વૈશ્વિક સ્તરે આર્થિક અને રણનીતિ ક્ષેત્રે અનેક સમસ્યાઓ વચ્ચે પણ વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સની આવકમાં વર્ષ 2022માં વધારો થયો છે. વર્ષ 2022માં ડી બિયર્સની કુલ આવક 6.6 બિલિયન ડોલર રહી છે, જે વર્ષ 2021ના 5.6 ડોલરની સરખામણીમાં 18 ટકા વધુ છે.
કિંમતની દ્રષ્ટિએ આંકવામાં આવે તો રફ હીરાનું વેચાણ 2021માં 4.9 બિલિયન ડોલર હતું તેની સરખામણીએ વર્ષ 2022માં 6.0 બિલિયન ડોલર થયું છે, જે 22 ટકાનો વધારો દર્શાવે છે. ખાસ કરીને રફ હીરાની માંગમાં વધારો થયો હોવાનું આ આંકડાઓ દર્શાવે છે. વર્ષ 2021ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં
સંપૂર્ણ વર્ષ 2022માં ડી બિયર્સની કુલ આવક 2021માં $5.6 બિલિયનની સરખામણીમાં 18% વધીને $6.6 બિલિયન થઈ છે. કિંમતની દ્રષ્ટિએ રફ હીરાનું વેચાણ 2021ના $4.9 બિલિયનની સરખામણીએ 22% વધીને $6.0 બિલિયન થયું, જે ખાસ કરીને રફ હીરાની મજબૂત માંગને દર્શાવે છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રજાઓની સિઝન હોવાના લીધે ગ્રાહકોની માંગમાં વધારો થતા ફરી સ્ટોક ભરાઈ રહ્યો હોવાની વિગતો માઈનર્સ તરફથી મળી છે.
જોકે, વોલ્યુમની દ્રષ્ટિએ જોઈએ તો રફ ડાયમંડનું વેચાણ 33.4 મિલિયન કેરેટથી ઘટીને 30.4 મિલિયન કેરેટ થયું છે. આ સાથે જ ડી બિયર્સે જણાવ્યું હતું કે, સરેરાશ વાસ્તવિક કિંમત 146 ડોલર પ્રતિ કેરેટથી 35 ટકા વધીને 197 ડોલર પ્રતિ કેરેટ થઈ છે.
તે દર્શાવે છે કે વર્ષના પ્રથમ છ મહિનામાં ઊંચી કિંમતના હીરાનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે. જે સરેરાશ રફના પ્રાઈસ ઈન્ડેક્સમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. ખાસ કરીને વર્ષના પ્રથમ છ મહિનામાં ડાયમંડ જ્વેલરી માટે એકંદરે પોઝિટિવ કન્ઝ્યૂમર ડિમાન્ડ જોવા મળી હતી.
તે હેઠળ ચોખ્ખો નફો 29 ટકા વધીને 1.417 બિલીયન ડોલર થયો હતો, જે ડાયમંડ જ્વેલરી માટેની પોઝિટિવ કન્ઝ્યુમર ડિમાન્ડને દર્શાવે છે. જોકે પડતર કિંમત પ્રતિ કેરેટ 59 ડોલર પર સ્થિર રહી હતી. જેના માટે વિશ્વમાં વધતી મોંઘવારી અને ઉત્પાદનના વધતા ખર્ચા સાથે એક્ચેન્જ રેટ સકારાત્મક રહેતા સરભર થયું હતું. એટલે કે ખરાબ અને સારી સ્થિતિ વચ્ચેથી બજારે વચ્ચેનો અનુકૂળ રસ્તો શોધી લીધો હતો.
આ સમયગાળા દરમિયાન રફ હીરાનું ઉત્પાદન પણ 7 ટકા વધ્યું હતું, જે લગભગ 34.6 મિલિયન કેરેટ થયું હતું. જે ખાસ કરીને વર્ષના પ્રથમ છ મહિનામાં જ થયું હતું. આ સમયગાળા દરમિયાન રફ હીરાની સતત મજબૂત માંગ જોવા મળી હતી, જેને પહોંચી વળવા માટે સુઆયોજિત રીતે ઉત્પાદન કાર્ય કરવામાં આવ્યું હતું.
નજીકના ભવિષ્યની અનિશ્ચિતતા હોવા છતાં ડી બિયર્સે કંપનીએ ચીનમાં ભૌગોલિક વિસ્તાર કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેની પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કોરોના મહામારી અંતર્ગત ચીનમાં લાગેલા પ્રતિબંધો દૂર થયા બાદ બ્રાન્ડેડ ડાયમંડ જ્વેલરીની માંગ ચીનમાં વધે તેવી ધારણા સાથે ડી બિયર્સે કંપનીએ ચીનના બજાર પર પણ પોતાનું ધ્યાન રાખી મુક્યું હતું.
એંગ્લો અમેરિકનના એક અહેવાલ અનુસાર 2022માં હોલીડે સિઝનમાં મજબૂત ડિમાન્ડ જોવા મળી હતી. કોવિડ 19 હળવું થયા બાદ ડાયમંડ જ્વેલરીનું વેચાણ વધ્યું છે. 2021માં જોવા મળેલા વિક્રમી સ્તરથી તે નીચું છે, પરંતુ તો પણ સ્થિતિ સારી રહી હતી. વૈશ્વિક મેક્રો ઈકોનોમિક સ્થિતિમાં સતત નરમાશ જોવા મળશે તેવી આશંકા પણ એંગ્લો અમેરિકનના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. ગ્રાહકો પર વધતા બીજા ખર્ચાના બોજાના લીધે ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડમાં થોડી ઉણપ જોઈ શકાય છે, પરંતુ તેમ છતાં 2022ના અંત ભાગમાં કોવિડ 19 પરના ચીનમાં પ્રતિબંધો દૂર થયા બાદ જ્વેલરીની માંગમાં વધારો થયો છે.
2022ના પ્રથમ છ મહિનામાં સમગ્ર હીરાની પાઈપલાઈનમાં મોટા પ્રમાણમાં પોઝિટિવ વ્યાપારિક સ્થિતિ જોવા મળી હતી. 2021ની રજાની મોસમમાં ડાયમંડ જ્વેલરીના વેચાણમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ જોવા મળી હતી. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરતા સ્થિતિ થોડી બદલાઈ હતી. રશિયાના હીરા પર ઔપચારિક પ્રતિબંધો મુકાયા બાદ આ ક્ષેત્રે અનિશ્ચિતતાઓ ઉભી થઈ હતી.
ખાસ કરીને અમેરિકામાં પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં વધારો થયો હતો અને માંગ પણ વધી હતી. એક રીતે અમેરિકાએ પહેલાં છ મહિનામાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીના બજારની આગેવાની કરી હતી. બીજી તરફ ડી બિયર્સ દ્વારા કાચા હીરાના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરતા માંગને પહોંચી વળવા માટે બજારને બળ મળ્યું હતું. જૂન મહિના સુધી બજારમાં અનિશ્ચિતતા હતી.
વૈશ્વિક અર્થતંત્ર કયાં જઈ રહ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. તેનું કારણ એ હતું કે ફૂગાવાને નાથવા માટે બેન્કો દ્વારા સતત વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. નબળા અર્થતંત્રના લીધે યુએસમાં ડાયમંડ જ્વેલરી માટેની ડિમાન્ડ 2022ના બીજા ભાગમાં નરમ પડી હતી.
જોકે, તે કોવિડ 19 પહેલાંના સ્તરોથી સારી હતી. આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે રિટેલરોએ વધુ સાવધાનીપૂર્વક સ્ટોક કર્યો હતો. જેના લીધે વર્ષ 2022ના બીજા ભાગમાં મિડસ્ટ્રીમ પોલિશ્ડ ડાયમંડની ઈન્વેટરીમાં વધારો થયો હતો. પોલિશ્ડની કિંમતો ઘટાડવાનું દબાણ ઉભું થયું હતું. રફ હીરાની માંગ નરમ પડી હતી. બીજા ક્વાર્ટરથી જ કોવિડ 19 અંગે ચીનમાં વધતા નિયંત્રણોએ ડાયમંડ જ્વેલરીના છૂટક વેચાણને અસર પહોંચી હતી. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં હીરાના વેપાર પર નેગેટીવ અસર જોવા મળી હતી.
આ તરફ ડી બિયર્સે ટ્રેક બ્લોક ચેન પ્લેટફોર્મ દ્વારા મોટા સ્કેલ પર હીરાના સ્ત્રોત શોધવાની કામગીરી ચાલુ રાખી હતી. તેમાં મોટા પાયે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. ડી બિયર્સ કંપની માને છે કે યુએસના સંખ્યાબંધ જ્વેલર્સ અને વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા હીરાની ઉત્પત્તિ પર ધ્યાન વધ્યું છે, તેના પરિણામે હીરાની માંગ વધવાની શક્યતા છે.
ડી બિયર્સે મધ્યમ અને લાંબા ગાળામાં હીરાની માંગને પહોંચી વળવાની ક્ષમતા વધારવા માંગે છે. દરમિયાન મુખ્ય ગ્રાહક બજારોમાં ગ્રાહકો હજુ પણ કુદરતી હીરાને પ્રાથમિકતા આપે છે. નજીકના ગાળામાં રફ હીરાના વૈશ્વિક પુરવઠામાં થોડો ઘટાડો થવાની ધારણા છે, જે કુદરતી હીરાની કિંમતોમાં વધારો થાય તેવા સંજોગોનું નિર્માણ કરી શકે છે. વર્ષ 2023માં 30 થી 33 મિલિયન કેરેટ ડાયમંડનું ઉત્પાદન રહ્યું હતું, જે 2024માં 29-32 મિલિયન કેરેટ અને 2025માં 32-35 મિલિયન કેરેટ પહોંચે તેવી ધારણા છે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM