કોરોના મહામારી દૂર થયા બાદ હવે દેશ વિદેશમાં જનજીવન થાળે પડવા સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનોના આયોજનો સફળતાપૂર્વક થવા માંડ્યા છે. આવો જ એક શો શારજાહ ખાતે માર્ચના બીજા સપ્તાહમાં યોજાઈ ગયો.
અતિપ્રસિદ્ધ વોચ એન્ડ જ્વેલરી મિડલ ઈસ્ટ શો (WJMES) ની 51મી આવૃત્તિનો એક્સ્પો સેન્ટર શારજાહ (ECS) ખાતે શાનદાર સફળતા સાથે યોજાયો. શારજાહના સર્વોચ્ચ કાઉન્સિલના સભ્ય અને શાસક, હિઝ હાઇનેસ શેખ ડૉ. સુલતાન બિન મોહમ્મદ અલ કાસિમીના નેજા હેઠળ યોજાયેલી આ 5 દિવસીય ઇવેન્ટને શારજાહ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SCCI) દ્વારા સપોર્ટ મળ્યો હતો અને આ દરમિયાન ઘણા રેકોર્ડ તૂટ્યા હતા.
આ ઇવેન્ટમાં વિશ્વભરના 500 થી વધુ મોટા સોના અને ઝવેરાત ઉત્પાદકો અને વેપારીઓ જોડાયા હતા. લાંબા સમય બાદ શારજાહ વિશ્વભરના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડર્સ માટે એક વર્લ્ડ મિટીંગ લોકેશનમાં ફેરવાયું હતું. અંદાજે 66,000 થી વધુ બાયર્સ, સેલર્સ અને મેન્યુફેક્ચર્સે દુનિયાભરથી આવી આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ઇવેન્ટમાં અગાઉની આવૃત્તિ કરતાં 25% વિઝિટર્સ વધુ આવ્યા હતા. જે તેની સફળતાને દર્શાવે છે.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનના છેલ્લા દિવસે તા. 12 માર્ચના રોજ 6 ભાગ્યશાળી વિજેતાઓને આયોજકો તરફથી ઈનામ એનાયત કરાયા હતા, જેમાં 1 કિલો સોનું, વીંટી અને મોંઘા ડાયમંડના હારનો સમાવેશ થાય છે.
આ ઈવેન્ટના કાર્યક્રમમાં SCCI અને ECS ના પ્રમુખ અબ્દુલ્લા સુલતાન અલ ઓવૈસે જણાવ્યું હતું કે શારજાહના અમીરાતે પાંચ દિવસ દરમિયાન મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રમાં સોના અને દાગીનામાં વિશેષતા ધરાવતી સૌથી મોટી ઇવેન્ટમાંની એકનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સહકાર જોવા મળ્યો હતો.
અગ્રણી જ્વેલરી ઉત્પાદકો અને વેપારીઓએ આ ઈવેન્ટમાં મોટીસંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં જોડાનાર ઉત્પાદકોને ડોમેસ્ટીક અ્ને નેશનલ માર્કેટ સુધી પહોંચવા અને તેમના નવા ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ મળ્યું છે. અલ ઓવૈસે ઇવેન્ટની રેકોર્ડ બ્રેકિંગ સફળતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, આ ઈવેન્ટની સફળતા કાઉન્સિલના મેમ્બર અને શારજાહના શાસક ડો. શેખ સુલતાન બિન મોહમ્મદ અલ કાસિમીના સહકાર વિના શક્ય નહોતી. તેઓના સપોર્ટના લીધે જ આ ઈવેન્ટને ઈન્ટરનેશનલ લેવલ પર સફળતા મળી છે.
એક્સ્પો સેન્ટર શારજાહના સીઈઓ સૈફ મોહમ્મદ અલ મિદફાએ પણ ત્રણ દાયકાથી વધુ સમયથી ચાવીરૂપ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે જોવાઈ અને જ્વેલરી મિડલ ઈસ્ટ શો (WJMES) ની 51મી આવૃત્તિથી સંતોષ વ્યક્ત કર્યો હતો. વિશ્વભરના સોના અને ઝવેરાત ઉત્પાદકો કે જેઓ તેમના વેપારને UAE તેમજ દુબઈના ડોમેસ્ટીક માર્કેટમાં વિસ્તારવા માગે છે તેમને આ પ્રદર્શન હંમેશા આકર્ષિત કરે છે.
અલ-મિડફાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઇસીએસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણોએ વર્લ્ડ જ્વેલરી અને મિડલ ઇસ્ટ એક્ઝિબિશન (WJMES) ની નોંધપાત્ર સફળતા જાહેર કરી છે. ઈવેન્ટના પરિણામો ખૂબ જ પોઝિટિવ રહ્યાં હતા, જે દર્શાવે છે કે આ ઇવેન્ટ મુલાકાતીઓ માટે અનોખા અને અપ્રતિમ શોપિંગ અનુભવની સુવિધા આપી છે. કારણ કે આ પ્રદર્શનમાં એક જ છત નીચે ગોલ્ડ અને જ્વેલરી ડિઝાઈન મળી રહેતી હોવાથી ખરીદદારોને પણ તે આકર્ષે છે. તે ઉપરાંત સરવેમાં એવી બાબત પણ બહાર આવી છે કે આ ઈવેન્ટમાં સેલમાં વધારો જોવા મળ્યો છે. પ્રદર્શનમાં ભાગ લેનારાના ઘરેણાંના વેચાણમાં વધારો થયો છે, જે WJMES ની કી રિજનલ અને ઈન્ટરનેશનલ પ્રતિષ્ઠાને મજબૂત કરે છે. UAEમાં પોતાના વેપારને વિસ્તારવા માગતા ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓનું પણ આ ઈવેન્ટ તરફ ધ્યાન ખેંચાયું છે.”
સિટી સ્ટોરી અને અમીરાત જ્વેલર્સ સ્ટેન્ડ, જે SCCI દ્વારા નાનાથી મધ્યમ ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં સ્થાનિક ડિઝાઇનરો અને કારીગરોની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી. આ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઊમટી પડ્યા હતા, જેઓ ખોરફાક્કન શહેરના વારસાથી પ્રેરિત હસ્તકલા ઉત્પાદનો અને ચિત્રો તેમજ અરેબિક કેલિગ્રાફીમાં કોતરેલા કિંમતી પથ્થરો, કુદરતી મોતી, ઝવેરાત અને સોનાના કાર્યોની વિવિધ ડિઝાઈન જોવા આતુર દેખાયા હતા.
પ્રદર્શકોએ તેમની નવી સોના અને દાગીનાની ડિઝાઈન પ્રદર્શિત કરવા માટે એક સ્પેશ્યિલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું જેની પ્રદર્શનકારીઓએ પ્રશંસા કરી હતી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઇવેન્ટ નોંધપાત્ર નફો કમાવવાની આકર્ષક તક પૂરી પાડે છે, સાથે સાથે તેમને સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક બજારોમાં નવીનતમ વલણો પર અદ્યતન રહેવાની મંજૂરી આપે છે. વધુમાં, તેઓએ ઉદ્યોગમાં નવી અદ્યતન તકનીકો અને વિકાસની સમજ મેળવવાની અને સોના અને દાગીના ક્ષેત્રને લગતા મૂલ્યવાન અનુભવોની આપલે કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્ય નિર્ણય લેનારાઓ, નિષ્ણાતોની સાથે નેટવર્ક બનાવવાની તકની પ્રશંસા કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM