UNના 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) નો આધારરેખા તરીકે ઉપયોગ કરીને, બે જૂથોએ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SME) SDG 2030 સોલ્યુશન્સ લેબની રચના કરી છે. આ કાર્યક્રમનો હેતુ જ્વેલરી અને વોચ ઇન્ડસ્ટ્રીઝને સસ્ટેનેબલ ડિઝાઇન જેવા ઇશ્યુ પર શિક્ષિત કરવાનો, પ્રોપર લેબર પ્રેક્ટીસ, માનવ-અધિકારો, યોગ્ય ખંત, ક્લાયમેટ એકશન, જૈવ વિવિધતા અને સર્વસમાવેશકતા જેવા મુદ્દાઓ પર ઉદ્યોગને જોવાનો છે.
WJI 2030 એ ગુરુવારે લોન્ચની જાહેરાતમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ઘડિયાળ અને જ્વેલરી સેક્ટરમાં અંદાજિત 70 ટકાથી વધુ બિઝનેસ SMEs છે. આવી કંપનીઓ આર્થિક વિકાસ, ગરીબી ઘટાડવા, રોજગાર સર્જન, આર્થિક અધિકાર અને એકંદર સુખાકારીને ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આ શક્ય છે એ સાબિત થયું છે,નાના બિઝને, નફો કરી શકે છે અને યોગ્ય વસ્તુ, યોગ્ય રીતે કરવા માટેના પ્રયાસો ધ સોલ્યુશન્સ લેબે ચાલું રાખ્યા છે.
યુએન ગ્લોબલ કોમ્પેક્ટ એ કંપનીઓને તેમની કામગીરીને માનવ અધિકાર, લેબર, પર્યાવરણ અને ભ્રષ્ટાચાર વિરોધી 10 સિદ્ધાંતો સાથે સમર્થન કરવાનો પ્રયાસ છે. WJI 2030, એક પહેલ છે જેની સ્થાપના કાર્ટિયર અને લક્ઝરી હોલ્ડિંગ્સ કંપની કેરિંગે ગયા વર્ષે ક્લાયમેટ રેઝિલીયન્સના નિર્માણ માટે, સંસાધનોને બચાવવા અને વેપારમાં સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે કરી હતી.
બંને સંસ્થાઓ વર્લ્ડ જ્વેલરી કોન્ફેડરેશન (CIBJO), ફ્રેન્ચ યુનિયન ઓફ જ્વેલરી (UFBJOP) અને ઇટાલીની પોલિટેકનિકો ડી મિલાનો યુનિવર્સિટીના ડિઝાઇન વિભાગ સાથે મળીને આવતા મહિને એક કાર્યકારી જૂથ શરૂ કરવાની યોજના ધરાવે છે.
WJI 2030એ જણાવ્યું હતું કે, “રિસ્પોન્સીબલ સપ્લાય ચેઇન પ્રેકટીસને વધારવા માટે રેપ્લિકેબલ અને સ્કેલેબલ ફ્રેમ વર્કનું માળખું વિકસાવવાનો હેતું છે. આનાથી વૈશ્વિક જ્વેલરી અને ઘડિયાળ ઉદ્યોગમાં તમામ SME માટે વેલ્યુ ક્રિએશન સ્ટ્રેટેજી, પારદર્શિતા રિપોર્ટિંગમાં વધારો અને સમય સાથે પ્રગતિ તરફ આગળ વધી શકશે.”
પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં, SMEને વ્યક્તિગત માર્ગદર્શન પ્રાપ્ત થશે. એક ઔપચારિક પરામર્શ પ્રક્રિયા હશે જ્યાં એનજીઓ અને ઉદ્યોગના લોકો કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં યોગદાન આપી શકે છે અને બેસ્ટ પ્રેકટીસને સોલ્યુશન્સ લેબ અને વ્યાપક ઉદ્યોગ બંને સાથે શેર કરવામાં આવશે.
આ કાર્યક્રમનું બીજું પાસું ઇનોવેશન અને ટેક્નોલોજી છે, જેનો ઉદ્દેશ્ય વધુ ને વધુ યુવાનોને વેપારમાં લાવવાનો છે.
WJI 2030ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઇરિસ વેન ડેર વેકેનેએ જણાવ્યું હતું કે, “યુવાન પ્રતિભાઓને આકર્ષવા અને તેમને આપણા ઉદ્યોગ માટે કામ કરવા માટે પ્રેરિત કરવાની અમારી પાસે મોટી તક અને ફરજ છે. આને લીધે સસ્ટેનીબિલીટી માટે ડિઝાઇન વિચારસરણીના નવા માનસિક સેટની જરૂર પડશે, અને પહેલા કરતા વધુ સહકારની જરૂર પડશે.”
કાર્ટિયરના પ્રમુખ સિરિલ વિગ્નેરોએ”સમગ્ર વેલ્યુ ચેઇન દ્વારા ગ્રાહકો અને સપ્લાયર્સ વચ્ચેના સહકારના મહત્વને સમર્થન આપ્યું હતું. આ મોટા કોર્પોરેશનો તેમજ નાની અને મધ્યમ કદની કંપનીઓને સૂચિત કરે છે.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM