ચૅમ્બર ઓફ કોમર્સ દ્વારા ડિસેમ્બરમાં બીટુસી ધોરણે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝીબીશન-ર૦ર૪’ યોજાશે

સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઈનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. : વિજય મેવાવાલા

The Chamber of Commerce to organize Sparkle Exhibition-2024 on B2C basis in December
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – SGCCI દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝીબીશન-ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચૅમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચૅમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એક્ઝીબીશન યોજાશે, જેમાં ભારતભરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઈનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.

તેમણે જણાવ્યું હતું કે, બીટુસી ધોરણે એક્ઝીબીશન યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચૅમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા માટે ખાસ કલેક્શન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લૂક સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેક્શન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેક્શનનું અહીં પ્રદર્શન કરાશે.

ચૅમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, લગ્નસરા ચાલી રહ્યા છે ત્યારે લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એક જ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચૅમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી ક્યાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઈનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે, જેથી કરીને લોકો એક જ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.

ગત વર્ષે સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે પણ લગ્નના તાંતણે બંધાવા જઈ રહેલા યુગલોને આમંત્રણ આપવામાં આવશે, જેથી તેઓને એક જ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેક્શન મળી રહેશે.

આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકનિકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઈન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં ક્લાસિક લુકની સાથે સાથે ફ્યુજન લૂક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.

આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફ્યુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એક્ઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS