હોલિડે સિઝન આવતા જ યુએસમાં રિટેલ માર્કેટ સુધર્યું

નવેમ્બર થી ડિસેમ્બર શોપિંગ સિઝન માટે કુલ હોલિડે રિટેલ સેલ્સ 957.3 બિલિયન અને 966.6 બિલિયન ડોલર વચ્ચેના રેકોર્ડ રહેશે.

The retail market in the US improved as the holiday season approached
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ફુગાવાનો દર ઘટવા સાથે જોબ માર્કેટ મજબૂત બનવાના લીધે યુએસના બજારમાં સુધારો જોવા મળ્યો છે. નવેમ્બરમાં યુએસની માર્કેટોમાં રિટેલ વેચાણમાં ઉછાળો નોંધાયો છે. આ સાથે જ યુએસના અર્થશાસ્ત્રીઓએ હવે બજારમાં ઘટાડાની અપેક્ષાને નકારી છે.

નેશનલ રિટેલ ફેડરેશનના મુખ્ય ઈકોનોમિસ્ટ જેક ક્લીનહેન્ઝે જણાવ્યું કે અમારો રિપોર્ટ ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતાને દર્શાવે છે. કિંમતોમાં ઘટાડા સાથે નોકરીઓ અને વેતન લાભોના લીધે ગ્રાહકો પાસે ખર્ચ કરવાની ક્ષમતા વધતાં બજારમાં ઉર્જાનો સંચાર થયો છે.

હોલિડે સિઝનમાં ખરીદી વધી છે. ફુગાવાના નીચા દર વચ્ચે સમજદાર ગ્રાહકોએ સ્માર્ટલી ખરીદી કરી છે. બજારમાં સુધારો ડાઉ જોન્સના અંદાજને પણ નકારે છે. નવેમ્બરમાં યુએસમાં રિટેલ વેચાણ 1 ટકાના સામાન્ય દરે વધ્યું છે. નેશનલ રિટેલ ફૅડરેશન માને છે કે આગામી મહિનાઓ પણ સારા રહેશે અને સિઝનલ સેલ્સ પોઝિટિવ રહેશે.

વાર્ષિક સરેરાશની સરખામણી કરતા ખર્ચ સારી રજાઓની શોપિંગ સિઝન માટે અમારા અંદાજને પહોંચી વળવાના ટ્રેક પર છે એમ ક્લીનહેન્ઝે ઉમેર્યું હતું.

આ સાથે નેશનલ રિટેલ ફેડરેશને આગાહી કરી છે કે નવેમ્બર થી ડિસેમ્બર શોપિંગ સિઝન માટે કુલ હોલિડે રિટેલ સેલ્સ 957.3 બિલિયન અને 966.6 બિલિયન ડોલર વચ્ચેના રેકોર્ડ રહેશે. જે 3 થી 4 ટકાનો વધારો સૂચવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS