DIAMOND CITY NEWS, SURAT
કુદરતી હીરાને પ્રોત્સાહન આપવાના હેતુથી એન્ટવર્પ રફ ડાયમંડ એક્સચેન્જ દ્વારા નેચરલ ડાયમંડ કાઉન્સિલ સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે.
Antwerpsche Diamantkring, એન્ટવર્પનું રફ ડાયમંડ એક્સચેન્જ, કુદરતી હીરાને પ્રોત્સાહન આપવા માટે નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) સાથે ભાગીદારી કરે છે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, કુદરતી હીરાના માર્કેટિંગ માટે ફરજિયાત સંસ્થા NDCને નાણાંકીય સહાય પૂરી પાડનારું આ એક્સચેન્જ પહેલું ડાયમંડ બુર્સ છે. એનડીસીના અભિયાનો અને શૈક્ષણિક કાર્યક્રમોને સમર્થન આપવા માટે ડાયમન્ટક્રિંગ તેના સભ્યો સાથે જોડાશે. તેના બદલામાં NDC એન્ટવર્પ્સે ડાયમન્ટક્રિંગના રફ ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપશે.
યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે રશિયન નિર્માતા અલરોસાએ તેની મેમ્બરશીપ પાછી ખેંચી લીધા પછી મોટી ખાણ કંપનીઓ દ્વારા સ્થપાયેલી NDC નાણાકીય અછતનો સામનો કરી રહી છે. એનડીસીએ અલરોસા દ્વારા છોડવામાં આવેલા ગેપને ભરવામાં મદદ કરવા માટે ઉદ્યોગને અપીલ કરી છે, જે એનડીસીના ભંડોળમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે.
એન્ટવર્પશે ડાયમન્ટક્રિંગના પ્રમુખ મિશેલ શોનફેલ્ડે જણાવ્યું કે, એન્ટવર્પશે ડાયમન્ટક્રિંગના સંચાલકો એનડીસીની કામગીરીને ટેકો આપવા માંગે છે અને અન્ય હીરા સંસ્થાઓ અથવા ખાનગી હીરા કંપનીઓને તેનું અનુસરણ કરવા પ્રોત્સાહિત કરવા માંગે છે.
એનડીસીનું આ નવું કેમ્પેઈન લેબોરેટરીમાં ઉત્પાદિત હીરાની સરખામણીએ કુદરતી હીરા કેટલાં મહત્ત્વના છે તે સ્ટોરી લોકોને સમજાવવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. ”ડાયમંડ ફેક્ટ્સ: એડ્રેસીંગ મિથ્સ એન્ડ ધ ડાયમંડ ઉદ્યોગ વિશેની ગેરસમજો” શીર્ષક હેઠળનો કાર્યક્રમ દર્શાવે છે કે હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે 10 મિલિયન લોકોની આજીવિકાને કેવી રીતે ટેકો આપે છે. તેમજ કુદરતી હીરા ટકાઉપણા, વિશ્વસનીયતાની દ્રષ્ટિએ લેબગ્રોન ડાયમંડની સરખામણીએ કેટલાં મહત્ત્વના છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM