પ્રથમ નાણાકીય ત્રિમાસિક ગાળામાં વોચીસ ઓફ સ્વિટઝરલેન્ડની આવક ઘટી છે, કારણ કે બ્રિટનમાં ઉપલબ્ધ ઉત્પાદન પુરવઠામાં ઘટાડો અમેરિકામાં મજબૂત કામગીરીને કારણે સરભર કરતાં વધુ હતો.
UK સ્થિત કંપનીએ ગયા સપ્તાહે અહેવાલ આપ્યો હતો કે જુલાઇ 30 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં વોચીસ ઓફ સ્વિટઝરલેન્ડ ગ્રુપનું વેચાણ વાર્ષિક ધોરણે 2 ટકા ઘટીને 382 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (GBP) થયું છે. ડોલરમાં વાત કરીએ તો 484.8 મિલિયન ડોલર થયું છે.
યુકે અને યુરોપમાં આવક 8 ટકા ઘટીને 219 મિલિયન GBP (278 મિલિયન ડોલર) થઈ કારણ કે, વોચીસ ઓફ સ્વિટઝરલેન્ડની ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ઓછી ઇન્વેન્ટરીની ઍક્સેસ હતી.
UK અને યુરોપમાં આવક 8 ટકા ઘટીને 219 મિલિયન GBP ($278 મિલિયન) થઈ. USમાં વેચાણ 7 ટકા વધીને 163 મિલિયન GBP (206.9 મિલિયન ડોલર) થયું છે અને કંપનીએ નવા સ્ટોર ખોલ્યા છે.
રિટેલરને નવા પ્રમાણિત પૂર્વ-માલિકીની ઘડિયાળના કાર્યક્રમના લૉન્ચથી પણ ફાયદો થયો હતો, જે તેણે જુલાઈમાં અમેરિકામાં લૉન્ચ કર્યો હતો.
વોચીસ ઓફ સ્વિઝટલેન્ડના CEO Brian Duffyએ કહ્યું કે, અમે અમેરિકામાં રોલેક્સ સર્ટિફાઇડ પૂર્વ-માલિકીનો પ્રોગ્રામ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો.પ્રારંભિક કામગીરી પ્રોત્સાહક રહી છે કારણ કે ગ્રાહકો હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. અમે આ તક વિશે ઉત્સાહિત છીએ અને સપ્ટેમ્બરમાં અમારો UKમાં પ્રોગ્રામ શરૂ કરવા માટે ઉત્સુક છીએ.
લક્ઝરી ઘડિયાળનું વેચાણ 2 ટકા ઘટીને 336 મિલિયન GBP (426.5 મિલિયન ડોલર) થયું, જે કુલ આવકના 88 ટકા હિસ્સો ધરાવે છે. USમાં સુસ્ત ગ્રાહક સેન્ટિમેન્ટ અને સંપૂર્ણ કિંમતના વેચાણની સ્થિતિમાં ફેરફારને કારણે જ્વેલરીના વેચાણમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો ઘટાડો થયો છે.
વોચીસ ઓફ સ્વિટરઝલેન્ડે વાર્ષિક વેચાણના અંદાજ 1.65 બિલિયન GBP થી 1. 7 બિલિયન GBPને જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ એપ્રિલ 2024 સુધી ચાલે છે.
વોચીસ ઓફ સ્વિઝટલેન્ડના CEO Brian Duffyએ કહ્યું કે,આગળ જોતાં, અમે નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં વધુ સામાન્ય વૃદ્ધિ દરમાં વળતરની અપેક્ષા રાખીએ છીએ. અમારી સપ્લાય વિઝિબિલિટી, ઇન્ટરેસ્ટ લિસ્ટ પર ગ્રાહકોના રજિસ્ટ્રેશન અને શોરૂમ ખોલવાની મજબૂત પાઇપલાઇન, નવીનીકરણ અને લક્ઝરી ઘડિયાળની માંગ પુરવઠા કરતાં વધુ રોકાણોના આધારે, મજબૂત વૃદ્ધિના બીજા વર્ષ માટે અમારું સંપૂર્ણ વર્ષનું માર્ગદર્શન યથાવત છે.
વોચીસ ઓફ સ્વિટઝરલેન્ડ કંપનીએ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આધુનિક, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી ઘડિયાળની અગ્રણી રિટેલર છે જેમાં Rolex, Patek Philippe, Audemars Piguet, Omega, Cartier, Tag Heuer, Breitling, Tudor, Blancpain, Vacheron Constantin, Panerai, IWC છે. Jaeger-LeCoultre, Piaget, Hublot, Zenith, Breguet જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM