સોનાની વધતી કિંમતો વચ્ચે વૈશ્વિક બજારમાં ચાંદીના ઘરેણાંની ડિમાન્ડમાં આશ્ચર્યજનક રીતે સકારાત્મક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી કુદરતી હીરા તથા રંગબેરંગી રત્નો જડેલા ચાંદીના દાગીનાની માંગ નીકળી છે. જોકે, ભારતની સરકારે કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ સેક્ટર માટે પ્રોત્સાહક જાહેરાતો કરી ત્યાર બાદ હીરા જડિત ચાંદીના દાગીનાના બજારમાં જોરદાર ટ્વીસ્ટ જોવા મળ્યો છે. ઝવેરીઓ હવે ચાંદીના દાગીનામાં લેબગ્રોન ડાયમંડ જડવા લાગ્યા છે. ચાંદીના ઝવેરાતના નિકાસકારો આ ક્ષેત્રમાં સારી તક જોઈ રહ્યાં છે. જોકે લોકોની પસંદગી બદલવામાં સમય લાગશે તેમ માનવામાં આવી રહ્યું છે.
બજારના નિષ્ણાતોના મતે ચાંદીના દાગીનાનું બજાર હંમેશાથી સારો દેખાવ કરતું રહ્યું છે. એપ્રિલ અને ડિસેમ્બર મહિનામાં ભારતમાંથી ચાંદીના દાગીનાની કુલ નિકાસ અગાઉના વર્ષોની સરખામણીએ 28 ટકા વધીને 2.51 બિલિયન ડોલર થઈ છે. જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં 1.96 બિલિયન ડોલર હતી.
તાજેતરના ટૂંકા સમયગાળામાં સિલ્વર જ્વેલરીની એક પેટા કેટેગરી હીરા જડિત સિલ્વર જ્વેલરીના કલેક્શનમાં સતત સારો ગ્રોથ જોવા મળ્યો છે. આ સેક્ટરની માંગમાં થયેલા વધારા સંદર્ભે જીજેઈપીસીની સિલ્વર જ્વેલરી પેનલના કન્વીનર ક્રિષ્ના બી. ગોયલ કહે છે કે, “હીરા સાથેના સિલ્વર જ્વેલરી સેટની માંગ પહેલીવાર 2008-09ના મંદીના સમયગાળામાં નીકળી હતી. તે સમયે અમેરિકામાં આવી જ્વેલરીનું આકર્ષણ જોવા મળ્યું હતું. તે સમયે કુદરતી હીરાથી ભરેલી ડિઝાઇનર સિલ્વર જ્વેલરી આ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. ફરી તે જ પ્રમાણે ડાયમંડ સ્ટોન જડેલી સિલ્વર જ્વેલરી ટ્રેન્ડમાં આવી છે.”
ક્રિષ્ના ગોયલની 1978થી જયપુરમાં દ્વારકા જેમ્સ નામની જ્વેલરી બ્રાન્ડ છે. તેઓ કલરફુલ જેમસ્ટોન સાથે સિલ્વર જ્વેલરીના એક્સપોર્ટ માટે જાણીતા છે. તેઓ 18 કેરેટ સોનામાં હીરા અને કલર જેમસ્ટોનના દાગીના બનાવવા માટે પણ પ્રખ્યાત છે. જોકે આજે પણ તેમના બિઝનેસમાં ચાંદીના દાગીનાનો હિસ્સો મોટો છે.
યુરોપ અને યુએસએની તંદુરસ્ત બજારની માંગના ડેટાના આધારે ગોયલ કહે છે કે, “તાજેતરના દિવસોમાં ટેક્નોલોજી અને મશીનરીમાં રોકાણ કરવું ફરજિયાત બની ગયું છે. બજારમાં મેટ ફિનિશ અને ટેક્ષ્ચર મેટલની જ્વેલરી લોકપ્રિયતા વધી રહી છે. તેથી અમારે વિદેશમાં અમારા ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને નિયમિત પણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. આજના જમાનામાં લોકોની પસંદગી ઝડપથી બદલાતી રહે છે તેથી તેઓની પસંદગીને અનુરૂપ પરિવર્તનને અપનાવવા માટે ટેક્નોલોજી, મશીનરી અને રિસર્ચ તથા ડેવલપમેન્ટમાં સતત રોકાણ કરતા રહેવું પડે છે.” ગોયલ માને છે કે, “કાચા માલ પર ઊંચી ડ્યુટીના ખર્ચને અંકુશમાં લેવા માટે, તેઓ ફિલિગ્રી, લેસર કટીંગ અને 3D જેવી તકનીકોનો વધુને વધુ આશરો લેશે જે ટુકડામાં વધુ ફોર્મ ઉમેરશે પરંતુ મેટલનું વજન જાળવી રાખશે.”
અમદાવાદની કર્મા ડિઝાઈન્સના માલિક વિવેક શાહ આ વાતથી સંમત થતા કહે છે કે, “આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરા જડિત ચાંદીના ઘરેણાંની માંગ વધી છે. કારણ કે તે કિંમતની દ્રષ્ટિએ સારો વિકલ્પ છે. અમારી ચાંદી અને હીરાની ડિઝાઇન યુએસએ અને યુકેમાં અસાધારણ રીતે સારું પર્ફોમન્સ કરી રહી છે. ખરેખર તો અમારી જ્વેલરી તાજેતરમાં L’Officiel USA ના કવર પર દર્શાવવામાં આવી હતી!”. તેમણે વધુમાં કહ્યું કે, “સામાન્ય રીતે અમારી 0.10 કેરેટથી 0.25 કેરેટની ડિઝાઇન વધુ લોકપ્રિય છે.”
જીજેઈપીસીના કોસ્ચ્યુમ જ્વેલરીના કો-કન્વીનર અને જયપુરની શ્રી અરિહંત મંગલ એક્સ્પોર્ટ ઈમ્પોર્ટ પ્રા. લિ.ના ડિરેક્ટર વિકાસ બાયડ પોતાનો મત વ્યક્ત કરતા કહે છે કે, “તેઓ પોતે યુએસએ, યુરોપ અને રશિયામાં હીરા જડિત ચાંદીના ઘરેણાંની નિકાસ કરે છે. આ એવા દેશો છે જ્યાં હીરા જડિત ચાંદીના ઝવેરાતની માંગ વધારે છે. બાયડ કહે છે કે અમે ખાસ કરીને આર્ટ ડેકો પ્રેરિત સિલ્વર જ્વેલરી બનાવીએ છીએ જેની કિંમત $ 40 અને $ 100 ની વચ્ચે હોય છે અને ડિઝાઇનના આધારે લગભગ 10 સેન્ટ થી 30 સેન્ટના હીરાનો ઉપયોગ કરીએ છીએ. અમે આ કેટેગરીમાં વિવિધ ટેક્સ્ચરલ ફિનિશને રજૂ કરવા માટે ટૂલ્સ અને ટેક્નોલોજીની પણ આયાત કરીએ છીએ.”
બાયડ દ્રઢપણે માને છે કે સ્થાનિક એટલે કે ભારતીય બજારમાં જ વેપારની વિશાળ સંભાવના છે. દુઃખની વાત છે કે, કોઈએ પણ આ કેટેગરીને પ્રોત્સાહન આપ્યું નથી. સોનાના ભાવમાં ઉછાળા સાથે, ચાંદીને પસંદગીની ધાતુ બનવાની દરેક તક મળે છે. તેથી આ ક્ષેત્રમાં વધુમાં વધુ એક્સ્પલોઝર થવું જોઈએ.
તાજેતરમાં 2023ના કેન્દ્રીય બજેટમાં ભારત સરકારે લેબગ્રોન ડાયમંડ માટે સારી પ્રોત્સાહક જાહેરાતો કરી તેના લીધે ચાંદીના ઝવેરાતના નિકાસકારોને નવું ક્ષેત્ર ઉભરતું હોવાની આશા દેખાઈ છે. કાચા માલ પર વધતી આયાત ડ્યૂટીના ખર્ચને સરભર કરવા અને નફો વધારવા માટે ટૂંક સમયમાં ઝવેરીઓ લેબગ્રોન ડાયમંડ સિલ્વર જ્વેલરીનો આકર્ષક વિકલ્પ અપનાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
કુદરતી હીરાની સરખામણીએ લેબગ્રોન ડાયમંડની કિંમત લગભગ 60થી 80 ટકા જેટલી ઓછી હોય છે, જેના લીધે ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ સિલ્વર જ્વેલરીના મેન્યુફેક્ચરર્સ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને જયપુરના નાના નિકાસકારો માટે.
લેબગ્રોન ડાયમંડ સાથે સિલ્વર સેટની લોકપ્રિયતામાં પહેલાંથી જ વધારો જોવા મળી રહ્યો છે. યુ.એસ.એ.ના તમામ મોટા રિટેલર્સ જેમ કે મેસીઝ, ક્લેર વગેરે લેબગ્રોન ડાયમંડ જડેલા હોય તેવા ચાંદીના ઝવેરાત વર્ષોથી રાખે છે. હાલના વર્ષોમાં યુએસના બજારમાં લેબગ્રોન ડાયમંડ જડિત સિલ્વર જ્વેલરીના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.
એલજીડીની લોકપ્રિયતા વધી રહી હોવાના કારણો જણાવતા બાયડ કહે છે કે “એલજીડી સાથે ડિઝાઇનર સિલ્વર જ્વેલરીનું સંમિશ્રણ પોકેટ ફ્રેન્ડલી છે. તેને ફાઇન જ્વેલરી તરીકે પણ ઓળખી શકાય છે. આજની પેઢી હાઈ ફેશન જ્વેલરીને પસંદ કરે છે. આ માત્ર શહેરી ગ્રાહકોમાં જ નહીં, પરંતુ શ્રેણી II અને III ના નગરોના યુવાનોમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો સારી રીતે માર્કેટિંગ કરવામાં આવે તો, આ કેટેગરીમાં ભારતમાં પણ વૃદ્ધિ જોવા મળી શકે છે,”.
મોટા કે નાના વિદેશી સાહસોમાં તાજેતરમાં જોવા મળેલા ગ્રોથ અંગે વાત કરતા શાહ કહે છે, “તે બધા આજે એવા વિક્રેતાઓ સાથે વેપાર કરવા માગે છે કે જેઓ સોર્સિંગના સંદર્ભમાં નૈતિક રીતે ફરિયાદ કરે છે, સોશિયલી કમીટેડ છે અને માનવ અધિકારના મુદ્દાઓનું પાલન કરે છે, શું આપણે પર્યાવરણને અનુકૂળ માર્ગો અપનાવી રહ્યા છીએ? મોટા ભાગના વિદેશી ઉદ્યોગકારો એ જાણવા માંગે છે કે શું ભારતીય ઝવેરીઓ આરજેસીના સભ્યો છે. તેઓ માલ વિશે લેખિત બાંયધરી માંગે છે. તેથી, ભલે આપણે કુદરતી અથવા લેબમાં ઉત્પાદિત કૃત્રિમ હીરાનો ઉપયોગ કરીએ. વિદેશી વેપારીઓ સર્ટીફિકેટ માંગે છે જેથી વેપારમાં પારદર્શિતા જળવાઈ રહે. ભારતીય ઝવેરીઓ CVD અથવા HPHT કૃત્રિમ હીરાનો ઉપયોગ કરી રહ્યા છીએ કે કેમ તે ચકાસવાની જરૂર છે. હાલમાં, ભારતીયો LGDs પ્રમાણિત કરવા માટે મોટી લેબ પર આધાર રાખે છે. હું માનું છું કે કોઈપણ કેટેગરીના હીરાનું પરીક્ષણ નૈતિક વ્યવસાય કરવા માટે કરોડરજ્જુ બની રહેશે.”
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM