સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાની માલિકીના ડાયમંડ અને મોતીના હાર તેમજ કાનની બુટ્ટીઓને એક મ્યુઝિયમને વેચાયા બાદ ન્યુયોર્કની હરાજીમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
પ્રિન્સેસ ડાયનાએ જૂન 1997માં એક બૈલેટ પ્રદર્શનમાં જેને પહેરીને ભાગ લીધો હતો તેને સ્વાન લેક સુઈટ નામ આપવામાં આવ્યું હતું. મંગળવારે તા. 27મી જૂનના રોજ તે 5 મિલિયન ડોલરથી 15 મિલિયન ડોલરની અંદાજીત કિંમતમાં વેચવામાં આવનાર હતો.
પરંતુ હરાજી કરનારા ગ્યુર્નસીએ પોતાની વેબસાઇટ પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં એવું લખ્યું હતું કે પ્રિન્સેસ ડાયનાના સ્વાન લેક સુઈટને ખાનગી રીતે એક મોટા મ્યુઝિયમને વેંચી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત સુંદર અને આકર્ષક જ્વેલરીની હરાજી રદ કરવામાં આવી છે.
આ સુટ મિસ્ત્રના ફિલ્મ પ્રોડ્યુસર ડોડી ફાયદ કે જે પ્રિન્સેસ ડાયનાના નવા પ્રેમી હતા તેમણે બનાવડાવ્યો હતો અને પ્રિન્સેસને ગિફ્ટ આપ્યો હતો. તેમણે આ હાર રોયલ અલ્બર્ટ હોલમાં બૈલેટ સિઝનના ભવ્ય ઉદ્દઘાટનમાં પહેર્યો હતો.
ત્યાર બાદ આ મુકુટને જ્વેલર ગૈરાડને પરત કરવામાં આવ્યો હતો જેથી તે બે ઝુમખાં તૈયાર કરી શકે. દુઃખની વાત એ છે કે પ્રિન્સેસને તે ફરી ક્યારે મળી શક્યો નહીં. ઓગસ્ટ 1997માં એક કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયના અને ડોડી ફાયદ બંનેનું મૃત્યુ થયું હતું.
આ સ્યુટ યુક્રેનમાં એક “પ્રખ્યાત કુટુંબ” ખરીદ્યો હતો અને અત્યાર સુધી તેઓની માલિકી હેઠળ હતો. ઉલ્લેખનીય છે કે આ સુટના વેચાણમાંથી જે રકમ ઊપજી છે તેની આંશિક રકમ યુદ્ધગ્રસ્ત દેશના પુનઃનિર્માણ માટે દાન કરવામાં આવશે.
જણાવી દઈએ કે પ્લૅટિનમ નેકલેસમાં 164 બ્રિલિયન્ટ-કટ હીરા અને 14 માર્ક્વિઝ હીરા છે, જેનું કુલ વજન લગભગ 50 કેરેટ છે, ઉપરાંત પાંચ સાઉથ સી કલર્ચર્ડ પર્લ છે. મેચિંગ એરિંગ્સ 9.38 કેરેટ બનાવવામાં આવ્યા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM