DIAMOND CITY NEWS, SURAT
કતારગામ ખાતે આવેલી ડાયમંડ કંપનીમાંથી 49.48 લાખના હીરાની ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. તેની સાથે પહેલા કામ કરતા અને ચોરીમાં મદદ કરનાર વધુ એક આરોપીની પણ ધરપકડ કરી છે.
કતારગામ સ્થિત તૃષ્ણા એક્ઝિમમાંથી લેજર વિભાગમાં સિક્યુરિટી મેનેજરનું કામ કરતો અજય ભગોરા તેની પાસે આવતા હીરાના પેકેટમાંથી એક એક હીરો ચોરતો હતો. કંપનીમાં ચોરી થતી હોવાની વાત મેનેજરને ખબર પડી હતી.
મેનેજરે તેમના સ્ટાફને તમામ કારીગરો પર નજર રાખવા સૂચના આપી હતી. અજ્ય ભગોરાની ચોરી તેના મેનેજરે પકડી પાડી હતી. કંપનીના સંચાલકો તેને કડક પૂછપરછ કરી હતી. તેમાં તેને 8 હીરા ચોરી કર્યા હોવાનું કહ્યું હતું. ચોરેલા હીરામાંથી બે હીરા વેંચી કાઢ્યા હતા. બાકીના હીરા અને વેચેલા હીરાના પૈસા ઘરે હોવાની વાર્તા કરી હતી.
ઘરેથી બધું લાવી પરત કરવાની વાત કરી ઓફિસેથી નીકળી ગયો હતો. અને પછી મોબાઇલ બંધ કરી નાસી ગયો હતો. સંચાલકોએ વધુ તપાસ કરતા તેને લેબગ્રોન 100 હીરા 49.48 લાખના ચોરી કરી હોવાની ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી.
મેનેજરે અજય ભગોરા વિરૂદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઈકાલે આરોપી અજય લક્ષ્ણભાઈ ભગોરા (ઉ.વ. 25, રહે. ધરમપુર નગર, અમદાવાદ તથા મૂળ અરવલ્લી) અને તેની સાથે ચોરીમાં મદદ કરનાર મિહીર નરેશકુમાર દિવાન (ઉ. 23, રહે., રાજહંસ એપલ, પાલનપુર)ની ધરપકડ કરી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp