ભારતમાં ધનિકોની સંખ્યા વધવા સાથે જ્વેલરી સહિતની લક્ઝરી વસ્તુઓના વેચાણમાં ભારતીયોનું પ્રભુત્વ વધશે

ભારતની ‘સમૃદ્ધ’ કેટેગરીની સંખ્યા હાલમાં 6 કરોડ છે, જે 67 ટકાના ઉછાળા સાથે 2027 સુધીમાં 10 કરોડને પાર કરશે, જે વૈભવી બજારના વિકાસને વેગ આપશે.

The rising in the number of affluent class in India
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ધનવાન બનવાની દરેકને ઈચ્છા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ તે સપનું સાકાર કરી શકતું નથી. જોકે, ભારતમાં વીતેલા ચાર વર્ષમાં ધનિકોની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે અને આગામી ચાર વર્ષમાં હજુ ધનિકો વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

તમે ધનિક છો કે નહીં તે મોંઘવારી સામે આવકના રેશિયોથી નક્કી થાય છે અને જો તમે ભારતમાં રહેતા હોવ અને વર્ષે 8.30 લાખથી વધુ કમાતા હોવ તો તમે પોતાને ધનિક કહેવડાવી શકો છો.

ગોલ્ડમૅન સૅશનો અહેવાલ ‘ધ રાઇઝ ઑફ અફ્લુઅન્ટ ઇન્ડિયા’ સમૃદ્ધિની વ્યાખ્યા હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે જે ભારતીયોની વાર્ષિક આવક 8.3 લાખ રૂપિયાથી વધુ છે તેઓ ‘સમૃદ્ધ’ છે. આ કેટેગરીની સંખ્યા હાલમાં 6 કરોડ છે, જે 67 ટકાના ઉછાળા સાથે 2027 સુધીમાં 10 કરોડને પાર કરશે.

આ રિપોર્ટમાં ગોલ્ડમૅન સૅશના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આગામી 4 વર્ષમાં એટલે કે 2027 સુધીમાં ‘સમૃદ્ધ’ ભારતીયોની સંખ્યા 10 કરોડને વટાવી જશે. જેની અસરને કારણે લક્ઝરી ગુડ્સ, સ્ટોક માર્કેટ, એસયુવી, જ્વેલરી સહિત તમામ લક્ઝરી સામાનના બજારમાં ભારતીય ગ્રાહકોનું વર્ચસ્વ વધશે.

જે દર્શાવે છે કે આગામી સમયમાં દેશ દુનિયાના લક્ઝરી ચીજોના બજારમાં ભારતીયોનો દબદબો જોવા મળશે. છેલ્લાં દોઢેક વર્ષથી યુરોપ અને યુએસમાં ડાયમંડ જ્વેલરીની ઓછી ડિમાન્ડનો સામનો કરી રહેલા ભારતના હીરા ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે.

નવા બજારો શોધતા હીરાવાળા હવે ભારતીય બજારો પર પણ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. વધતી આવક સાથે ભારતીયો હવે લક્ઝરી ચીજોની ખરીદી પાછળ પણ વધુ ખર્ચ કરતા થયા છે, તે જોતાં આગામી દિવસોમાં ડાયમંડ જ્વેલરી પાછળ પણ ભારતમાં કસ્ટમર બેઝ વધારી શકાય છે. આ બાબત પર હીરાવાળા ધ્યાન કેન્દ્રિત કરી નવું બજાર એક્સપ્લોર કરી શકે છે.

ધનવાન ભારતીયોની સંખ્યામાં વધારો

ગોલ્ડમૅન સૅક્સના રિપોર્ટમાં જણાવાયું છે કે હાલમાં દેશમાં લગભગ 4 ટકા વર્કિંગ વસ્તી છે જે 8.28 લાખ રૂપિયાથી વધુ કમાય છે. આ આંકડો ભારતની માથાદીઠ $2,100ની આવક કરતાં અનેક ગણો વધારે છે.

આ શ્રેણી ઝડપથી વિસ્તરી રહી છે. 2019 અને 2023 ની વચ્ચે આ કેટેગરીમાં 12 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન દેશની વસ્તીમાં 1 ટકાનો વધારો થયો છે. લોકોની સમૃદ્ધિમાં ઝડપી વૃદ્ધિનો અર્થ એ છે કે છેલ્લાં 3 વર્ષમાં ઇક્વિટી, સોનું, મિલકત સહિતની નાણાકીય અને ભૌતિક સંપત્તિમાં તીવ્ર વધારો થયો છે.

ઇક્વિટી, સોનું અને મિલકતે લોકોને સમૃદ્ધ બનાવ્યા

ઇક્વિટી અને સોનામાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે, જ્યારે મિલકતના ભાવ છેલ્લા 3 થી 4 વર્ષમાં મજબૂત વળતર આપવામાં સફળ રહ્યા છે. 2023માં ડીમેટ ખાતાઓની સંખ્યા 2.8 ગણી વધીને 11.4 કરોડ થઈ ગઈ છે.

2019 અને 2023 ની વચ્ચે, ભારતીયો પાસે રહેલા સોનાની કિંમત 63 ટકા વધીને 149.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય જ્વેલરી, ટ્રાવેલ, રિટેલ અને હેલ્થકેર સેક્ટરમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે.

લક્ઝરી વસ્તુઓના વેચાણમાં ઉછાળો

અહેવાલ મુજબ, FMCG, ફૂટવેર, ફેશન, પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર સહિત તમામ ઉદ્યોગોમાં પ્રીમિયમ ઉત્પાદનોની માંગમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. તે જ સમયે, ઉચ્ચ આવક જૂથ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે.

ઘણી કંપનીઓના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. 2018-19થી ક્રેડિટ કાર્ડની માલિકીમાં 80 ટકા વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડના ખર્ચમાં 250 ટકાનો વધારો થયો છે.

કોવિડ-19થી પ્રભાવિત ન થયેલી કંપનીઓને મોટો નફો

ગોલ્ડમેનના વિશ્લેષકો કહે છે કે ટોપ-એન્ડ વપરાશમાં આ ઉછાળો આ રીતે ચાલુ રહેશે. આના કારણે લેસર, ઘરની બહાર ખાદ્યપદાર્થો, જ્વેલરી, સંસ્થાકીય તબીબી સેવાઓ અને ટકાઉ વસ્તુઓ જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ ચાલુ રહેશે. આ ક્ષેત્રોની કંપનીઓ નફો કમાવવામાં પણ મોખરે રહેશે. કોવિડની પણ આ ક્ષેત્રો પર કોઈ અસર થઈ નથી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS