ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો શરૂ થયો, 55 નવા જિલ્લાઓને આવરી લેવાશે

આ હોલમાર્કિંગ 'હોલમાર્કિંગ ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ગોલ્ડ આર્ટિફેક્ટ્સ (થર્ડ એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2023’ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

The third phase of mandatory gold hallmarking began covering 55 new districts
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો 8 સપ્ટેમ્બર, 2023થી શરૂ થઈ ગયો છે. આ તબક્કામાં 55 નવા જિલ્લાઓને આવરી લેવામાં આવનાર છે. આ હોલમાર્કિંગ ‘હોલમાર્કિંગ ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ગોલ્ડ આર્ટિફેક્ટ્સ (થર્ડ એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2023’ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ સાથે હોલમાર્ક હેઠળ આવરી લેવાયેલા જિલ્લાઓની સંખ્યા 343 પર પહોંચશે.

ત્રીજા તબક્કા પછી સોનાના ફરજિયાત હોલમાર્કિંગનું કામ કુલ 343 જિલ્લામાં શરૂ થશે. નવા 55 જિલ્લાઓના નામ અને તેમના હોલમાર્ક કેન્દ્રોની યાદી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક વિભાગમાં ઉપલબ્ધ છે. સરકારે આ આદેશને 8 સપ્ટેમ્બર, 2023ના રોજ પણ જાહેર કર્યો હતો.

BIS એ પ્રથમ તબક્કામાં 256 જિલ્લામાં અને બીજા તબક્કામાં 32 જિલ્લામાં સફળતાપૂર્વક સોનાનું ફરજિયાત હોલમાર્કિંગ કર્યું છે. પ્રથમ તબક્કાનું કામ 23 જૂન, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા તબક્કાનું કામ 4 એપ્રિલ, 2022થી શરૂ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ પ્રથમ તબક્કામાં 23 જૂન 2021 થી 256 જિલ્લાઓમાં સોનાના દાગીના અને કલાકૃતિઓનું ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કર્યું હતું અને પછીથી વધારાના 32 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હોલમાર્કિંગ શરૂ થયા બાદ રજીસ્ટર્ડ જ્વેલર્સની સંખ્યા 34,647 થી વધીને 1,81,590 થઈ ગઈ છે. જ્યારે AHC કેન્દ્રો (મૂલ્યાંકન અને હોલમાર્કિંગ કેન્દ્રો)ની સંખ્યા 945 થી વધીને 1,471 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં HUID એ 26 કરોડથી વધુ સોનાના આભૂષણોની વસ્તુઓને હોલમાર્ક કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, કવાયતના બીજા તબક્કામાં દરરોજ 4,00,000થી વધુ સોનાની વસ્તુઓને હોલમાર્ક કરવામાં આવે છે.

BIS કેર એપમાં વેરીફાઈ HUID’નો ઉપયોગ કરીને ખરીદેલ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર સાથે હોલમાર્કવાળી સોનાની જ્વેલરી વસ્તુઓની પ્રામાણિકતા અને શુદ્ધતા ચકાસવા ગ્રાહકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે,” એમ નાણામંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે.

BIS કેર એપના ડાઉનલોડની સંખ્યા 2021-22 દરમિયાન 2.3 લાખથી વધીને વર્તમાન નાણાકીય વર્ષમાં 12.4 લાખ થઈ ગઈ છે. વધુમાં, BIS કેર એપમાં વેરીફાઈ HUID’ની એક કરોડથી વધુ હિટ અત્યાર સુધીમાં નોંધવામાં આવી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS