લેબગ્રોન ડાયમંડને હવે હીરા ઉદ્યોગ ગંભીરતાથી લેવા લાગ્યો છે. પાછલા પાંચ-છ વર્ષમાં ભારતમાં જે ગતિથી લેબગ્રોન ડાયમંડનો વેપાર ફૂલ્યોફાલ્યો છે તે જોતાં હવે વિશ્વના હીરા ઉદ્યોગકારો આ બિઝનેસ તરફ આકર્ષ્યા છે. તાજેતરમાં તા. 10મી જુલાઈના રોજ દુબઈ ખાતે દુબઈ મલ્ટી કોમોડીટી સેન્ટર દ્વારા લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ અને ફ્યુચર માટેની તકો અને તેની સામેના પડકારો મામલે ચર્ચા કરવા માટે એક વર્લ્ડ લેવલની લેબગ્રોન ડાયમંડ સિમ્પોઝિયમનું આયોજન કરાયું હતું.
“બિલ્ડિંગ લેબ-ગ્રોન ડાયમંડ્સનું ઓન બ્રાઈટ ફ્યુચર” થીમ હેઠળ આયોજિત આ સિમ્પોઝિયમમાં વિશ્વભરમાંથી ડાયમંડ ઉત્પાદકો, રિટેલર્સ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ સહિત 230 થી વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. આ સિમ્પોઝિયમમાં રચનાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્રણ પેનલ દ્વારા ઈકોનોમી, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રતિષ્ઠા અને સસ્ટેનિબિલિટી સહિતના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરના એક્ઝિક્યુટીવ ચૅરમૅન અને સીઈઓ અહેમદ બિન સુલેમ દ્વારા આ સિમ્પોઝિયમમાં ભાગ લેનારા વિવિધ પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહેમદ બિન સુલેમે કહ્યું હતું કે LGD સિમ્પોસિયમ એ પ્રકારનો પ્રથમ અને સમયરનું ગેટટુગેધર છે જે આ ટેક્નોલૉજી-સંચાલિત ઉદ્યોગનો સામનો કરી રહેલા મુદ્દાઓને વિવેકપૂર્ણ રીતે જુએ છે. ગયા વર્ષે દુબઈ દ્વારા લેબગ્રોન હીરાના 1.5 બિલિયન ડોલરથી વધુના વેપાર કરવામાં આવ્યો હતો, જે વાર્ષિક સરેરાશ અનુસાર 126% નો વધારો સૂચવે છે. અહેમદ બિન સુલેમે વધુમાં કહ્યું કે, અમે લેબગ્રોન ડાયમંડ અને તેની એપ્લિકેશનમાં ઝડપી વધારો જોઈ રહ્યા છીએ. ફાઈન જ્વેલરીથી લઈને સેમિકન્ડક્ટર્સ અને હીટ સિંક સુધી તમામ કેટેગરીમાં ગ્રોથની અસીમિત તકો રહેલી છે. આ સિમ્પોઝિયમ એ LGDના વિકાસના માર્ગમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે, જે આવનારા વર્ષોમાં આ અનોખી ટેક્નોલોજીની દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિને સુરક્ષિત કરવા માટે વૈશ્વિક ઉદ્યોગ મૂવર્સ વચ્ચે સંવાદ માટે મંચ સ્થાપિત કરે છે.
લેબગ્રોન હીરાની સતત માંગને સુનિશ્ચિત કરવા માટે માર્કેટિંગ અને બ્રાન્ડિંગની ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી. તેમજ જે રીતે સસ્ટેનિબિલીટ અને સ્ટેટસની ચર્ચા થાય છે તે જોતાં લેબગ્રોન હીરાની લાંબા ગાળાની પ્રતિષ્ઠામાં મહત્ત્વનો ફાળો આપે છે એવો મત બહાર આવ્યો હતો. ઈન્ડસ્ટ્રી ઈકોનોમી લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ અને ઉદ્યોગની નફાકારકતામાં સુધારો કરવા અને સપ્લાય ચેઇન ફંડિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ બાબતો જરૂરી હોવાનું તારણ ચર્ચામાં બહાર આવ્યું હતું.
સિમ્પોઝિયમના ટેક્નોલૉજી સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી કે કેવી રીતે વધુ કાર્યક્ષમ રિએક્ટર જેવી નવી ટેક્નોલોજીથી ઉત્પાદનને વધુ ખર્ચ ઘટાડી શકાય. તેમજ કેવી રીતે ટેક સેક્ટર જ્વેલરી કરતાં વધુ બેંકેબલ છે. એલજીડીની ટેક એપ્લિકેશન માટે તકોની વ્યાપક શ્રેણીને બહાર લાવે છે. વધુમાં, બીજા સત્રમાં એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે LGDs ની પ્રાઇસ એક્સેસિબિલિટીનો અર્થ એ છે કે તેઓ પરંપરાગત જ્વેલરી ડિઝાઇન્સ માટે મર્યાદિત નથી, એટલે કે સનગ્લાસ, હેન્ડબેગ્સ અને અન્ય સમાન ઉત્પાદનોની ડિઝાઈન જેવી વ્યાપક એપ્લિકેશનો સાથે LGDsનું માર્કેટિંગ કરવું જોઈએ.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓમાં ડાયમંડ ફાઉન્ડ્રીના ટોબી ક્રુસનો સમાવેશ થાય છે, જેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચવામાં આવતા નેચરલ અને લેબ ડાયમંડના ઉત્પાદનોનું પ્રમાણ લગભગ સમાન છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ડૉ. રામચંદ્ર રાવ અને ઉદ્યોગના દિગ્ગજ ટોમ ચૅથમ લેબગ્રોન ડાયમંડ અંગે ઉદ્યોગકારોને શિક્ષિત કર્યા હતા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM