DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં હોંગકોંગ ખાતે જેમ એન્ડ જ્વેલરી શો યોજાઈ ગયો, તે પ્રદર્શકોની અપેક્ષામાં ઉણો ઉતર્યો હોવાની વિગતો સામે આવી છે. હોંગકોંગ શોમાં ભાગ લેનાર પ્રદર્શકોએ રેપાપોર્ટ ન્યૂઝને જણાવ્યું હતું કે મહત્ત્વપૂર્ણ જેમ એન્ડ જ્વેલરી વર્લ્ડ હોંગકોંગ શોમાં હીરાનો વેપાર ધીમો જોવા મળ્યો હતો. કારણ કે ચીની બાયર્સે તેમની ખરીદી મર્યાદિત કરી હતી.
આ શોમાં બાયર્સની એક્ટિવિટી ઓછી જોવા મળી હતી. આર્થિક મંદી વચ્ચે ચીનની મેઈનલેન્ડ તરફથી નીકળેલી ઓછી ડિમાન્ડને તે પ્રતિબિંબિત કરતો હતો.
સપ્લાયર્સે 5 કેરેટ હેઠળ પોલિશ્ડનું લઘુતમ વેચાણ નોંધાવ્યું હતું. મોટા ઉચ્ચ મૂલ્યવાળા પત્થરોમાં થોડી હિલચાલ જોવા મળી હતી. કારણ કે હાઈ એન્ડ બ્રાન્ડ્સ અને ધનવાન ગ્રાહકોએ ખરીદી કરવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ આ સોદા હજુ પણ મર્યાદિત હતા એમ પ્રદર્શકોએ જણાવ્યું હતું. સિંગાપોર અને ફિલિપાઈન્સ જેવા નાના એશિયન બજારોએ કેટલાંક વેચાણની સારી ઓફરો કરી હતી.
હોંગકોંગ સ્થિત કંપની દેહોસના ફાઉન્ડર એફ્રાઈમ ઝિઓને કહ્યું કે અમે થોડી અપેક્ષાઓ સાથે આવ્યા હતા. ઊંચી ક્વોલિટીના મોંઘા હીરા, સ્ટોન અને દાગીનાના સપ્લાય દેહોસ કંપનીના એફ્રાઈમ ઝિઓને વધુમાં કહ્યું કે, અમે થોડો ધંધો કર્યો. વધારે ધંધાની આશા હતી. અમે વિચાર્યું કે અમે થોડા ચીની બાયર્સને મેળવવા જઈ રહ્યાં છીએ પરંતુ કમનસીબે એવું બન્યું નહોતું. કેટલાંક લોકોએ 10 કેરેટની ફલોલેસ ડાયમંડ વેચ્યા હતા, પરંતુ તેઓ કેટલીક મોટી બ્રાન્ડનસે ખૂબ સસ્તી વેચતા હતા. એવા ઘણા લોકો હતા જેઓ ખોટમાં વેચતા હતા.
પ્રદર્શકોએ સમજાવ્યું કે પોલિશ્ડની કિંમતોમાં નીચે તરફના ટ્રેન્ડને લીધે ગ્રાહકોની હીરા ખરીદવાની ઈચ્છાને પ્રતિબંધિત કરી. કારણ કે તેઓ તેમની ઈન્વેન્ટરીનું અવમૂલ્યન જોવા માંગતા ન હતા.
હરિક્રિષ્ણા એક્સપોર્ટર્સના સીઈઓ બ્રિજેશ ધોળકીયાએ કહ્યું કે, આ શોમાં એવા લોકો હતા કે જેઓ કિંમતો જોતા અને ચેક કરતા હતા પરંતુ દરેક વ્યક્તિ નીચા ભાવ અંગે સાવચેત હતા. આશા છે કે ઓછા ઉત્પાદનની કિંમતો પર સકારાત્મક અસર પડશે.
હાઈ પ્રોફાઈલ ચાઈનીઝ રિયલ એસ્ટેટ કંપનીઓ એવરગ્રાન્ડે ગ્રુપ અને કન્ટ્રી ગાર્ડનને અસર કરતી દેવાની કટોકટીએ અર્થવ્યવસ્થાને ધૂમ મચાવી છે. ગયા વર્ષની કોવિડ 19ની મંદીમાંથી સંપુર્ણ રિક્વરી અટકાવી છે.
જોકે, હીરાની માંગમાં ઘટાડો તેનાથી આગળ વધ્યો છે, તેમ શાંઘાઈ સ્થિત જેમસ્ટોન ડીલરશીપ એન્ડ કન્સલ્ટન્સી ફર્મ સ્કાયવોક ગ્લોબલના પ્રવક્તા શેને જણાવ્યું હતું. તેમણે કહ્યું, હોંગકોંગ શોમાં અમે ધીમા વેપારનું નિરિક્ષણ કર્યું હતું. નવા એપલ આઈફોન 15ની મોટા પાયે ડિમાન્ડના અહેવાલોને ટાંકીને તેમણે વધુમાં કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડની સ્પર્ધાને કારણે કુદરતી હીરાની માંગમાં ઘટાડો થયો છે, જ્યારે સોના, મોતી અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનું વેચાણ વધ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, મને નથી લાગતું કે ડાયમંડની ઓછી ડિમાન્ડને અર્થતંત્ર સાથે કોઈ લેવાદેવા છે. ગ્રાહકો લેબગ્રોન ડાયમંડ તરફ વળી રહ્યાં છે અને વેપારના સભ્યો ગ્રાહકોની ડિમાન્ડને ફોલો કરી રહ્યાં છે. અર્થતંત્રની કોઈ વાત નથી. માત્ર કન્ઝ્યુમર ટ્રેન્ડ જ બજાર પર અસર કરી રહ્યાં છે.
હોંગકોંગના એરપોર્ટ નજીક એશિયા વર્લ્ડ એક્સપો ખાતે 18 થી 22 સપ્ટેમ્બર સુધી શોનો લુઝ સ્ટોન્સ વિભાગ ચાલુ રહ્યો હતો. ફિનિશ્ડ જ્વેલરી પ્રદર્શકોએ 20થી 24 સપ્ટેમ્બર દરમિયાન વાન ચાઈ જિલ્લામાં હોગકોંગ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (HKCEC) ખાતે તેમનો વેપારી માલ પ્રદર્શિત કર્યો હતો. કોવિડ-19 રોગચાળા પહેલાં આ પહેલીવાર હતું જ્યારે ઈવેન્ટ બે સ્થળો પર ફેલાયેલી હતી.
હોંગકોંગ શોનું આયોજન કરનાર ઈન્ફોર્મા માર્કેટ્સના જ્વેલરી ફેરના ડિરેક્ટર સેલિન લાઉએ કહ્યું કે, જેમ જેમ ઇન્ડસ્ટ્રી રિક્વરીના તબક્કામાંથી પસાર થઈ રહી છે તેમ તેમ પડકારો નોંધપાત્ર રીતે અસર કરી રહ્યાં છે. આવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નહોતું. જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડના વધેલા મહત્ત્વ પર ભાર મૂકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM