સુરત ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં

સુરત ડાયમંડ બુર્સનું કામ પૂરું થાય પછી સંપુર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

Surat-Diamond-Bourse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

ડાયમંડ સિટી, સુરત

ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. 5 જુને સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દિવડાઓની મહા આરતી થશે.

9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના ગેટ અને ડાયમંડ બુર્સના બિલ્ડીંગમાં લગાવવામાં આવેલી લાઈટિંગ્સનું ટ્રાયલ રન આજે રાખવામાં આવ્યું હતું. જેમાં બુર્સ લાઈટિંગ્સથી જાણે દીપી ઊઠ્યું હતું. અમેરિકાના પેંટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે.

બુર્સનું કામ સંપૂર્ણ પૂરું થાય પછી સંપુર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. બુર્સની કેટલીક ઓફિસોના ફર્નિચરના કામ પૂર્ણ થઈ ગયા છે અને કેટલીક ઓફિસોમાં ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે.

બુર્સના પ્રથમ ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા, પાણી, ડ્રેનેજ નેટવર્ક, ઈલેક્ટ્રિ બ્યુટિફીકેશનની કામગીરી 104 કરોડના ખર્ચે શરૂ થઈ હતી. બીજા ફેઝમાં 215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું હતું.

બુર્સના વહીવટી ભવન સાથે 53000 ચોમી. જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS