અનેક પ્રકારના આર્થિક અને બાહ્ય પડકારોના લીધે જેમ ડાયમંડ્સની આવક ગયા વર્ષે અપેક્ષા કરતા ઓછી રહી હતી. આ ખાણનું વર્ષ 2022માં વેચાણ 6 ટકા ઘટીને 188.9 ડોલર રહ્યું હતું. જેના લીધે ચોખ્ખો નફો 26 ટકા ઘટીને 20.2 મિલિયન ડોલર જ રહ્યો હતો તેમ લેસોથોમાં લેસેંગ ડિપોઝિટનું સંચાલન સંભાળતા માઈનર્સે માર્ચના બીજા સપ્તાહમાં જાહેર કર્યું હતું.
જેમ ડાયમંડ્સના સીઈઓ કિલ્ફોર્ડ એલ્ફિકે જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની માઠી અસર તેમની કંપની પર પડી હતી. આ યુદ્ધના લીધે ઉભા થયેલા પડકારોના લીધે જે મુશ્કેલીઓ સર્જાય તે કંપનીના ઓપરેશન અને નાણાંકીય પરિણામો પર દેખાઈ રહી છે. આ યુદ્ધની સીધી અસર કંપનીના ઓપરેટિંગ ખર્ચ પર પડી હતી. ખાસ કરીને ડિઝલની કિંમતો વધતાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકાની વીજ કંપની એસ્કોમ દ્વારા ખર્ચ બચાવવાના હેતુથી પાવર કટ કે જે લોડ શેડિંગ તરીકે ઓળખાય છે તેવો વ્યૂહ અપનાવ્યો હતો. મતલબ કે પાવર કટ કરી કંપનીએ ખર્ચ ઘટાડવાનો રસ્તો અપનાવ્યો હતો. વારંવારના પાવર કટના લીધે ખાણ કંપનીએ જનરેટરનો ઉપયોગ વધારવો પડ્યો હતો. બીજી તરફ ડીઝલની કિંમતો વધી હોઈ અને તેનો વપરાશ જનરેટરમાં વધ્યો હોય કંપનીની પ્રોડક્શન કોસ્ટ વધી હતી જેના લીધે બેવડો માર પડ્યો હતો.
આ ઉપરાંત અસાધારણ વરસાદી ઋતુ, રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે ખાણ નજીક બે દિવસના શટડાઉન તેમજ ખાણની પ્રક્રિયા માટે વાપરતાં સાધનો તૂટી જવાના લીધે ખાણમાં ઉત્પાદન 7 ટકા ઘટીને 106,704 કેરેટ જ થયું હતું. જેની વેચાણ કિંમત 2 ટકા ઘટીને 107,500 કેરેટ રહી હતી. ચોથા ક્વાર્ટરમાં માંગ નબળી રહી હતી જેના લીધે રફની કિંમત સરેરાશ 4 ટકા ઘટીને 1755 ડોલર પ્રતિ કેરેટ થઈ હતી હતી, જેના લીધે ઓછા નફે કંપનીએ મોટા હીરા વેચવા પડ્યા હતા. 2021ના વર્ષ 6ની સરખામણીએ વર્ષ 2022માં કંપનીએ 100 કેરેટથી વધુ વજનના 4 હીરા શોધ્યા હતા અને 20 અને 100 કેરેટ વચ્ચેના 87 રફ શોધવામાં સફળતા મેળવી હતી, જે ગયા વર્ષે 97 હતા. આમ રફ ડાયમંડની પ્રાપ્તિ પણ ઘટી છે.
જોકે, ખાણ કંપની ચાલુ વર્ષ 2023માં સુધારાની અપેક્ષા રાખે છે. હાલમાં વધુ વજન ધરાવતા મોટા હીરાની માંગ મજબૂત છે. ત્યારે વર્ષ સારુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરતા કંપનીના એલ્ફિકે કહ્યું કે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું હીરા બજાર ચીન છે. ચીનમાં જન જીવન સામાન્ય થવા સાથે બજારો ફરી શરૂ થવાથી આર્થિક પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. જે વર્ષ 2023 હીરા ઉદ્યોગ માટે સારું રહે તેવા સંકેતો આપી રહ્યું છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM