The diamond market weakened in August due to economic challenges and the expansion of synthetic diamonds-1
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

યથાવત રહેલા આર્થિક પડકારો અને સિન્થેટિક્સ ડાયમંડના વિસ્તરણને કારણે ઓગસ્ટ મહિનામાં ડાયમંડ માર્કેટ નબળું પડ્યું એમ રેપાપોર્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. G7 સરકારો ટૂંક સમયમાં રશિયન ગૂડઝ માટે કડક સોર્સ ડિસ્કલોઝર નિયમો લાદશે તેવી સંભાવનાએ પણ અનિશ્ચિતતા ઊભી કરી હતી.

ઓગસ્ટમાં 1-કેરેટ હીરા માટે RapNet ડાયમંડ ઇન્ડેક્સ 4.7 ટકા ઘટ્યો હતો. 0.30-કેરેટ RAPI પણ 4.7 ટકા ઘટ્યો. એપ્રિલ 2020માં કોવિડ-19 કટોકટીની ટોચ પછી આ બંનેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. 0.50-કેરેટના સ્ટોનનો ઇન્ડેક્સ 8.6 ટકા ઘટ્યો. 2005માં રેપનેટ ઇન્ડેક્સ રેકોર્ડ્સ શરૂ થયા ત્યારથી કોઈપણ મહિનાનો સૌથી તીવ્ર ઘટાડો છે અને 3-કેરેટ હીરાના ભાવમાં 2.1 ઘટાડો નોંધાયો છે.

RAPI ટ્રેક કરતાં લોઅર કલર અને ક્લેરિટીવાળા સ્ટોન માટે બજાર વધુ મુશ્કેલ હતું. RapNet પર 1-કેરેટ, D-L, IF-SI2 વસ્તુઓની કિંમતો 5.7 ટકા ઘટી હતી.

આ ઘટાડો અમેરિકા અને ચીનમાં નબળાં રિટેલ વેચાણ તેમજ લેબગ્રોન ડાયમંડની સ્પર્ધાને દર્શાવે છે. ડાયમંડ ઉદ્યોગ આશંકાઓ સાથે હોલીડે ઉજવી રહ્યો છે. સુરતના હીરાઉદ્યોગની વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવારમાં ઘણા ડાયમંડ કારખાનાઓમાં એક સપ્તાહની રજા આપી દેવામાં આવી છે.

રેપાપોર્ટના અહેવાલ મુજબ રાઉન્ડ શેપની વેલ્યૂમાં ફૅન્સી શેપ કરતા વધારે ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ફૅન્સી શેપ ડાયમંડ સામાન્ય રીતે રાઉન્ડની સરખામણી ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરતા હોય છે. પરંતુ પિઅર્સ પ્રાઇસ લિસ્ટ સાત કેટેગરીમાં રાઉન્ડ સાથે મેળ ખાય છે. ઉત્પાદનમાં વધારો અને માંગમાં ઘટાડો થવાને કારણે સ્કેવરનું Cushions ડાયમંડનું બજાર ઠંડું પડ્યું છે.

ભારતીય મેન્યુફેકચર્સે લગભગ 40 ટકા થી 50 ટકા ક્ષમતા પર પોલિશ્ડ ઉત્પાદન જાળવી રાખ્યું છે. જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા (GIA)માં સર્ટિફિકેટ માટે આવતા ડાયંમંડની સંખ્યામાં ઘટાડો થયો છે જેને કારણે GIAએ કેલિફોર્નિયાના કાર્લ્સબડ ખાતેના તેના હેડક્વાર્ટર ખાતે આશરે 20 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા.

પોલિશ્ડ ડાયમંડમાં નબળી ડિમાન્ડને કારણે રફ ડાયમંડના પુરવઠામાં પણ ઘટાડો નોંધાયો છે. ડી બીયર્સનું ઓગસ્ટ વેચાણ વાર્ષિક ધોરણે ઓગસ્ટ મહિનામાં 42 ટકા ઘટીને 370 મિલિયન ડોલર થયું. Okavango ડાયમંડ કંપનીએ પણ ઓગસ્ટ મહિનામાં 48.5 મિલિયન ડોલરની કમાણી કરી હતી, જે જુલાઈ મહિનાની સરખામણી 55 ટકા ઓછી છે.

ચીનની રિટેલ અને હોલસેલ માંગ ધીમી રહી, કારણકે ચીનનું અર્થતંત્ર ધીમું હતું. પ્રદર્શકો આગામી જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ હોંગકોંગ શોમાં પ્રમાણમાં હળવા વેપારની અપેક્ષા રાખે છે. લગ્નની સિઝન શરૂ થતાં જ ભારતના સ્થાનિક જ્વેલરી માર્કેટમાં 1 કેરેટ કરતાં ઓછી પોલિશનું વેચાણ વધે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant