તનિષ્કની પેટા બ્રાન્ડ રિવાહ એક્સ અને ડિઝાઈન તરૂણ તાહિલ્યાની ભાગીદારી ભારતીય દુલ્હનો માટે આકર્ષક ઉપહાર બની રહેશે!

મેટ્રો સિટીની દુલ્હનો માટે તૈયાર કરાયેલા આ કલેક્શનને આજની દુલ્હનોની પ્રાથમિકતા, પસંદગી સાથે ટાઈમલેસ પરંપરા અને સંસ્કૃતિને જોડે છે.

The partnership of Tanishk's sub-brand Rivah X and Design Tarun Tahilya-1
અજોય ચાવલા, ટાઇટન કંપની લિમિટેડના CEO જ્વેલરી ડિવિઝન, અને રેવતી કાંત, ચીફ ડિઝાઈન ઓફિસર, ટાઇટન કંપની લિમિટેડ, અને તરુણ તાહિલિયાની, ફેશન ડિઝાઇનર.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જ્યારે બે પ્રખ્યાત બ્રાન્ડ્સ તેમની એક્સપર્ટીઝને ભેગી કરે છે ત્યારે પરિણામ ખૂબ જ સુંદર મળે છે. તનિષ્કની સબ બ્રાન્ડ રિવાહએ એક સ્પેશ્યિલ વેડિંગ કલેક્શન માટે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર તરૂણ તાહિલિયાની સાથે જોડાણ કર્યું છે. જે ચિકનકારી, કાશીદા, જરદોષી અને પરંપરાગત ભરતકામ માટે જાણીતા છે. સમકાલીન બિજ્વેલ્ડ માસ્ટરપીસ એ ભરતકામ ટેક્નીકના સારને સમાવિષ્ટ કરે છે. જે તેમને આધુનિક ફોર્મેટમાં ત્રુટિરહિત રીતે ટ્રાન્સફોર્મ કરે છે. આ કલેક્શન આજની પર્સનલાઈઝ્ડ જ્વેલરી પસંદ કરતી મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે મહિલાઓને પોતાને અભિવ્યક્ત કરવાની છૂટ આપે છે.

એક ખાસ માત્ર આમંત્રિત કાર્યક્રમમાં તનિષ્કના રિવાહ એક્સ તરૂણ તાહિલિયાનીના લોન્ચ કર્યો, જે તનિષ્કના પ્રતિષ્ઠિત વિવાહ પેટા બ્રાન્ડ રિવાહના હિસ્સાના રૂપમાં દૂરદર્શી ફેશન ડિઝાઈન તરૂણ તાહિલિયાની સાથે એક વિશેષ કરાર છે.

મેટ્રો સિટીની દુલ્હનો માટે તૈયાર કરાયેલા આ કલેક્શનને આજની દુલ્હનોની પ્રાથમિકતા, પસંદગી સાથે ટાઈમલેસ પરંપરા અને સંસ્કૃતિને જોડે છે.

તરૂણ તાહિલિયાનીના સિગ્નેચર ભરતકામ, ચિકનકારી, લખનઉ જરદોષી, કાશ્મીરના કાશીદા અને સુંદર નેચરલ હીરામાંથી પ્રેરણા લઈને બનાવાયેલું કલેક્શન યુવતીઓના વ્યક્તિત્વને નિખારે છે. જે તાહિલિયાનીના સમૃદ્ધ કલેક્શનના ભરતકામને દર્શાવે છે અને તનિષ્કની અસાધારણ જ્વેલરી કારીગીરી ટૅક્નિકની સાથે એક પેટર્ન બનાવે છે.

રિવાહ એક્સ તરૂણ તાહિલિયાનીમાં ભરતકામ સાથે શ્રેષ્ઠ ભારતીય કારીગીરી જોવા મળે છે જે ભારતીય ભવ્ય લગ્નો માટે બેસ્ટ છે.

આ કલેક્શનને રવા, ફિલગ્ની, ચાંડક અને એમલ્ડ વર્ક જેવી જટિલ કારીગરી ટૅક્નિક સાથે વરરાજા માટે કલર્ડ સ્ટોનની પરોવા સાથે કાળજીપૂર્વક ડિઝાઈન કરાયા છે, જે તેમના લગ્ન માટે સ્પેશ્યલાઈઝ બને છે. નાજુક પેટર્ન અને સહજ કલાત્મકતા આ કારીગરી ટૅક્નિકના સમૃદ્ધ મૂળને પ્રકાશિત કરે છે.

ટાઇટન કંપની લિમિટેડના જ્વેલરી ડિવિઝનના સીઇઓ અજોય ચાવલાએ રિવાહ x તરુણ તાહિલિયાનીના કલેક્શન લૉન્ચ અંગે જણાવ્યું હતું કે, રિવાહ x તરુણ તાહિલિયાની એ સહિયારા ડિઝાઇન મૂલ્યો અને મુખ્ય સિદ્ધાંતો પર આધારિત ભાગીદારીની સ્ટોરી છે, જે આધુનિક ભારતીય કન્યાને સશક્ત બનાવે છે. તે ટાઈમલેસ પરંપરાઓ અને ઉત્કૃષ્ટ કારીગરી સાથે જોડાયેલું છે. હસ્તકલા કલાત્મકતા અને સમકાલીન આકર્ષણની સુમેળભરો વણાટ દર્શાવે છે. તનિષ્ક દ્વારા રિવાહ ગર્વથી સ્વપ્નદ્રષ્ટા ફેશન ડિઝાઇનર તરુણ તાહિલિયાની સાથેની આ વિશિષ્ટ ભાગીદારીને લોન્ચ કરે છે. આ કલેક્શન નવી યુગની નવવધૂઓની રુચિને સ્વીકારીને વર્ષો જૂની પરંપરાઓના સાથે રાખીને આકર્ષક રીતે કેપ્ચર કરે છે. આધુનિક સંવેદનાઓ સાથે પરંપરાગત ટેકનિક સાથે લગ્ન કરીને તે તાહિલિયાનીની પ્રતિષ્ઠિત ભરતકામમાંથી પ્રેરણા મેળવે છે,

ટાઇટન કંપનીના ચીફ ડિઝાઈન ઓફિસર રેવતી કાન્તે કહ્યું કે, રિવાહ x તરુણ તાહિલિયાની કલેક્શન ટાઈમલેસ કારીગરી અને આધુનિક સુઘડતા વચ્ચેના તાલમેલનો પુરાવો છે. આ સહયોગથી અમે સુંદર જ્વેલરી ડિઝાઈન કરવામાં સક્ષમ થયા છે, જે એક યુગને પાર કરે છે અને આધુનિક કન્યાને આકર્ષે છે. તરુણ તાહિલિયાનીની પ્રતિષ્ઠિત ભરતકામમાંથી પ્રેરણા લઈને આ કલેક્શન તેની તમામ ભવ્યતામાં એથનો-સમકાલીન બને છે. તે ખાસ કરીને સમજદાર નવા યુગની ભારતીય કન્યા માટે રચવામાં આવ્યું છે જેઓ તેમના લગ્નમાં આ કલેક્શન ખરીદવાનું પસંદ કરે છે. આ કલેક્શન કારીગરી અને પરંપરાગત કલાત્મકતાની ભવ્ય ઉજવણી છે.

આ ભાગીદારી પર બોલતા તરુણ તાહિલિયાનીએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી રત્ન જેવું ભરતકામ કર્યું છે તેથી તનિષ્ક દ્વારા રિવા સાથે સહયોગ કરવા માટે તે મારા માટે સ્વર્ગમાં બનેલી જોડી હતી, જે  સમગ્ર દેશમાં અદ્દભુત કારીગરી, અતૂટ વિશ્વાસ અને પહોંચનો પર્યાય છે.

વધુમાં તેમની પાસે અસંખ્ય અને અનોખી કારીગર તકનીકોની કુશળતા ધરાવતા વિવિધ કારીગર કેન્દ્રોનું સૌથી સમર્પિત સેટ-અપ છે જેને અમે આ અદ્દભૂત સંગ્રહને ડિઝાઇન કરવા માટે ઍક્સેસ કરી શકીએ છીએ. મારી બ્રાંડ હંમેશા ભારત-આધુનિક વિશે રહી છે, અમારો સહયોગ એ બે બ્રાન્ડ્સનો પરફેક્ટ મેચ છે જેણે હંમેશા અમારી હસ્તકલામાં આધુનિક સમકાલીન વળાંક સાથે ભારતીય વારસો અને સંસ્કૃતિની ઉજવણી કરી છે. મારી બ્રાન્ડ હળવાશ, આનંદ અને ઉત્સાહ માટે ઊભી છે, જે મુક્ત-સ્પિરિટેડ કન્યા વિશેની આ ઝુંબેશ સુંદર રીતે સમાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS