- Advertisement -
આપણી પોતાની સફળતા વિશે પણ સૌ ક્યાં જાણતા હોય છે કે નિષ્ફળતા વિશે પણ એવું જ ને!
વ્યાવસાયિક શિખરો સર કરનારાઓ ફક્ત વ્યવસાયને દૃષ્ટિમાં નથી રાખતા પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ અવાર-નવાર જાતજાતની ચીજ-વસ્તુઓ કરતા રહે છે. જો તમારા વિશે કેટલાક પ્રશ્નો કરવામાં આવે તો તેના જવાબ શું હોઈ શકે.
લેટ્સ ચેક ઈટ. આ રહ્યા સવાલો, તમારી આંખ સમક્ષ
- ‘તમે એવી બાબતમાં જરૂર અવાજ ઉઠાવો, જેનાથી સજ્જન માણસને લાભ થાય દુ-ર્જનને ગેરલાભ થાય તો થાય!’ એ તમારા વિશે ખરું છે કે?
- ‘મારે માટે સત્યનિષ્ઠા કેટલી મહત્ત્વપૂર્ણ બાબત છે, પર્સનલ અને પ્રોફેશલ બંને જિંદગીમાં?’ આ વાક્યનો તમારે માટે પ્રામાણિક ઉત્તર શું હોઈ શકે?
- અત્યાર સુધીની જીંદગીમાં સૌથી મોટી નિષ્ફળતામાંથી તમે શું શીખ્યું અને તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાયું?
- પથ્થરથી ઠોકર લાગે તો તમે શું કરો?
- જગત વિશે તમારું મંતવ્ય કેવું છે, પોઝિટીવ, નેગેટીવ કે એકંદરે ઠીક-ઠીક?
- નકામી ચીજ-વસ્તુઓ, જૂના કપડા, બૂક્સ વગેરે વિશે તમારા ખ્યાલ કેવા છે?
- ‘તમે કેવી પોલિસી, સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જીવન જીવો છો?’ જણાવો.
- ‘અસંભવ’ શબ્દ વિશે તમારા વિચારો જણાવો?
- ફુરસદના સમયને તમે કેવી રીતે પસાર કરો છો?
- તમારે તમારામાં ત્રણ લક્ષણો સુધારવા હોય, તો તે વિશે તમને કોણ એવું છે જે શોધીને આપી શકે, કે જણાવી શકે કે આ સુધારો!
- તમારી સૌથી મોટી સ્ટ્રેન્થ શેમાં છે, શું છે?
- તમારુ જીવન ચાર થાંભલા પર ઉભેલું હોય તો એ ચાર થાંભલા પર તમે શું લખો, કેવી રીતે?
- તમે આજીવિકા ચલાવવા જે કાર્ય કરો છો તે તમને ‘જોબ-સેટીફેક્શન’ આપે છે?
- એવા ક્યા કામકાજ છે જે તમને ‘જોબ સેટીફેક્શન’ આપી શકે?
- તમે જે બનવાની કે થવાની શ્રેષ્ઠતમ સંભાવનાઓના ભંડાર છો, તે બની કે થઈ શક્યા છો?
- તમે કાર્યક્ષેત્ર પર સતત ‘એટીટ્યૂડ ઓફ ગ્રેટીટ્યૂટ’ રાખી શકો છો?
- તમારી અપેક્ષાઓ સકારાત્મક છે કે નકારાત્મક?
- તમે તમારી ઉપરીને વિશ્વાસમાં લીધા વગર મોડા પહોંચો છો?
- તમે કાર્યક્ષેત્ર પર સ્પર્ધાનો ભોગ બની જાઓ છો કે તેવી પરિસ્થિતિમાં જાત પર ભરોસો રાખી શકો છો?
- તમે એવા ક્ષેત્રમાં તો નિષ્ણાત નથી બની રહ્યા ને જે બાબત તદ્દન નિરર્થક હોય, તમારી મંઝિલની દિશામાં?
તમારે તમારામાં ત્રણ લક્ષણો સુધારવા હોય, તો તે વિશે તમને કોણ એવું છે જે શોધીને આપી શકે, કે જણાવી શકે કે આ સુધારો!
- તમને દરરોજ પચ્ચીસમો કલાક મળે તો તેનું શું કરો?
- તમે માસ્ટરી મેળવવા નાનામાં નાના માણસથી શીખવા સજ્જ રહો કે ઈગો અડચણરૂપ બને?
- તમને સાર્થકતાની અનુભૂતિ ક્યારે થાય છે, તે જણાવો.
- તમે કપરું અને અઘરું હોય તોય કામ છોડી દેતા નથી, ખરું ને?
- તમારા પ્રયાસો તમને ક્યાં લઈ જઈ રહ્યાં છે, તે તમે હંમેશા જાણતા હોય છો, સાચું છે?
- તમે અત્યંત કો-ઓપરેટીવ વ્યક્તિ છો, જેની કાર્યક્ષેત્ર પર રહેલા લોકો નોંધ પણ લે છે, એ સાચું છે?
- ‘હું સદા પ્રસન્નતાપૂર્વક જીવવામાં માનું છું.’ વિશેષ કરીને કાર્યક્ષેત્ર પર આ વિધાન સાચું છે?
- તમે ઘરેલુ કારણસર ગુસ્સામાં હોય તો તે ગુસ્સાનો કાર્યક્ષેત્ર પરના લોકો પર અસર થાય છે?
- તમે વ્યાવસાયિક રીતે સફળ વ્યક્તિ છો?
- તમે એક સફળ વ્યક્તિ કોને માનો છો?
- તમારા માટે સફળતાના ક્રાઈટેરીયા(માપદંડ) ક્યા ક્યા છે?
- સફળ વ્યકિત તેના દેખાવથી છતી થાય કે વ્યવહારથી?
- સફળ વ્યક્તિ બનવા માટે શું શું કરવું જોઈએ અને વિશેષ તો શું શું ન કરવું જોઈએ?
- તમે સફળતાની દૃષ્ટિએ કોને આદર્શ ગણો છો?
- તમે કોઈના આઈડલ પર્સન છો?
- તમે માનો છો કે સફળતા મેળવવા માટે કોઈપણ નીતિ-અનીતિને ધ્યાનમાં લીધા વગર આગળ વધી શકાય?
- તમે સફળતા સાથે સાર્થકતાભર્યું જીવો છો?
- સહકર્મચારીઓ અથના પાર્ટનર્સ સાથે તમારા સંબંધો કેવા છે?
- સહકર્મીઓ તમને કેવી નજરે જુએ છે?
- તમે સહકર્મીઓનુ મૂલ્યાંકન કઈ રીતે કરો છો?
- કોના સાથે સંબંધ રાખવા અને કોની સાથે નહીં, તે તમે શેના આધારે નક્કી કરો છો?
- તમારા વ્યવસાય કે ધંધામાં તમારી પર્સનાલિટીના પડઘા પાડતું સ્લોગન ક્યું છે?
- તમે ઓફિસ કે કાર્યક્ષેત્રમાં પોતાના પર્સનલ કામ કરો છો?
- તમે ઘરે કામ કરવા ફાઈલો લઈ જાઓ છો?
- કોરોનામાં ઘરે બેસી કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?
- કોરાનાને કારણે તમારા કામ પર કેવી અસર થઈ?
- મહામારી કે કુદરતી આફતો વખતે તમે શું દાન કરો છો? કે શું પ્રવૃતિ કરો છો?
- કોરોના જેવી કારમી પરિસ્થિતિ શા માટે ઉદ્દભવી કે આખુય વિશ્વ અટકી ગયું, તે વિશે તમે શું માનો છો?
- તમે કેટલી રીતે ઈન્કમ જનરેટ કરો છો?
- તમે ‘કરકસર’ ને શું ગણો છો?
વિસામો
કેટલીક વખત જાણી જોઇને મુર્ખ બનવું પડે છે પરંતુ ધૂર્ત બનવા કરતા તે સારું છે..!
- Advertisement -