DIAMOND CITY NEWS, SURAT
ડીએમસીસીએ (દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટર) તાજેતરમાં તેની ફ્યુચર ઓફ ટ્રેડ થોટ લીડર રિપોર્ટ સિરિઝની એક સ્પેશ્યિલ આવૃત્તિ બહાર પાડી હતી જેમાં લેબગ્રોન ડાયમંડ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આ નવી ટેક્નોલોજીના ઝડપી વૈશ્વિક ઉદય અને હીરા ઉદ્યોગ પર તેની પરિવર્તનકારી અસરો વિશે વિસ્તૃત છણાવટ આ રિપોર્ટમાં કરવામાં આવી છે.
કમિંગ ઓફ એજ-ધ ફ્યુચર ઓફ લેબગ્રોન ડાયમંડ્સ શીર્ષક ધરાવતો આ અહેવાલ ઉદ્યોગની કુશળતા અને ઊંડાણપૂર્વકના વિશ્વલેષ્ણની પરાકાષ્ઠા દર્શાવે છે. તે લેબગ્રોન ડાયમંડ સેક્ટરના લેન્ડસ્કેપને નેવિગેટ કરવા સાથે આ ઉદ્યોગમાં રસ ધરાવનારાઓ માટે એક વ્યૂહાત્મક હોકાયંત્ર પ્રદાન કરે છે, જેથી તેઓ ભવિષ્યનો રસ્તો શોધી શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉદ્યોગના ઉદયને પ્રેરિત કરતી ગતિશીલતા અંગે પણ તેમાં છણાવટ કરવામાં આવી છે.
નોંધનીય છે કે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ 2022માં 12.24 બિલિયન ડોલરનો નોંધપાત્ર રિટેલ સેલ્સ નોંધાવ્યું છે. જે જ્વેલરી સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટ તરીકે જોવાઈ રહ્યું છે. સેમિકંડક્ટર્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા નવા ડોમેન્સનો સમાવેશ કરવા માટે તેનું એક્સ્પાન્સન થઈ રહ્યું છે.
ડીએમસીસીના એક્ઝિક્યુટીવ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અહેમદ બિન સુલેમે કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી હાલ સંક્રમણના તબક્કામાં છે. યુએસમાં ધીમી વૃદ્ધિ અને માર્કેટ શિફ્ટ સાથે અનુકૂલન સાધવાનું કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે ચીન, યુરોપ મધ્યપૂર્વ અને ભારત જેવા બજારોની તે શોધ કરી રહ્યું છે. આ ટેક્નોલૉજી અને વેપારના આંતરીક પ્રતીક તરીકે લેબગ્રોન ઈન્ડસ્ટ્રીના ઉદય સાથે તેની પાસે રહેલી સંભાવનાઓ અદ્દભૂત છે.
વૈશ્વિક વેપાર હબ તરીકે દુબઈ લેબગ્રોનની નવીનતા અને વેપાર માટે એક વ્યૂહાત્મક સ્થાન પ્રદાન કરે છે, જે ભવિષ્યની કલ્પના કરે છે. જ્યાં લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી સસ્ટેનિબિલિટીને પુન:વ્યાખ્યાયિત કરે છે. આ પરિવર્તનશીલ યુગમાં દુબઈને અગ્રણી બળ તરીકે સ્થાન પામતા જોઈને અમે ઉત્સાહિત છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM