વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સિસ (WFDB) એ જણાવ્યું છે કે, ઇઝરાયલમાં 28-30 માર્ચ, 2023 દરમિયાન યોજાનારી 40મી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસમાં હીરાની દુનિયા અને તેનાથી આગળના પ્રસિદ્ધ વક્તાઓનું સંપૂર્ણ રોસ્ટર દર્શાવવામાં આવશે.
40મી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસામં જે વક્તાઓ જ્ઞાનનો ખજાનો ખુલ્લો મુકવાના છે તેમાં, એડવર્ડ એસ્ચર, પ્રમુખ, વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ; ડેવિડ બ્લોક, સીઇઓ, સરીન ટેકનોલોજી ગ્રુપ; Gaetano Cavalieri, CIBJO ના પ્રમુખ, વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન; પ્રો. એલોન ચેન, પ્રમુખ, વેઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ; કોનરોય ચેંગ, ચાઉ તાઈ ફુકના વાઇસ-ચેરમેન; વિન્સ્ટન ચિટાન્ડો, કિમ્બરલી પ્રોસેસ ચેર અને ઝિમ્બાબ્વેના ખાણ મંત્રી; બ્રુસ ક્લીવર, ડી બીયર્સ ગ્રુપના કો-ચેરમેન; Yoram Dvash, પ્રમુખ, WFDB; ડેવિડ કેલી, CEO, નેચરલ ડાયમંડ કાઉન્સિલ; આર્યેહ લાઇટસ્ટોન, ઇઝરાયેલમાં યુએસ એમ્બેસેડરના ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર; બોઝ મોલ્ડાવસ્કી, પ્રમુખ, ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ; એન્ટોઇનેટ એન’સામ્બા કલામ્બાય, ખાણ મંત્રી, DRC અને મોશે સાલેમ, વાઇસ-પ્રેસિડેન્ટ, WFDB જેવા મહાનુભાવો હાજર રહેવાના છે.
વર્લ્ડ ફૅડરેશન ઓફ ડાયમંડ બૂર્સીસની સૌથી મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસમાં, 27 મેમ્બર બૂર્સીસના પ્રતિનિધિઓ અને દુનિયાભરના ડાયમંડ લીડર્સને દર ત્રણ વર્ષે એક અલગ ડાયમંડ સેન્ટરમાં આમંત્રણ આપે છે. કોવિડ મહામારીને કારણે છેલ્લી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ વર્ચ્યુઅલ રીતે સપ્ટેમ્બર 2020માં યોજાઈ હતી. આ વખતે ઇઝરાયલ ડાયમંડ એક્સચેન્જ દ્વારા આયોજિત ઇઝરાયલ ડાયમંડ વીકના ભાગ રૂપે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
યોરામ દ્વાશે કહ્યુ કે, 40મી વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ માટે અભૂતપૂર્વ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે,ખાસ કરીને તે કોવિડ પછી ફેડરેશનની પ્રથમ મોટી ઇવેન્ટ છે. અમે વક્તાઓનું ટોચના સ્તરનું રોસ્ટર તૈયાર કર્યું છે, વક્તાઓ આજની તારીખે ડાયમંડ ઉદ્યોગ જે સમસ્યાનો સામનો કરી રહ્યો છે તેના મુખ્ય મુદ્દાઓ અને સાયન્સ અને ડિપ્લોમસી જેવા રસપ્રદ વિષયોને સંબોધશે. અમને ખાતરી છે કે આ કોંગ્રેસ યાદ રાખવા જેવી રહેશે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM