ્યવસાયને લગતા અને અન્ય વિષયો પરત્વેના ક્વેશ્ચન છપાશે.

The answer will be found for life, just look into these questions-adhi-akshar-367

ધારો કે કોઈ વ્યક્તિ પોતાની આત્મકથા લખે, કાગળ પર કે મનની દીવાલો પર તેને આ પ્રશ્નાવલી અત્યંત મદદગાર નીવડશે અને જેઓ પોતાને માપવા ઈચ્છે છે તેમણે પણ. તો આગળના પ્રશ્નો જોઈને વિચાર કરી લઈએ…

  1. તમારો હાથ છુટ્ટો છે કે કરકસરિયો?
  2. તમે વ્યવસાયને આગામી દસ વર્ષમાં ક્યા લઈ જવા ઈચ્છો છો?
  3. આગામી દસ વર્ષોમાં ક્યા બિઝનેસનું ભવિષ્ય ઉજ્જવળ હશે?
  4. ધંધો સફળતાપૂર્વક કરવાનું તમારું સૂત્ર ક્યું?
  5. તમે કામની જગ્યાએ કામકાજ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો?
  6. તમે કામના સ્થળે ઈત્તર પ્રવૃત્તિઓ કરો, તે બરાબર ગણાય કે નહિ?
  7. તમારો વ્યવસાય કે જોબને તમે બદલવાનો વિચાર કદિ કર્યો? ક્યારે? શા માટે?
  8. તમારો વ્યવસાય તમને એ બધુ જ આપે છે, જે તમારે જોઈએ છે?
  9. તમે એકલા જ ઘરમાં કમાનારા છો કે અન્ય કોઈક પણ છે?
  10. તમારા જીવનસાથી કામકાજી વ્યક્તિ છે? તે શા માટે કામ કરે છે?
  11. ધારો કે તમારી પત્નિ તમારા કરતાં વધુ આવક ધરાવતી હોય તો?
  12. તમે બિઝનેસને સફળ બનાવવા કેવા પૂસ્તકો નિયમિતપણે વાંચો છો?
  13. તમે તમારો વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ કરવા સેમિનાર કે કોઈ કોર્સ કરો છો?
  14. તમારા ઘરના લોકો તમારા બિઝનેસ અને જોબથી ખુશ છે?
  15. તમારે આજીવિકા ચલાવવા એટલો સમય આપવો પડે છે કે ફેમીલી માટે નહિવત સમય બચે છે?
  16. તમારી આવક-જાવકની ખરી માહિતી કોઈના સાથે શેયર કરી શકો? કોની સાથે? શા માટે?
  17. તમે એટલા ‘વર્કોહોલિક’ છો કે તમારી પાસે લાગણીઓ શેયર કરવાનો સમય પણ નથી રહેતો?
  18. તમે આવક માટે અંગત સુખ ગીરવે મૂક્યા હતા?
  19. તમે મહા-મહેનતે પૈસા કમાવી શકો કે રમતા-રમતા બનાવી શકો?
  20. તમારા જીવનમાં ધનનું મૂલ્ય શું?
  21. તમારા જીવનમાં રૂપિયા-પૈસા, ધન-દોલત કેટલામાં ક્રમાંકે આવે છે?
  22. તમારી ઈન્કમ માટે ક્યારેય તમને ગીલ્ટી ફીલ થયું છે?
  23. તમે દેશ/પ્રાંત/શહેરના કાયદા-કાનૂનના દાયરામાં રહીને કમાણી કરો છો કે નિયમોને તાક પર મૂકીને? કે બંનેમાંથી જે સરળ હોય તે?
  24. તમારે આજીવિકા ચલાવવા તમારા વતનથી દૂર જવું પડ્યું?(આવવું પડ્યું?)
  25. તમે વતન બાહર આવ્યા ત્યારે ફેમેલીને સાથે લાવેલા કે પછીથી?
  26. તમારી કમાણીમાં તમારા લોકો અને જીવન સાથીનો ફાળો કેટલો?
  27. તમારી સફળતામાં અને નિષ્ફળતામાં ભાગીદાર કોણ-કોણ?
  28. શું તમારો એવો કોઈ શોખ છે જે કમાણી કરાવી શક્યો હોત પણ સંજોગોવશત્ તે સ્કીલ ડેવલપ કરી શકાઈ નહીં?
  29. રુટિનમાંથી રીલેક્સ થવા તમે શું કરો?
  30. શું તમારા માટે તમારી ઓફિસ ‘લક્ષ્મીનું મંદિર’ છે?
  31. તમે ઓફિસમાં પ્રાર્થના-પૂજા-ઈબાદત માટે જગા રાખી છે?
  32. તમારી ઓફિસમાં ‘મીડ-નેપ’ લેવા કોઈ જગ્યા છે?
  33. તમારી ઓફિસ કે ધંધામાં તમારા સગા હોય એવા લોકો કેટલા?
  34. તમે તમારા વ્યવસાયમાં તમારા લોકોને પ્રાધાન્ય આપો કે મેરીટને કે અન્ય કંઈ?
  35. તમે તમારા વ્યવસાયને સફળ બનાવવા અપ-ડેટ રહો છો?
  36. શું તમે તમારી સ્કીલને ડેવલપ કરવા કોઈ શિક્ષણ લીધું છે?
  37. શું તમે તમારા લોકો વચ્ચે સુસંગત રહેવા કોઈ સેમિનાર કરો છો?
  38. શું તમારી પાસે પ્રેરણાદાયક વ્યક્તિઓ ખાસ પ્રમાણમાં છે?
  39. શું તમારું મન તમારા ધંધામાં પૂરેપૂરૂ પોરવાય છે?
  40. શું તમે તમારા ધંધાકીય હરીફની પ્રસંશા કરી શકો છો?
  41. હરિફો પ્રત્યે તમારું વલણ કેવું છે?
  42. શું તમે હરીફના નજીકના માણસોને પોતાને ત્યાં ખેંચી લાવો છો?
  43. હરીફો તમારા વિશે શું વલણ ધરાવે છે?
  44. તમે સ્વસ્થ સ્પર્ધામાં માનો કે યેન-કેન-પ્રકારે જીતવામાં?
  45. તમારા બિઝનેસમાં કોઈ દુશ્મન છે? તમને તે વિશે જાણકારી છે? તેઓ પ્રત્યે તમારું વલણ કેવું છે?
  46. કોઈ સ્વજ્નને તમારી સફળતા આંખમાં ખૂંચે છે?
  47. બિઝનેસ કે વ્યવસાયમાં તમારુ વિઝન શું છે?
  48. તમારા માટે મિશન શું છે?
  49. તમે ક્યારેય કોઈના કામની ક્રેડિટ ચોરી છે? તમે કોઈ સાથે ક્યારેય દગો કર્યો છે?
  50. તમારી ક્રેડિટ કોઈકે ચોરી છે? છળ કપટ કર્યું છે?

વિસામો

પઢ લિખકે બડા હોકે / તૂ ઇક કિતાબ લિખના
અપને સવાલોં કા / તૂ ખુદ હી જવાબ લિખના

(પંક્તિઓ : આનંદ બક્ષી)


- Advertisement -SGL LABS